Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

ભક્તોનું 10 દિવસનું આતિથ્ય માણવા દૂંદાળા દેવનું આગમન

દેશભરમાં ગણેશ ચતુર્થીની આજે ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે. અસંખ્ય લોકોએ પોતાના ઘરમાં ગણપતિ બાપ્પાની મૂર્તિની સ્થાપના કરી છે અને પૂજા કરી છે. ગણેશ ચતુર્થીના અવસર પર મુંબઈના પ્રસિદ્ધ સિદ્ધિવિનાયક મંદિરમાં પ્રથમ આરતી કરવામાં આવી હતી. આ દરમિયાન મંદિરમાં ભક્તોની ભીડ જોવા મળી હતી. ગણપતિના દર્શન માટે સવારથી જ લોકો કતારોમાં ઉભા રહ્યા હતા. જે બાદ સૌએ આરતીમાં ભાગ લીધો અને બાપ્પ
02:25 AM Aug 31, 2022 IST | Vipul Pandya
દેશભરમાં ગણેશ ચતુર્થીની આજે ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે. અસંખ્ય લોકોએ પોતાના ઘરમાં ગણપતિ બાપ્પાની મૂર્તિની સ્થાપના કરી છે અને પૂજા કરી છે. ગણેશ ચતુર્થીના અવસર પર મુંબઈના પ્રસિદ્ધ સિદ્ધિવિનાયક મંદિરમાં પ્રથમ આરતી કરવામાં આવી હતી. આ દરમિયાન મંદિરમાં ભક્તોની ભીડ જોવા મળી હતી. ગણપતિના દર્શન માટે સવારથી જ લોકો કતારોમાં ઉભા રહ્યા હતા. જે બાદ સૌએ આરતીમાં ભાગ લીધો અને બાપ્પાના દર્શન કર્યા. લોકોએ બાપ્પાના સુંદર અને અનોખા ડેકોરેશન સાથે પંડાલ પણ બનાવ્યા છે.  મુંબઇમાં સિદ્ધિવિનાયક મંદિર ઉપરાંત, મુંબઈના લાલબાગચા રાજા પંડાલમાં ગણેશ ચતુર્થીની ઉજવણીમાં ભક્તોની ભારે ભીડ ઉમટી જોવા મળી હતી.
ભગવાન ગણેશને રિદ્ધિ-સિદ્ધિ અને સુખ દાતા માનવામાં આવે છે. તેમની પૂજા કરવાથી જીવનમાં ચાલી રહેલી મુશ્કેલીઓનો નાશ થાય છે અને ઈચ્છિત વરદાન પ્રાપ્ત થાય છે. તેથી, દર વર્ષે ભાદ્રપદ માસના શુક્લ પક્ષની ચતુર્થી તિથિના રોજ ગણેશ ચતુર્થીનો તહેવાર ઉજવવામાં આવે છે. જ્યોતિષના મતે આ વખતે 300 વર્ષ પછી ગણેશ ચતુર્થી પર એક અદ્ભુત સંયોગ બનવા જઈ રહ્યો છે.
જ્યોતિષીઓનું કહેવું છે કે આ વર્ષે ગણેશ ચતુર્થી પર તે બધા યોગો બની રહ્યા છે જે ભગવાન ગણપતિના જન્મ સમયે રચાયા હતા. શાસ્ત્રો અનુસાર, દેવી પાર્વતીએ માટીમાંથી ગણેશ બનાવ્યા અને તેમાં પ્રાણ નાખ્યા. માતા પાર્વતીએ બુધવાર, ચતુર્થી તિથિ અને ચિત્રા નક્ષત્રના દિવસે આ કરિશ્મા કર્યો હતો. યોગાનુયોગ આ વર્ષે પણ આ યોગો બની રહ્યા છે, જેના કારણે ગણેશ ઉત્સવ વિશેષ બન્યો છે. આ વખતે ભગવાન ગણેશનું નામ ધરાવતા ગુરુ ગ્રહની સ્થિતિને કારણે લંબોદર યોગ પણ બની રહ્યો છે. આ સાથે વીણા, વરિષ્ઠ, અભયચારી અને આમળા નામના 5 રાજયોગો પણ રચાઈ રહ્યા છે.

આ વર્ષે ગણેશ મહોત્સવ બુધવાર 31 ઓગસ્ટથી શુક્રવાર, 09 સપ્ટેમ્બર સુધી ઉજવવામાં આવશે. આ દરમિયાન ભગવાન ગણેશ પોતાના ભક્તો સાથે દસ દિવસ રહેશે. ગ્રહોની સ્થિતિ અનુસાર આ વખતે ગણેશ ચતુર્થી પર ખાસ સંયોગ બની રહ્યો છે. આ વર્ષે ચાર મુખ્ય ગ્રહો પોતપોતાની રાશિમાં બેઠા હશે. સૂર્ય સિંહ રાશિમાં, બુધ કન્યા રાશિમાં, ગુરુ મીન રાશિમાં અને શનિ મકર રાશિમાં રહેશે. ગણેશ ચતુર્થી પર ગ્રહોનો આવો સંયોગ 300 વર્ષ પછી બને છે.
ગણેશ ચતુર્થીના આ દુર્લભ સંયોગ વચ્ચે ભગવાન ગણેશની પૂજા કરવી ખૂબ જ ફળદાયી છે. આ દિવસે ભગવાન ગણેશની ઉપાસના કરનારાઓના મનની દરેક મનોકામના સાચી ભક્તિ સાથે પૂર્ણ થઈ શકે છે. ગણેશ ચતુર્થીના દિવસે ભગવાન ગણેશની મૂર્તિ સ્થાપિત કરો. તેમને લાડુ અને મોદક અર્પણ કરો. ભગવાનને લાલ અને પીળા વસ્ત્રો અર્પણ કરો. ભગવાન ગણેશને પણ દુર્વા ખૂબ પ્રિય છે. તેમજ ગણેશ ચતુર્થીના દિવસે ગણપતિના ચમત્કારી મંત્રોનો જાપ કરો. 
રાજ્યમાં પણ અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરત, ભાવનગર, જામનગર સહિત તમામ નાના મોટા નગરો અને ગામોમાં ભગવાન ગણેશજીની સ્થાપના કરાઇ છે અને ભક્તો શ્રીજીની પૂજા અર્ચના કરીને ધન્ય બની રહ્યા છે. 10 દિવસ સુધી વિધ્નહર્તા દેવ ભક્તોનું આતિત્થ્ય માણશે. ભક્તો પણ પોતાના પ્રિય ભગવાનને વિવિધ પ્રકારના મોદકનો ભોગ અર્પણ કરી રહ્યા છે. 
Tags :
ganeshchaturthiGaneshChaturthi2022GujaratFirst
Next Article