Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

લોકતંત્રની મોતને તમે Enjoy કરી રહ્યા છો? રાહુલ ગાંધીએ કેન્દ્ર પર સાંધ્યો નિશાનો

દેશમાં છેલ્લા ઘણા સમયથી મોંઘવારી અને બેરોજગારીનો મુદ્દો ખૂબ ચર્ચામાં ચાલી રહ્યો છે. ત્યારે આજે કોંગ્રેસે પ્રેસ કોન્ફરન્સ કરી કેન્દ્ર સરકારની નીતિઓ પર સવાલો ઉઠાવ્યા છે. આજે રાહુલ ગાંધીએ પ્રેસ કોન્ફરન્સની શરૂઆતમાં જ કહ્યું કે, લોકતંત્રની મોતને તમે બધા Enjoy કરી રહ્યા છો ને?વિપક્ષ સતત મોંઘવારી અને બેરોજગારીના મુદ્દે કેન્દ્ર સરકારને ઘેરવાનો પ્રયત્ન કરી રહ્યું છે. એક પછી એક ED દ્વારા
લોકતંત્રની મોતને તમે enjoy કરી રહ્યા છો  રાહુલ ગાંધીએ કેન્દ્ર પર સાંધ્યો નિશાનો
દેશમાં છેલ્લા ઘણા સમયથી મોંઘવારી અને બેરોજગારીનો મુદ્દો ખૂબ ચર્ચામાં ચાલી રહ્યો છે. ત્યારે આજે કોંગ્રેસે પ્રેસ કોન્ફરન્સ કરી કેન્દ્ર સરકારની નીતિઓ પર સવાલો ઉઠાવ્યા છે. આજે રાહુલ ગાંધીએ પ્રેસ કોન્ફરન્સની શરૂઆતમાં જ કહ્યું કે, લોકતંત્રની મોતને તમે બધા Enjoy કરી રહ્યા છો ને?
વિપક્ષ સતત મોંઘવારી અને બેરોજગારીના મુદ્દે કેન્દ્ર સરકારને ઘેરવાનો પ્રયત્ન કરી રહ્યું છે. એક પછી એક ED દ્વારા અલગ-અલગ કેસમાં વિપક્ષના નેતાઓને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા હોવાનું વિપક્ષના નેતાઓ કહી રહ્યા છે. ત્યારે આજે રાહુલ ગાંધીએ પણ આ મુદ્દે પ્રેસ કોન્ફરન્સ કરીને કેન્દ્ર સરકાર પર નિશાનો સાંધ્યો છે. કોંગ્રેસ નેતાએ કહ્યું કે, લોકશાહીના મૃત્યુ વિશે તમને કેવું લાગે છે? જે લોકતંત્ર 70 વર્ષમાં બંધાયું હતું તે આઠ વર્ષમાં નાશ પામ્યું. તેમણે કહ્યું કે આજે દેશમાં લોકશાહી નથી.
નેશનલ હેરાલ્ડ કેસમાં EDએ રાહુલ ગાંધી અને સોનિયા ગાંધીની પૂછપરછ કર્યા બાદ કોંગ્રેસ કેન્દ્ર સરકાર પર પ્રહારો કરી રહી છે. કોંગ્રેસ આજે મોંઘવારી અને બેરોજગારીને લઈને દેશવ્યાપી વિરોધ પ્રદર્શન કરીને કેન્દ્ર સરકાર સામે વિરોધ પ્રદર્શન કરી રહી છે. આ પ્રદર્શન પહેલા રાહુલ ગાંધીએ AICC હેડક્વાર્ટરમાં પ્રેસ કોન્ફરન્સ કરીને કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા.
Advertisement

કેન્દ્ર સરકાર પર સીધો પ્રહાર કરતા રાહુલ ગાંધીએ કહ્યું કે, દેશમાં તાનાશાહી વધી રહી છે. અમને સંસદમાં બોલવા દેવામાં આવતા નથી. લોકશાહીનો અંત આવી રહ્યો છે. દેશમાં સરમુખત્યારશાહી વધી રહી છે. બંધારણનો ભંગ થઈ રહ્યો છે. અમે સંસદમાં મોંઘવારી અને બેરોજગારી જેવા મુદ્દાઓ પર ચર્ચા કરવા માંગીએ છીએ, પરંતુ અમને બોલવા દેવામાં નથી આવી રહ્યા. રાહુલે કહ્યું કે, દેશનું જે કાયદાકીય માળખું હોય છે, દેશનું મીડિયા હોય છે, વિપક્ષ તે તાકાત પર ઊભું રહે છે. પરંતુ આજે દેશમાં આવી તમામ સંસ્થાઓ સરકારના નિયંત્રણ હેઠળ કામ કરી રહી છે. આજે RSSનો દરેક વ્યક્તિ એક સંસ્થામાં બેઠો છે. 
આજે સરકારનું સમગ્ર માળખું એક પક્ષ પાસે છે. જો કોઈ અન્ય રાજકીય પક્ષને સમર્થન આપવા માંગે છે, તો તેના પર ED અથવા CBI લાદવામાં આવે છે. આ જ કારણ છે કે, વિપક્ષની વાતનું વજન નથી પડી રહ્યું. રાહુલ ગાંધીએ કહ્યું કે, હું સાચું બોલતો રહીશ. હું જેટલું સત્ય કહું તેટલા વધુ હુમલા થશે. મારી સમસ્યા એ છે કે હું સત્યથી ડરતો નથી. જે ભયભીત છે, તે ધમકી આપે છે. સરકાર ડરેલી છે કારણ કે તે ખોટું બોલે છે. રાહુલ ગાંધીએ કહ્યું કે, તેઓ કહે છે સ્ટાર્ટઅપ ઈન્ડિયા. પરંતુ સ્ટાર્ટઅપ ઇન્ડિયા ક્યાં છે? તમામ કંપનીઓ લોકોને ખાસ કરીને યુવાનોને બહાર ફેંકી રહી છે. 
રાહુલ ગાંધીએ કહ્યું કે, સૌથી વધુ બેરોજગારી ભારતમાં છે, આજે દેશમાં સૌથી વધુ મોંઘવારી છે અને સરકાર તેને નકારે છે. નાના ઉદ્યોગોને ફટકો પડ્યો છે. GST એ નુકસાન છે. બેરોજગારી વધી છે અને નાણામંત્રી કહી રહ્યા છે કે ક્યાંય કોઈ સમસ્યા નથી. તેઓ સંસદમાં ચર્ચા ટાળવા માંગે છે. વિપક્ષને ચર્ચા કરવા દેવામાં આવતી નથી. હિટલર પણ ચૂંટણી જીતતો હતો. તે પણ એટલા માટે કે પૂરે પૂરું માળખું, પૂરે પૂરુ બંધારણ તેની પાસે હતું. મને આ સંપૂર્ણ માળખું આપો, પછી હું તમને ચૂંટણી કેવી રીતે જીતવી તે બતાવીશ.
Tags :
Advertisement

.