Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

હળવદ પહોંચ્યા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, સ્થળ પર પહોંચી વ્યકત કરી સંવેદના

હળવદમાં સર્જાયેલી દુર્ઘટનામાં 12 શ્રમિકોના મોત થયા હતા. બનાવના પગલે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સ્થળ પર પહોંચ્યા હતા અને મામલાની પુરેપુરી જાણકારી મેળવી હતી. તેમની સાથે શ્રમ અને રોજગાર મંત્રી બ્રિજેશ મેરજા સહિત ઉચ્ચ અધિકારીઓ પણ જોડાયા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ઘટના અંગે દુખ પ્રગટ કરી પોતાની સંવેદના પ્રગટ કરી હતી. વડાપ્રધાન કાર્યોલયે પ્રત્યેક મૃતકને 2 લાખની સહાયની જાહેરà
હળવદ પહોંચ્યા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ  સ્થળ પર પહોંચી વ્યકત કરી સંવેદના
હળવદમાં સર્જાયેલી દુર્ઘટનામાં 12 શ્રમિકોના મોત થયા હતા. બનાવના પગલે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સ્થળ પર પહોંચ્યા હતા અને મામલાની પુરેપુરી જાણકારી મેળવી હતી. તેમની સાથે શ્રમ અને રોજગાર મંત્રી બ્રિજેશ મેરજા સહિત ઉચ્ચ અધિકારીઓ પણ જોડાયા હતા. 
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ઘટના અંગે દુખ પ્રગટ કરી પોતાની સંવેદના પ્રગટ કરી હતી. વડાપ્રધાન કાર્યોલયે પ્રત્યેક મૃતકને 2 લાખની સહાયની જાહેરાત કરી હતી જયારે ઇજાગ્રસ્તોને 50 હજારની સહાયની જાહેરાત કરી હતી. 
Advertisement

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ તથા શ્રમ અને રોજગાર મંત્રી બ્રિજેશ મેરજા સહિત ઉચ્ચ અધિકારીઓનો કાફલો હળવદ પહોંચ્યો હતો. મુખ્યંમંત્રીએ સ્થાનિક પ્રશાસન સાથે વાતચીત કરીને ઘટનાની માહિતી મેળવી હતી. 
મુખ્યમંત્રીએ મૃત્યુ પામેલા શ્રમિકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરીને આ દુર્ઘટનામાં જીવ ગુમાવનારા પ્રત્યેક શ્રમિકના વારસદારને મુખ્યમંત્રી રાહત નિધિમાંથી 4 લાખની સહાય આપવાની જાહેરાત કરી હતી. 

હળવદ દુર્ઘટનાની જાણ થતાં મુખ્યમંત્રીએ બુધવારના પોતાના તમામ કાર્યક્રમો અને બેઠકો રદ કર્યા હતા અને હળવદ પહોંચ્યા હતા. મુખ્યમંત્રીએ સ્થળ પર જઇને માહિતી મેળવી હતી. 
 રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે પણ હળવદ ખાતે જીઆઈડીસીમાં દીવાલ ધસી પડવાની દુર્ઘટના અંગે ઊંડા દુઃખની લાગણી વ્યક્ત કરી, મૃત્યુ પામેલાં શ્રમિકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી.
ઉલ્લેખનિય છે કે હળવદ જીઆઇડીસીમાં આવેલા મીઠાના કારખાનામાં બપોરે 12 વાગ્યાના અરસામાં શ્રમીકો કામ કરી રહ્યા હતા ત્યારે અચાનક જ દીવાલ ધસી પડતાં ઓછોમાં ઓછા 30 શ્રમીકો દટાયા હતા. ઘટનાની જાણ થતાં તત્કાળ રેસ્ક્યુ ઓપરેશન શરુ કરી દેવાયુ હતું. બનાવમાં 12 શ્રમીકોના મોત નિપજ્યા હોવાનું જાણવા મળે છે.
Advertisement
Tags :
Advertisement

.