Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

અરુણાચલ પ્રદેશમાં સેનાનું ચિત્તા હેલિકોપ્ટર ક્રેશ, 1 પાયલોટ શહીદ

અરુણાચલ પ્રદેશ (Aranachal Pradesh)ના તવાંગ વિસ્તાર પાસે ભારતીય સેના (Indian Army)નું એક ચિત્તા હેલિકોપ્ટર  (helicopter) ક્રેશ થયું છે. આ અકસ્માતમાં એક પાયલોટ શહીદ થયો છે.  અકસ્માતનું કારણ શોધવાના પ્રયાસ સુત્રોના જણાવ્યા અનુસાર આ અકસ્માત સવારે 10 વાગ્યાની આસપાસ થયો હતો. હેલિકોપ્ટરના બંને પાયલટને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. જેમાં એક પાયલોટ સૌરભ યાદવ ગંભીર રીતે ઘાયલ થયો હતો અને તેનું સારવાર દરમિયાન મોત થયà
અરુણાચલ પ્રદેશમાં સેનાનું ચિત્તા હેલિકોપ્ટર ક્રેશ  1 પાયલોટ શહીદ
અરુણાચલ પ્રદેશ (Aranachal Pradesh)ના તવાંગ વિસ્તાર પાસે ભારતીય સેના (Indian Army)નું એક ચિત્તા હેલિકોપ્ટર  (helicopter) ક્રેશ થયું છે. આ અકસ્માતમાં એક પાયલોટ શહીદ થયો છે.  

અકસ્માતનું કારણ શોધવાના પ્રયાસ 
સુત્રોના જણાવ્યા અનુસાર આ અકસ્માત સવારે 10 વાગ્યાની આસપાસ થયો હતો. હેલિકોપ્ટરના બંને પાયલટને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. જેમાં એક પાયલોટ સૌરભ યાદવ ગંભીર રીતે ઘાયલ થયો હતો અને તેનું સારવાર દરમિયાન મોત થયું હતું. બીજા ઘાયલ પાયલોટની સારવાર કરવામાં આવી રહી છે. સેનાના અધિકારીઓએ જણાવ્યું કે અકસ્માતનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી.

મિગ-21 જુલાઈમાં રાજસ્થાનમાં ક્રેશ થયું હતું
આ વર્ષે જુલાઈમાં રાજસ્થાનના બાડમેરના ભીમડા પાસે એરફોર્સનું મિગ-21 ફાઈટર જેટ ક્રેશ થયું હતું. તેનો કાટમાળ એક કિલોમીટર સુધી વિખરાયેલો હતો. ફાઈટર પ્લેન મિગ-21 ક્રેશ થયા બાદ તેમાં આગ લાગી ગઈ હતી. અકસ્માત બૈતુ પોલીસ સ્ટેશન વિસ્તારના ભીમડા ગામમાં થયો હતો. આ અકસ્માતમાં બંને પાયલોટ શહીદ થયા હતા.
બાડમેરમાં પણ એરક્રાફ્ટ ક્રેશ થયું હતું
આ પહેલા ઓગસ્ટ 2021માં વધુ એક મિગ-21 એરક્રાફ્ટ બાડમેરમાં ક્રેશ થયું હતું. તે ફાઈટર જેટની ટ્રેનિંગ ફ્લાઈટ પર હતું. ટેકઓફ કર્યા બાદ તેમાં ટેક્નિકલ ખામી સર્જાઈ હતી અને વિમાન એક ઝૂંપડી પર પડ્યું હતું. જોકે, તે સમયે પ્લેન ક્રેશ થાય તે પહેલા જ પાયલટે પોતાની જાતને બહાર કાઢી લીધી હતી.
ગયા વર્ષે 24 ડિસેમ્બરે પણ ભારતીય વાયુસેનાનું મિગ-21 ફાઈટર પ્લેન રાજસ્થાનના જેસલમેર પાસે ક્રેશ થયું હતું. આ અકસ્માતમાં પાયલટ વિંગ કમાન્ડર હર્ષિત સિન્હાનું મોત થયું હતું. જે જગ્યાએ જેટ પડ્યું તે સુદાસરી ડેઝર્ટ નેશનલ પાર્ક છે અને તે પાકિસ્તાન બોર્ડર પાસે છે. આ વિસ્તાર સેનાના નિયંત્રણ હેઠળ છે. 
Advertisement

Tags :
Advertisement

.