Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

FIFA વર્લ્ડ કપનો ખિતાબ આર્જેન્ટીનાએ જીત્યો, પેનલ્ટી શુટઆઉટમાં જીતી મેચ

FIFA World Cup 2022 : ફીફા વર્લ્ડ કપ 2022ની ફાઈનલ મેચ (Final Match) કતારના દોહામાં આવેલા લુસેલ સ્ટેડિયમમાં રમાઈ હતી. 22માં ફિફા વર્લ્ડકપની (FIFA World Cup 2022) ફાઈનલ મેચમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન ફ્રાન્સ અને આર્જેન્ટિના ટીમ વચ્ચે રમાઈ હતી. મેસ્સીના નેતૃત્વવાળી આર્જેન્ટિના ટીમે પેનલ્ટી શૂટઆઉટમાં 4-2થી જીત મેળવી હતી. આ સાથે જ આર્જેન્ટિનાની ટીમ ત્રીજીવાર વર્લ્ડકપ ચેમ્પિયન બની હતી.ભારતીય સમય અનુસાર આ મેચ રાત્રે 8.30 કલાકà«
fifa વર્લ્ડ કપનો ખિતાબ આર્જેન્ટીનાએ જીત્યો  પેનલ્ટી શુટઆઉટમાં જીતી મેચ

FIFA World Cup 2022 : ફીફા વર્લ્ડ કપ 2022ની ફાઈનલ મેચ (Final Match) કતારના દોહામાં આવેલા લુસેલ સ્ટેડિયમમાં રમાઈ હતી. 22માં ફિફા વર્લ્ડકપની (FIFA World Cup 2022) ફાઈનલ મેચમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન ફ્રાન્સ અને આર્જેન્ટિના ટીમ વચ્ચે રમાઈ હતી. મેસ્સીના નેતૃત્વવાળી આર્જેન્ટિના ટીમે પેનલ્ટી શૂટઆઉટમાં 4-2થી જીત મેળવી હતી. આ સાથે જ આર્જેન્ટિનાની ટીમ ત્રીજીવાર વર્લ્ડકપ ચેમ્પિયન બની હતી.

Advertisement

ભારતીય સમય અનુસાર આ મેચ રાત્રે 8.30 કલાકે શરુ થઈ હતી. બંને ટીમો જીતની પ્રબળ દાવેદાર હતી કારણ કે, વર્લ્ડ રેંકિગમાં આર્જેન્ટિનાની ટીમ ત્રીજા નંબરે છે જ્યારે ફ્રાન્સની ટીમ ચોથા નંબરે હતી. બંને ટીમો પાસે ત્રીજીવાર ચેમ્પિયન બનવાની તક હતી. રોમાંચક બનેલી મેચમાં  120 મિનિટ બાદ બંને ટીમે 3-3ની બરાબરી કરી હતી અને મેચ પેનલ્ટી શૂટઆઉટમાં પહોંચી જતા આર્જેન્ટિનાએ પેનલ્ટી શૂટઆઉટ 4-2થી જીતી લીધી હતી.
વર્લ્ડકપમાં બંને ટીમોનું પ્રદર્શનની વાત કરીએ તો બંને ટીમો ગ્રુપ સ્ટેજ મેચોમાં 1 જ મેચ હારી હતી. વર્લ્ડ રેંકિગની વાત કરીએ તો આર્જેન્ટિનાની ટીમ ત્રીજા નંબરે છે જ્યારે ફ્રાન્સની ટીમ ચોથા નંબરે હતી. આમ, બંને ટીમનું ફિફા વર્લ્ડકપ 2022માં બંને ટીમોનું પ્રદર્શન સારૂ રહ્યું હતું. મેસ્સીની આ છેલ્લી વર્લ્ડકપ મેચ હતી. તેની વર્લ્ડકપની આ 26મી મેચ હતી. આ સાથે તેણે સૌથી વધારે વર્લ્ડકપ મેચ રમવાોનો રેકોર્ડ પણ પોતાના નામે કરી દીધો છે.

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.