Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

શું તમે ચહેરા પરના ખીલથી પરેશાન છો? તો આ રીતે કરો લાલ ચંદનનો ઉપયોગ

લાલ ચંદનનો ઉપયોગ કરવાથી ત્વચાને ઠંડક મળે છે. લાલ ચંદનના લાકડાનો ઉપયોગ દવાઓ બનાવવા માટે પણ કરવામાં આવે છે. લાલ ચંદનમાં એન્ટી-બેક્ટીરિયલ ગુણ હોય છે. ત્વચા પરના દાગ, ખીલ વગેરે સમસ્યાઓને દૂર કરવા માટે તેનો ઉપયોગ કરવામાં આવે છે. તો જો તમે ખીલને દૂર કરવા માટે કોઈ સારો ઈલાજ શોધી રહ્યા છો, તો લાલ ચંદનનો ઉપયોગ કરી શકો છો. આજે અમે તમને અહીં જણાવીશું કે લાલ ચંદનનો ઉપયોગ કરવાથી શું ફાયદા થાય છે.લà
શું તમે ચહેરા પરના ખીલથી પરેશાન છો  તો આ રીતે કરો લાલ ચંદનનો ઉપયોગ
લાલ ચંદનનો ઉપયોગ કરવાથી ત્વચાને ઠંડક મળે છે. લાલ ચંદનના લાકડાનો ઉપયોગ દવાઓ બનાવવા માટે પણ કરવામાં આવે છે. લાલ ચંદનમાં એન્ટી-બેક્ટીરિયલ ગુણ હોય છે. ત્વચા પરના દાગ, ખીલ વગેરે સમસ્યાઓને દૂર કરવા માટે તેનો ઉપયોગ કરવામાં આવે છે. તો જો તમે ખીલને દૂર કરવા માટે કોઈ સારો ઈલાજ શોધી રહ્યા છો, તો લાલ ચંદનનો ઉપયોગ કરી શકો છો. આજે અમે તમને અહીં જણાવીશું કે લાલ ચંદનનો ઉપયોગ કરવાથી શું ફાયદા થાય છે.

લાલ ચંદનનો આ રીતે કરો ઉપયોગ
લાલ ચંદનનો લેપ
લાલ ચંદનને પાણીમાં ઘસીને તેનો લેપ તૈયાર કરો. પછી સ્વચ્છ ચહેરા પર ખીલવાળી જગ્યાએ આ લેપને લગાવો. 15 મિનિટ પછી સ્વચ્છ પાણીથી ચહેરાને ધોઈ લો. લાલ ચંદનના લેપથી સ્કિનની સૂઝન પણ દૂર થાય છે. ખીલવાળી જગ્યાએ સૂઝન અથવા દુખાવો થઈ રહ્યો હોય તો લાલ ચંદનનો ઉપયોગ ફાયદાકારક સાબિત થશે.
લાલ ચંદન અને હળદરનો ઉપયોગ
ખીલની સમસ્યાઓને દૂર કરવા માટે તમે લાલ ચંદન પાઉડરમાં હળદર મિક્સ કરીને ખીલ પર લગાવો. આમ કરવાથી તમને આરામ મળશે અને ખીલ મટી જશે. તમને જણાવી દઈએ કે, લાલ ચંદન પાઉડરમાં લીબુંનો રસ અને કપૂર મિક્સ કરીને લગાવવાથી ખીલવાળા ભાગમાં થતી સૂઝનની સમસ્યાથી પણ રાહત મળશે.
લાલ ચંદન પાઉડર અને નાળિયેર તેલ
લાલ ચંદનના પાઉડરને તમે નાળિયેર તેલમાં મિક્સ કરીને પણ ખીલ પર લગાડી શકો છો. તેનાથી ખીલ મટી જશે. ખીલની સમસ્યાને દૂર કરવા માટે તમે 2થી 4 ગ્રામ ચંદનના ચૂર્ણનું સેવન કરી શકો છો. લાલ ચંદનનો પાઉડર લો. તે પાઉડરને લીમડાના પાનની પેસ્ટ અને ગુલાબ જળની સાથે મિક્સ કરીને ચહેરા પર લગાવો. તેનાથી ખીલની સમસ્યા દૂર થઈ જશે.
Advertisement
Tags :
Advertisement

.