Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

સુરતમાં GST કૌભાંડમાં મુખ્ય આરોપીની ધરપકડ કરાઇ, અલગ-અલગ બેંક ખાતા થકી કર્યુ હતું રૂ. 100 કરોડનું ટ્રાન્જેક્શન

સુરત ઇકો સેલ પોલીસે 2706 કરોડના GST કૌભાંડમાં મુખ્ય સૂત્રધાર આરોપી ઉસ્માન ગની રફીકભાઇ કટાણીની ભાવનગર ખાતેથી ધરપકડ કરી છે. આરોપી ઉસ્માનગનીએ આનંદપરમાર, ફૈઝલ, ખોલીયા, આફતાબ સોલંકી સાથે મળી GST પેઢીઓના બિલોની હેરાફેરી કરી હતી.અલગ-અલગ બેંક ખાતા થકી 100 કરોડનું ટ્રાન્ઝેક્શનઉસ્માનગનીએ અલગ-અલગ બેંક ખાતા થકી 100 કરોડનું ટ્રાન્ઝેક્શન કર્યું હતું.જેથી પોલીસ આ આરોપીની ઘણા સમયથી શોધખોળ કરી રહી હતી.àª
08:50 AM Jan 23, 2023 IST | Vipul Pandya
સુરત ઇકો સેલ પોલીસે 2706 કરોડના GST કૌભાંડમાં મુખ્ય સૂત્રધાર આરોપી ઉસ્માન ગની રફીકભાઇ કટાણીની ભાવનગર ખાતેથી ધરપકડ કરી છે. આરોપી ઉસ્માનગનીએ આનંદપરમાર, ફૈઝલ, ખોલીયા, આફતાબ સોલંકી સાથે મળી GST પેઢીઓના બિલોની હેરાફેરી કરી હતી.
અલગ-અલગ બેંક ખાતા થકી 100 કરોડનું ટ્રાન્ઝેક્શન
ઉસ્માનગનીએ અલગ-અલગ બેંક ખાતા થકી 100 કરોડનું ટ્રાન્ઝેક્શન કર્યું હતું.જેથી પોલીસ આ આરોપીની ઘણા સમયથી શોધખોળ કરી રહી હતી.અંતે પોલીસે ભાવનગરમાં ખાતે આવેલી જુની માણેક વાડી પાસે,શિશુ વિહાર રોડ ઉપર બાગેફીરદોશ ફ્લેટમાંથી  આરોપી ઉસ્માન ગનીની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. જોકે આ પહેલા પણ પોલીસે GST મામલે કુલ 16 જેટલાં આરોપીની ધરપકડ કડી જેલ ભેગા કર્યા હતા.
આરોપી આનંદ પરમાર સાથે ઉસ્માનગનીએ ખોટી રીતે કૃષિ અંગેના ખાતાઓ બેંકમાં ખોલાવી અલગ અલગ પેઢીઓમાંથી 100 કરોડ રૂપિયાનું ટ્રાન્જેકશન કર્યું હતું.જે પૈકી 50 કરોડ રૂપિયા બેંકમાંથી રોકડ ઉપાડી તે રૂપિયા સુરત, ભાવનગર, અમદાવાદ, રાજકોટમાં આંગ઼ડિયામાં મોકલી આપ્યા હતા.
અગાઉ જીએસટી કૌભાંડમાં મુરશીદ આલમ હબીબુલ રહેમાન સૈયદ પકડાયો હતો
અગાઉ જીએસટી કૌભાંડમાં સચીનના ઉન વિસ્તારનો મુરશીદ આલમ હબીબુલ રહેમાન સૈયદ પકડાયો હતો. મુરશીદ આલમે 496 કરોડના બોગસ બિલો બનાવ્યા હતા. આ રેકેટના સૂત્રધાર આલમ શેખ, સુફીયાન કાપડીયા,  ઉસ્માન બગલા અને સજ્જાદ ઉજ્જાની છે.આ તમામની  પોલીસે અલગ અલગ સ્થળોએથી ધરપકડ કરી હતી. અગાઉ પકડાયેલા આરોપીઓની પૂછપરછમાં ઉસ્માનગીનીનું નામ સામે આવ્યું હતું.
આ પણ વાંચોઃ  સુરત SOGએ સરથાણા વિસ્તારમાંથી મેફેડ્રોન ડ્રગ્સ સપ્લાઈ કરવા આવેલા શખ્સને ઝડપી લીધો
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
accusedarresteddepositedGSTscamGujaratFirstSurattransaction
Next Article