Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

જિલ્લા કલેકટરની ઉપસ્થિતીમાં ભુજમાં સશસ્ત્ર સેના ધ્વજદિનની ઉજવણી કરાઇ

કચ્છ કલેકટર દિલીપ રાણાની ઉપસ્થિતિમાં ભુજ કલેકટર કચેરી ખાતે માજી સૈનિકો હાજરીમાં સશસ્ત્ર સેવા ધ્વજદિનની ઉજવણી કરવામાં આવી હતી. શહીદોના નિરાધાર પરિવારોની યોગ્ય કદર કરવા અને તેઓની સાથે એકાત્મતા સાધવા તેમજ માજી સૈનિકો અને તેમના પરિવારોના કલ્યાણ અને પુનર્વસવાટની યોજનાઓમાં મદદ કરવા સશસ્ત્ર સેના ધ્વજદિન આપણને એક અનેરો અવસર પુરો પાડે છે. દર વર્ષે તા.૦૭ ડિસેમ્બરના રોજ રાષ્ટ્રીય સ્
01:04 PM Dec 07, 2022 IST | Vipul Pandya
કચ્છ કલેકટર દિલીપ રાણાની ઉપસ્થિતિમાં ભુજ કલેકટર કચેરી ખાતે માજી સૈનિકો હાજરીમાં સશસ્ત્ર સેવા ધ્વજદિનની ઉજવણી કરવામાં આવી હતી. શહીદોના નિરાધાર પરિવારોની યોગ્ય કદર કરવા અને તેઓની સાથે એકાત્મતા સાધવા તેમજ માજી સૈનિકો અને તેમના પરિવારોના કલ્યાણ અને પુનર્વસવાટની યોજનાઓમાં મદદ કરવા સશસ્ત્ર સેના ધ્વજદિન આપણને એક અનેરો અવસર પુરો પાડે છે. દર વર્ષે તા.૦૭ ડિસેમ્બરના રોજ રાષ્ટ્રીય સ્તરે સંપુર્ણ ભારત દેશમાં ઉજવવામાં આવે છે. 
ત્યારે આજરોજ માજી સૈનિકોની હાજરીમાં કચ્છ કલેકટરે પ્રથમ ડોનેશન આપીને સમગ્ર કચ્છવાસીઓને ઉદાર હાથે ફાળો આપવા અપીલ કરી હતી. લોકો દ્વારા અપાયેલો ફાળો માજી સૈનિકો, સ્વર્ગીય સૈનિકોની ધર્મપત્નીઓ અને તેઓના પરિવારજનોના હિતાર્થે સરકારશ્રી દ્વારા ધડાયેલા નીતિ નિયમો મુજબ ઉપયોગમાં લેવાય છે
ત્યારે આથી મદદનીશ જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ અધિકારી શ્રી ભરતસિંહ કે. ચાવડાએ પણ સર્વેને ઉદાર હાથે ફાળો આપવા માટે અપીલ કરતા જણાવ્યું હતું કે, આ ફાળો હાથોહાથ રોકડમાં અથવા ચેક,ડિમાન્ડ ડ્રાફટથી Collector & President Armed Forces Flag Day Fund Bhuj ના નામનો બનાવીને જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ કચેરી, ૧૧૪,બહુમાળી ભવન, જિલ્લા સેવા સદન-૨, ભુજ(કચ્છ)માં જમા કરાવવાનો રહે છે. 
અથવા અત્રેની કચેરીના સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા(મેઈન શાખા), ભુજ (૦૩૩૪)ના ખાતા નં. ૩૨૨૭૪૬૫૮૩૮૦માં કોર બેંકીંગથી જમા કરાવીને તેની જાણ જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ કચેરીને કરી શકો છો. અત્રે આ બાબતે સર્વે દાતાઓને ફાળો આપવા બદલ સરકારી પહોંચ આપવામાં આવશે. 
આપણ વાંચો- લોકગાયક દેવાયત ખવડ ફરી અવ્યા વિવાદમાં, યુવક પર હુમલો કર્યો, જુઓ VIDEO...
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
ArmedServicesFlagDayCelebrationGujaratFirstKutchMartyrsfamilyWelfareoffamilies
Next Article