લકઝરી સુવિધાઓ ભોગવતી અર્પિતા મુખર્જીની માતા જર્જરીત મકાનમાં રહે છે
પશ્ચિમ બંગાળમાં શિક્ષક ભરતી કૌંભાંડમાં પાર્થ ચેટર્જી અને તેમની નિકટ ગણાતી અર્પિતા મુખર્જી હાલ ઇડીના સકંજામાં છે. અર્પિતાના ઘરમાંથી ઇડીની તપાસમાં 50 કરોડ કેશથી વધુ રકમની કેશ અને 5 કિલો ગોલ્ડ મળ્યું હતું. જો કે નવાઇની વાત એ છે કે જે કેશ ક્વીનના ઘરમાંથી કરોડો રુપિયા મળ્યા છે તે કેશ ક્વીનની માતા ગરીબીમાં જીવન ગુજારી રહી છે. અર્પિતા મુખર્જીની માતા કોલકાતાથી થોડા અંતરે જ પોતાના પૂર્વàª
પશ્ચિમ બંગાળમાં શિક્ષક ભરતી કૌંભાંડમાં પાર્થ ચેટર્જી અને તેમની નિકટ ગણાતી અર્પિતા મુખર્જી હાલ ઇડીના સકંજામાં છે. અર્પિતાના ઘરમાંથી ઇડીની તપાસમાં 50 કરોડ કેશથી વધુ રકમની કેશ અને 5 કિલો ગોલ્ડ મળ્યું હતું. જો કે નવાઇની વાત એ છે કે જે કેશ ક્વીનના ઘરમાંથી કરોડો રુપિયા મળ્યા છે તે કેશ ક્વીનની માતા ગરીબીમાં જીવન ગુજારી રહી છે. અર્પિતા મુખર્જીની માતા કોલકાતાથી થોડા અંતરે જ પોતાના પૂર્વજોના મકાનમાં રહે છે. આ મકાન એકદમ જર્જરીત અવસ્થામાં છે.
અર્પિતા મુખર્જીના પૂર્વજોનું મકાન ઉત્તર 24 પરગનામાં બેલઘોરિયા વિસ્તારમાં છે. અહીં તેની માતા મિનતી મુખર્જી એકલી જ રહે છે. આ મકાન અંદાજે 50 વર્ષ જુનુ છે. જે એકદમ જર્જરીત થઇ ચુક્યું છે. હાલત એવા છે કે આ મકાનમાં રહેતા અર્પિતાની વૃદ્ધ અને બિમાર માતા પાસે કોઇ લકઝરી સુવિધા નથી. એક તરફ તેમની પુત્રી લકઝરી સુવિધાઓનો આનંદ માણી રહી હતી ત્યારે બીજી તરફ માતા પાસે મુળભૂત સુવિધાઓ પણ નથી.
અર્પિતાએ પોતાની બિમાર માતાની સારસંભાળ માટે બે હાઉસ હેલ્પની વ્યવસ્થા કરી છે. જે તેમના ભોજન અને અન્ય જરુરીયાતોનું ધ્યાન રાખે છે. આ વિસ્તારના લોકોના કહેવા મુજબ અર્પિતા ક્યારેક ક્યારેક તેની બિમાર માતાને મળવા કારમાં આવતી હતી. પણ તે અહીં લાંબો સમય રોકાતી ન હતી.
અર્પિતાની માતા પોતાની પુત્રી વિશે કોઇની સાથે કંઇ પણ વાત કરતા નથી. તેમણે કહ્યું કે તે તેમના ઘેર આવતી જતી કોઇ વ્યક્તિ સાથે કોઇ પણ વાત કરતા નથી.
અર્પિતા મુખર્જીના ઘરમાંથી ઇડીએ નોટોનો જથ્થો કબજો કર્યો હતો. તપાસ આગળ વધી તો એજન્સીને અર્પિતાના ચાર ફ્લેટની જાણકારી મળી હતી. ત્યાર બાદ લકઝરી કારોની જાણકારી મળી હતી. કેશ ક્વીનના ડ્રાઇવરે એ પણ વાત કરી હતી કે અર્પિતા પાસે ઘણી કારો છે. જો કે તેમાંથી કેટલીક કારો કેટલાક સમયથી ગાયબ છે.
ઉલ્લેખનિય છે કે 23 જુલાઇએ ઇડીએ અર્પિતાના ફ્લેટ પર પહેલીવાર દરોડો પાડ્યો હતો. તેમાંથી ઇડીને 21 કરોડ મળ્યા હતા. અર્પિતાના ઘરમાંથી 20 મોબાઇલ અને 50 લાખના દાગીના પણ મળ્યા હતા. ઇડીએ અર્પિતાના ઘેરથી અંદાજે60 લાખ ની વિદેશી કરન્સી પણ મળી હતી. ત્યારબાદ અર્પિતાની ધરપકડ કરાઇ હતી.
Advertisement