Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

જમ્મુ કાશ્મીરના અનંતનાગમાં આતંકીઓ સાથેના ઘર્ષણમાં સેનાનો એક જવાન શહીદ, ઓપરેશન હજુ શરુ

જમ્મુ-કાશ્મીરના અનંતનાગમાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચેની અથડામણમાં સેનાનો એક જવાન શહીદ થયો છે. મળતી માહિતી અનુસાર આ ઘટના શનિવારે બની હતી. સુરક્ષા દળોને દક્ષિણ કાશ્મીર જિલ્લાના કોકરનાગના વટનાર વિસ્તારમાં આતંકવાદીઓની હાજરી અંગે માહિતી મળી હતી.માહિતી મળ્યા બાદ સુરક્ષા દળોએ આતંકીઓ પર કાર્યવાહી કરતા તે વિસ્તારને કોર્ડન કરીને સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. તે સમયે ત્યાં છુપાયà
04:47 AM Apr 17, 2022 IST | Vipul Pandya
જમ્મુ-કાશ્મીરના અનંતનાગમાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચેની અથડામણમાં સેનાનો એક જવાન શહીદ થયો છે. મળતી માહિતી અનુસાર આ ઘટના શનિવારે બની હતી. સુરક્ષા દળોને દક્ષિણ કાશ્મીર જિલ્લાના કોકરનાગના વટનાર વિસ્તારમાં આતંકવાદીઓની હાજરી અંગે માહિતી મળી હતી.
માહિતી મળ્યા બાદ સુરક્ષા દળોએ આતંકીઓ પર કાર્યવાહી કરતા તે વિસ્તારને કોર્ડન કરીને સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. તે સમયે ત્યાં છુપાયેલા આતંકવાદીઓએ સુરક્ષા દળો પર ગોળીબાર શરૂ કર્યો હતો. જેનો સુરક્ષા દળોએ જડબાતોડ જવાબ આપ્યો. બંને વચ્ચે ઘર્ષણ હજુ પણ ચાલુ છે. સુરક્ષા દળોનું કહેવું છે કે અહીં 2 થી 3 આતંકીઓ છુપાયેલા હોઈ શકે છે. આ લખાય છે ત્યાં સુધી આ એન્કાઉન્ટરમાં સેનાનો એક જવાન શહીદ થયો છે.
આ પહેલા શોપિયાં જિલ્લામાં પણ બે જવાનો શહીદ થયા હતા
ઉલ્લેખનીય છે કે આ પહેલા 14 એપ્રિલે જમ્મુ-કાશ્મીરના શોપિયાં જિલ્લામાં આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચેની અથડામણમાં 4 આતંકવાદીઓ માર્યા ગયા હતા. શોપિયાંના બડગામના જૈનપુરા વિસ્તારમાં કેટલાક આતંકવાદીઓ છુપાયા હોવાની માહિતી મળી હતી. આ માહિતી બાદ સુરક્ષા દળોએ ઘેરાબંધી અને સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. જો કે આ અથડામણ સાથે જોડાયેલી અન્ય એક ઘટનામાં સેનાના બે જવાનો શહીદ થયા છે, જ્યારે અન્ય બે જવાનોના ઘાયલ થવાની માહિતી સામે આવી છે.
Tags :
AnantnagEncounterInAnantnagGujaratFirstJammuAndKashmirOneArmyManKilledInAnantnag
Next Article