Aryna Sabalenkaએ ઓસ્ટ્રેલિયન ઓપન જીતીને રચ્યો ઇતિહાસ
Aryna Sabalenka Won Australian Open 2023: બેલારુસની ટેનિસ ખેલાડી Aryna Sabalenka એ ઓસ્ટ્રેલિયન ઓપનમાં મહિલા સિંગલ્સની ફાઇનલમાં જીત મેળવી હતી. આ તેનું પહેલું ગ્રાન્ડ સ્લેમ ટાઈટલ છે. ફાઈનલ મેચમાં વિશ્વની પાંચમી ક્રમાંકિત ખેલાડી સબાલેન્કાએ વિશ્વની 22 ક્રમાંકિત ખેલાડી એલેના રિબાકીનાને 4-6, 6-3, 6-4થી હાર આપી હતી. ગયા વર્ષે વિમ્બલ્ડન ટાઈટલ જીતનાર રિબાકીનાના પ્રથમ સેટ જીત્યા બાદ નિયંત્રણમાં જોવા મળી હતી. આ પછી બેલારુસિયન ખ
Aryna Sabalenka Won Australian Open 2023: બેલારુસની ટેનિસ ખેલાડી Aryna Sabalenka એ ઓસ્ટ્રેલિયન ઓપનમાં મહિલા સિંગલ્સની ફાઇનલમાં જીત મેળવી હતી. આ તેનું પહેલું ગ્રાન્ડ સ્લેમ ટાઈટલ છે. ફાઈનલ મેચમાં વિશ્વની પાંચમી ક્રમાંકિત ખેલાડી સબાલેન્કાએ વિશ્વની 22 ક્રમાંકિત ખેલાડી એલેના રિબાકીનાને 4-6, 6-3, 6-4થી હાર આપી હતી. ગયા વર્ષે વિમ્બલ્ડન ટાઈટલ જીતનાર રિબાકીનાના પ્રથમ સેટ જીત્યા બાદ નિયંત્રણમાં જોવા મળી હતી. આ પછી બેલારુસિયન ખેલાડીએ જોરદાર વાપસી કરી અને તેને હાર આપી હતી.
Advertisement
સબાલેન્કાએ ત્રીજો સેટ 6-4થી જીત્યો હતો.
ઓસ્ટ્રેલિયન ઓપન મહિલા સિંગલ્સની ફાઇનલમાં એલેનાએ ધમાકેદાર શરૂઆત કરી હતી. એવું લાગી રહ્યું હતું કે કઝાકિસ્તાનની રિબાકીના આગામી સેટમાં ટાઇટલ પોતાના નામે કરી લેશે. પરંતુ Aryna Sabalenka એ બીજા સેટમાં જોરદાર વાપસી કરી હતી. આ દરમિયાન તેણે બીજો સેટ 6-3થી જીતી લીધો હતો. આ પછી ત્રીજા સેટમાં પણ તેણીએ રિબાકીનાના પર વિજય મેળવ્યો હતો. તેણે કઝાકિસ્તાનના ખેલાડીને વાપસીની કોઈ તક આપી ન હતી. સબાલેન્કાએ ત્રીજો સેટ 6-4થી જીત્યો હતો.
Aryna Sabalenkaની કારકિર્દીનું આ પ્રથમ ગ્રાન્ડ સ્લેમ ટાઈટલ છે. ફાઈનલ જીત્યા બાદ તેણે બધાનો આભાર માન્યો હતો. તેણે કહ્યું હતું કે હું સુપર નર્વસ છું. આશા છે કે અમે ગ્રાન્ડ સ્લેમમાં વધુ સ્પર્ધા કરીશું. આપ સૌનો આભાર. હું મારી ટીમનો પણ આભાર માનું છું. અમે છેલ્લા વર્ષમાં ઘણા ઉતાર-ચઢાવમાંથી પસાર થયા છીએ. આશા છે કે આવતા વર્ષે ફરી મેલબોર્ન આવીશ અને વધુ સારું કરીશ.
Advertisement
વુહાન ઓપન 2019ની ક્વાર્ટર ફાઇનલમાં ટકરાયા હતા
રિબાકિના અને સબાલેન્કા તેમની ટેનિસ કારકિર્દીમાં ચોથી વખત સામસામે ટકરાયા હતા. અગાઉ, 2021 વિમ્બલ્ડન ચેમ્પિયનશિપના ચોથા રાઉન્ડમાં રિબાકીના અને સબાલેન્કા વચ્ચે મેચ રમાઈ હતી. ઉપરાંત, તે બંને અબુ ધાબી ઓપન 2021 અને વુહાન ઓપન 2019ની ક્વાર્ટર ફાઇનલમાં ટકરાયા હતા. એટલે કે આ પહેલા ત્રણેય મેચમાં સબાલેન્કાએ જીત મેળવી હતી.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ