અમદાવાદમાં 15 જેટલા લિવ રિઝર્વ PIને સોંપાયા પોલીસ મથક, જાણો કોને ક્યાં મૂકાયા
અમદાવાદ શહેર પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ દ્વારા 15 જેટલા પોલીસ ઇન્સ્પેક્ટરની અલગ અલગ જગ્યાઓ પર બદલી કરવામાં આવી છે. જેમાં લિવ રિઝર્વ PIને સાયબર ક્રાઈમ, EOW, સહિતના પોલીસ મથકોની જવાબદારી સોંપાઈ છે.અમદાવાદના માધુપુરા, શહેરકોટડા, ખોખરા પોલીસ સ્ટેશનમાં નવા PI મુકવામાં આવ્યા છે. સાથે જ મહિલા પૂર્વ પોલીસ સ્ટેશન અને સ્પેશિયલ ઓપરેશન ગ્રૂપ એટલે SOGમાં પણ બદલી કરવામાં આવી છે. અમદાવાદના ખોખરા PI à
Advertisement
અમદાવાદ શહેર પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ દ્વારા 15 જેટલા પોલીસ ઇન્સ્પેક્ટરની અલગ અલગ જગ્યાઓ પર બદલી કરવામાં આવી છે. જેમાં લિવ રિઝર્વ PIને સાયબર ક્રાઈમ, EOW, સહિતના પોલીસ મથકોની જવાબદારી સોંપાઈ છે.અમદાવાદના માધુપુરા, શહેરકોટડા, ખોખરા પોલીસ સ્ટેશનમાં નવા PI મુકવામાં આવ્યા છે. સાથે જ મહિલા પૂર્વ પોલીસ સ્ટેશન અને સ્પેશિયલ ઓપરેશન ગ્રૂપ એટલે SOGમાં પણ બદલી કરવામાં આવી છે. અમદાવાદના ખોખરા PI કે.એસ ચૌધરીનું બીમારીના કારણે નિધન થયું છે તેમજ માધુપુરા અને શહેરકોટડા PI ની અન્ય જિલ્લામાં બદલી કરવામાં આવતા આ પોલીસ મથક ચાર્જમાં ચાલી રહ્યા હતા.
નવા PI ની બદલીઓ અંગે વાત કરીએ તો વી.વી રાણા અને એ.એસ સોનારાને સાયબર ક્રાઈમમાં બદલી કરવામાં આવી છે, જ્યારે એસ.એ દેસાઈ, ડી.વી હડાત અને વાય.જે રાઠોડની SOG માં બદલી કરવામાં આવી છે. તે સિવાય એમ.આર પટેલ અને એચ.એમ રાઠવાની ટ્રાફિકમાં બદલી કરવામાં આવી છે.જ્યારે આર.જી સિંધુ, એ.એમ દેસાઈ અને પી.વી ગોહિલની EOW એટલે કે આર્થિક ગુના નિવારણ શાખામાં બદલી કરવામાં આવી છે.એન.જી સોલંકીની અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચમાં બદલી કરાઈ છે.
અન્ય બદલીની વાત કરીએ તો કે.પી ચાવડાની માહિલા પૂર્વ પોલીસ મથકમાં, એન.ડી નકુમની માધુપુરામાં, બી.કે ખાચરની શહેરકોટડામાં અને એ.આર ધવનની ખોખરામાં બદલી કરવામાં આવી છે. ત્યારે આગામી દિવસોમાં ચૂંટણી આવતી હોવાથી જે પોલીસ અધિકારી અને કર્મચારીઓને અમદાવાદના રહેવાસી છે તેઓને અન્ય જિલ્લામાં બદલી કરવામાં આવશે.