કોંગ્રેસનો ગઢ ગણાતો અરવલ્લી જિલ્લો બન્યો કોંગ્રેસ મુક્ત, પંચાયતથી વિધાનસભા સુધી જિલ્લામાં ભાજપનું શાસન
જિલ્લામાંથી કોંગ્રેસનો સફાયો થયોભિલોડા અને મોડાસા વિધાનસભા બેઠક ભાજપે જીતીતાલુકા અને જિલ્લા પંચાયતમાં પણ ભાજપઅરવલ્લી જિલ્લામાં 6 તાલુકા પંચાયત , જિલ્લા પંચાયત અને ત્યાર બાદ ભિલોડા અને બાયડ બેઠક ઉપર ભાજપનો ભગવો લહેરાતા અરવલ્લી જિલ્લો કોંગ્રેસ મુક્ત બન્યો છે. વર્ષોથી કોંગ્રેસનો ગઢ ગણાતી બેઠકો પણ ભાજપે હસ્તગત કરતા સમગ્ર જિલ્લામાં ભાજપનું શાશન બન્યું છે.કોંગ્રેસ મુક્ત જિલ્લà«
03:07 PM Dec 11, 2022 IST
|
Vipul Pandya
- જિલ્લામાંથી કોંગ્રેસનો સફાયો થયો
- ભિલોડા અને મોડાસા વિધાનસભા બેઠક ભાજપે જીતી
- તાલુકા અને જિલ્લા પંચાયતમાં પણ ભાજપ
અરવલ્લી જિલ્લામાં 6 તાલુકા પંચાયત , જિલ્લા પંચાયત અને ત્યાર બાદ ભિલોડા અને બાયડ બેઠક ઉપર ભાજપનો ભગવો લહેરાતા અરવલ્લી જિલ્લો કોંગ્રેસ મુક્ત બન્યો છે. વર્ષોથી કોંગ્રેસનો ગઢ ગણાતી બેઠકો પણ ભાજપે હસ્તગત કરતા સમગ્ર જિલ્લામાં ભાજપનું શાશન બન્યું છે.
કોંગ્રેસ મુક્ત જિલ્લો
અરવલ્લી જિલ્લો સાબરકાંઠા જિલ્લામાંથી વિભાજીત થયા બાદ છેલ્લી બે-બે ટર્મથી જિલ્લાની છ તાલુકા પંચાયત તેમજ અરવલ્લી જિલ્લા પંચાયત ઉપરાંત મોડાસા બાયડ અને ભિલોડા બેઠક ઉપર પણ કોંગ્રેસનું શાસન હતું. જિલ્લાને કોંગ્રેસનો ગઢ માનવામાં આવતો હતો ત્યારે વર્ષો બાદ જિલ્લામાં ભાજપ દ્વારા પ્રથમ 6 તાલુકા પંચાયતો ત્યારબાદ જિલ્લા પંચાયત અને હવે કોંગ્રેસનો ગઢ ગણાતી ભિલોડા અને મોડાસા વિધાનસભા બેઠક ઉપર પણ ભાજપે ભગવો લહેરાવતા સમગ્ર જિલ્લામાં ભાજપનું શાશન આવ્યું છે ત્યારે જિલ્લા માંથી કોંગ્રેસનો સફાયો થતા સમગ્ર જિલ્લો કોંગ્રેસ મુક્ત બન્યો છે.
કોંગ્રેસે જનાદેશ શિરોમાન્ય રાખ્યો
બીજી તરફ કોંગ્રેસ પ્રમુખ દ્વારા જિલ્લામાં મતદારોએ આપેલો જનાદેશ શિરોમાન્ય ગણી ભારતીય જનતા પાર્ટી દ્વારા સત્તાના નશામાં ચકચૂર થયા વગર પ્રજા જે મોંઘવારીના મારથી પીડાઈ રહી છે તેમાંથી મુક્તિ મળે તેમજ જિલ્લામાં મોટા ઉદ્યોગો સ્થપાય સિવિલ હોસ્પિટલ બને અને આગામી સમયમાં અમે પ્રજાની સાથે રહી પ્રજાના પ્રશ્નોના નિરાકરણ માટે જ્યા લડત આપવી પડે ત્યાં આપીશું.
વિકાસકાર્યો પેજ સમિતિની રણનીતિ=ભાજપની જીત
જોકે, જિલ્લામાં કોંગ્રેસના સફાયા પાછળ ભાજપ પ્રદેશ પ્રમુખની પેજ સમિતિની સફળતા ઉપરાંત તાલુકાથી માંડી જિલ્લો અને ત્યારબાદ વિધાનસભા અને લોકસભા સુધી ભાજપ દ્વારા કરાયેલા વિકાસ કામો અને ડબલ એન્જીન સરકાર પણ જવાબદાર હોવાનું રાજકીય વિશ્લેષકોમાની રહયા છે. અરવલ્લી જિલ્લાની બે વિધાનસભા બેઠકો ઉપર ભાજપે ભગવો લહેરાવતા સમગ્ર જિલ્લો કોંગ્રેસ મુક્ત બન્યો છે ત્યારે આવનારા દિવસોમાં કોંગ્રેસ દ્વારા પોતાનો ગઢને પુનઃ એકવાર બચાવવા મનોમંથન કરવાની જરૂર છે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Next Article