આર્મીનો અસોલ્ટ ડોગ ઝૂમ થયો શહીદ, ગોળી વાગ્યા પછી પણ તે આતંકવાદીઓ સાથે લડ્યો
ગુરુવારે (13 ઓક્ટોબર) બપોરે 12 વાગ્યે મૃત્યુ થયું હતું. સેનાની 54 AFVHહોસ્પિટલમાં તેની સારવાર ચાલી રહી હતી. સેના તરફથી કહેવામાં આવ્યું હતું કે ઝૂમની સ્થિતિ સુધરી રહી છે અને સારો પ્રતિસાદ પણ આપી રહી છે. લગભગ 11.45 વાગ્યા સુધી તે ઠીક જણાતો હતો, પરંતુ અચાનક હાંફવા લાગ્યો અને પછી તેનું મૃત્યુ થયું. સેનાના એસોલ્ટ ડોગ ઝૂમ (Army Assault Dog Zoom)ની મદદથી સોમવારે (10 ઓક્ટોબર) સવારે જમ્મુ અને કાશ્મીરના અનંતનાગમાં સà«
Advertisement
ગુરુવારે (13 ઓક્ટોબર) બપોરે 12 વાગ્યે મૃત્યુ થયું હતું. સેનાની 54 AFVHહોસ્પિટલમાં તેની સારવાર ચાલી રહી હતી. સેના તરફથી કહેવામાં આવ્યું હતું કે ઝૂમની સ્થિતિ સુધરી રહી છે અને સારો પ્રતિસાદ પણ આપી રહી છે. લગભગ 11.45 વાગ્યા સુધી તે ઠીક જણાતો હતો, પરંતુ અચાનક હાંફવા લાગ્યો અને પછી તેનું મૃત્યુ થયું.
સેનાના એસોલ્ટ ડોગ ઝૂમ (Army Assault Dog Zoom)ની મદદથી સોમવારે (10 ઓક્ટોબર) સવારે જમ્મુ અને કાશ્મીરના અનંતનાગમાં સુરક્ષા દળોએ બે આતંકવાદીઓને ઠાર માર્યા હતા. આ એન્કાઉન્ટર દરમિયાન ઝૂમને પણ બે ગોળી વાગી હતી. શ્રીનગરની આર્મી વેટરનરી હોસ્પિટલમાં તેની સારવાર ચાલી રહી હતી.
અનંતનાગમાં ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું
ઝૂમ ઘાયલ થયા પછી સેનાએ કહ્યું કે, ગોળીઓ હોવા છતાં, ઝૂમે પોતાનું કામ ચાલુ રાખ્યું જેના પરિણામે સુરક્ષા દળોએ બે આતંકવાદીઓને ઠાર કર્યા. જમ્મુ કાશ્મીરઅનંતનાગ શહેરના કોકરનાગ વિસ્તારમાં સુરક્ષા દળોની ટીમ દ્વારા ઓપરેશન ટાંગે પવન હાથ ધરવામાં આવ્યું હતું. ગોળી માર્યા પછી પણ લડ્યાએસોલ્ટ ડોગ ઝૂમ આ ટીમનો ભાગ હતો. ઝૂમને જે ઘરમાં આતંકવાદીઓ છુપાયા હતા તેને ખાલી કરવાનું કામ સોંપવામાં આવ્યું હતું. ઝૂમે ઘરની અંદર જઈને આતંકીઓ પર હુમલો કર્યો. આ દરમિયાન આતંકીઓએ તેને ગોળી મારી દીધી હતી. ગોળીઓ ચલાવવામાં આવ્યા બાદ પણ ઝૂમે આતંકવાદીઓ સાથે લડવાનું ચાલુ રાખ્યું હતું.
ઝૂમ 15 કોરોના એસોલ્ટ યુનિટનો ભાગ હતો
સુરક્ષા દળો સાથેની આ અથડામણમાં લશ્કર-એ-તૈયબાના બે આતંકવાદીઓ માર્યા ગયા હતા. આ એન્કાઉન્ટરમાં ઝૂમ ઉપરાંત બે જવાનો પણ ઘાયલ થયા છે. અઢી વર્ષનો ઝૂમ છેલ્લા 10 મહિનાથી આર્મીના 15 કોર્પ્સ એસોલ્ટ યુનિટ સાથે સંકળાયેલો હતો.