Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ભારત-ચીનની સીમા પર તૈનાત સેનાનો એક જવાન છેલ્લા 13 દિવસથી ગુમ, પરિવાર ચિંતિત

અરુણાચલ પ્રદેશમાં ભારત-ચીન બોર્ડર પર તૈનાત ભારતીય સેનાનો એક જવાન છેલ્લા 13 દિવસથી લાપતા છે. મળતી માહિતી પ્રમાણે ગુમ થયેલા જવાનનું નામ પ્રકાશ સિંહ રાણા છે, જે 29 મેથી ગુમ છે. ગુમ થયેલો જવાન ઉત્તરાખંડની રાજધાની દેહરાદૂનનો રહેવાસી છે. સેનાના અધિકારીઓએ જવાન પ્રકાશ સિંહ રાણાના ગુમ થવા અંગે પત્નીને ફોન પર જાણકારી આપી હતી. ત્યારથી પ્રકાશસિંહ રાણાના પરિવારજનોમાં ભારે બેચેની છે.7મી ગઢવાલ àª
ભારત ચીનની સીમા પર તૈનાત સેનાનો એક જવાન છેલ્લા 13 દિવસથી ગુમ  પરિવાર ચિંતિત
અરુણાચલ પ્રદેશમાં ભારત-ચીન બોર્ડર પર તૈનાત ભારતીય સેનાનો એક જવાન છેલ્લા 13 દિવસથી લાપતા છે. મળતી માહિતી પ્રમાણે ગુમ થયેલા જવાનનું નામ પ્રકાશ સિંહ રાણા છે, જે 29 મેથી ગુમ છે. ગુમ થયેલો જવાન ઉત્તરાખંડની રાજધાની દેહરાદૂનનો રહેવાસી છે. સેનાના અધિકારીઓએ જવાન પ્રકાશ સિંહ રાણાના ગુમ થવા અંગે પત્નીને ફોન પર જાણકારી આપી હતી. ત્યારથી પ્રકાશસિંહ રાણાના પરિવારજનોમાં ભારે બેચેની છે.
7મી ગઢવાલ રાઈફલ્સનો જવાન 
મૂળ રૂદ્રપ્રયાગ જિલ્લાના ઉખીમઠના રહેવાસી રાણા 7મી ગઢવાલ રાઈફલ્સના સૈનિક છે. જે અરુણાચલ પ્રદેશમાં ભારત-ચીન સરહદ પર થકલા પોસ્ટ પર તૈનાત છે. પ્રકાશ સિંહ રાણા છેલ્લા 13 દિવસથી ગુમ છે, જેના કારણે તેમની પત્ની મમતા અને બે બાળકો અનુજ અને અનામિકા સહિત સમગ્ર પરિવાર ખૂબ જ ચિંતિત છે. તેમનો પુત્ર અનુજ 10 વર્ષનો છે જ્યારે અનામિકા માત્ર સાત વર્ષની છે.
ધારાસભ્યએ જવાન ગુમ થવાની માહિતી કેન્દ્રીય મંત્રીને મોકલી
ભારતીય જનતા પાર્ટી (BJP)ના સહસપુરના ધારાસભ્ય સહદેવ સિંહ પુંડિર શુક્રવારે અહીં સૈનિક કોલોનીમાં રાણાના ઘરે ગયા અને પરિવારને મળ્યા. તેમણે કહ્યું કે "મેં આ અંગે સંરક્ષણ રાજ્ય મંત્રી અજય ભટ્ટ સાથે વાત કરી છે અને તેમણે મને ખાતરી આપી છે કે કંઈક કરવામાં આવશે." ધારાસભ્યએ કહ્યું કે તેમણે ગુમ થયેલા જવાનની માહિતી કેન્દ્રીય મંત્રીને મોકલી છે.
Advertisement
Tags :
Advertisement

.