Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ડ્રાઇવિંગ લાયસન્સ માટે એક લાખ રુપિયાની લાંચ લેતા અધિકારી સહિત એજન્ટની ધરપકડ

સુશાસનની વાતો વચ્ચે ગુજરાતમાં ભ્રષ્ટાચારનો સડો આગળ વધી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. ભાગ્યે જ કોઇ એવો દિવસ હશે કે જ્યારે રાજ્યમાં ભ્રષ્ટાચાર થયાની કોઇ ફરિયાદ સામે ના આવી હોય. લગભગ રરોજ એસીબી દ્વારા આવા સરકારી બાબુઓની ધરપકડ કરવામાં આવી રહી છે. જો કે આમ છતા આ બાબુઓ ભ્રષ્ટાચાર કરતા અચકાતા નથી. ત્યારે મંગળવારે સુરતમાં પણ આવા જ ભ્રષ્ટ સરકારી કર્મચારીઓ એસીબીની ઝપટે ચડ્યા છે.સુરતના àª
ડ્રાઇવિંગ લાયસન્સ માટે એક લાખ રુપિયાની લાંચ લેતા અધિકારી સહિત એજન્ટની ધરપકડ
સુશાસનની વાતો વચ્ચે ગુજરાતમાં ભ્રષ્ટાચારનો સડો આગળ વધી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. ભાગ્યે જ કોઇ એવો દિવસ હશે કે જ્યારે રાજ્યમાં ભ્રષ્ટાચાર થયાની કોઇ ફરિયાદ સામે ના આવી હોય. લગભગ રરોજ એસીબી દ્વારા આવા સરકારી બાબુઓની ધરપકડ કરવામાં આવી રહી છે. જો કે આમ છતા આ બાબુઓ ભ્રષ્ટાચાર કરતા અચકાતા નથી. ત્યારે મંગળવારે સુરતમાં પણ આવા જ ભ્રષ્ટ સરકારી કર્મચારીઓ એસીબીની ઝપટે ચડ્યા છે.
સુરતના બારડોલી આરટીઓ કચેરીમાં મોટર વ્હીકલ ઇન્સ્પેકટર તરીકે ફરજ બજાવતા અમિત  યાદવ અને તેમની સાથે નિકુંજ પટેલ નામનો એજન્ટ એક લાખ રૂપિયાની લાંચ લેતા પકડાયા છે. સુરતમાં રહીને મોટર ડ્રાઇવિંગ સ્કૂલનો વ્યવસાય કરતા એક વ્યક્તિની ફરિયાદના આધારે એસીબી દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી છે.
સુરતમાં મોટર ડ્રાઇવિંગ સ્કૂલ ચલાવતા આ ફરિયાદી લોકોને મોટર ડ્રાઇવિંગ ટ્રેનિંગ આપતા અને લાયસન્સ પમ કઢાવી આપતા. ફરિયાદી અરજદારોને લાયસન્સ માટે ફોર વ્હીલ ગાડીના ટેસ્ટ માટે બારડોલી આરટીઓ કચેરી ખાતે લઇ જતા હતા. જેમાં આરોપી મોટર વ્હીકલ ઇન્સ્પેકટર અમિત યાદવએ ફરિયાદી પાસે અરજદારોને ડ્રાઇવિંગ ટેસ્ટમાં પાસ કરી લાયસન્સ કાઢી આપવા માટે 1 લાખ 50 હજાર રૂપિયાની માગણી કરી હતી. અમિત યાદવે આ લાંચની રકમ નિકુંજકુમાર પટેલ નામના આરટીઓ એજન્ટને આપી દેવા જણાવ્યું હતું.
જેથી ફરિયાદીએ આ એજન્ટને વાત કરી લાંચની રકમ ઓછી કરવા કહ્યું હતું. જેથી એજન્ટે ઇસ્પેક્ટર સાથે વાત કરીને વાતચીતના અંતે એક લાખ રૂપિયા લેવા સંમત થયા હતા. જો કે ફરિયાદી આરોપીને લાંચ આપવા માગતા નહોતા જેથી તેમણે એસીબીને જાાણ કરી. ફરિયાદના આધારે ACBએ લાંચના છટકાનું  આયોજન કર્યું હતું. જેમાં બારડોલી આરટીઓ કચેરીના મોટર વ્હીકલ ઇન્સ્પેકટર અને એજન્ટ એક લાખ રૂપિયાની લાંચ લેતા રંગેહાથ ઝડપાયા હતા.
Advertisement
Tags :
Advertisement

.