Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

આર્મી, નેવી અને એરફોર્સ માટે 76 હજાર કરોડના સ્વદેશી હથિયાર અને સાધનોની ખરીદીને મંજૂરી

સંરક્ષણ મંત્રાલયે સોમવારે આર્મી, નેવી અને એરફોર્સ માટે 76390 કરોડ રૂપિયાના સૈન્ય ઉપકરણો અને અન્ય ઉપકરણોની ખરીદીની પ્રક્રિયા શરૂ કરવાની મંજૂરી આપી છે. ખાસ વાત એ છે કે આ તમામ એસેસરીઝ સ્વદેશી કંપનીઓ પાસેથી જ ખરીદવામાં આવશે. જેમાં આર્મી માટે ટેન્ક વિરોધી બખ્તરબંધ વાહનો, નૌકાદળ માટે આધુનિક યુદ્ધ જહાજો અને એરફોર્સ માટે એરક્રાફ્ટ એન્જિનનો સમાવેશ થાય છે. રક્ષા મંત્રાલયે એક નિવેદનમાં જણà
આર્મી  નેવી અને એરફોર્સ માટે 76 હજાર કરોડના સ્વદેશી હથિયાર અને સાધનોની ખરીદીને મંજૂરી
સંરક્ષણ મંત્રાલયે સોમવારે આર્મી, નેવી અને એરફોર્સ માટે 76390 કરોડ રૂપિયાના સૈન્ય ઉપકરણો અને અન્ય ઉપકરણોની ખરીદીની પ્રક્રિયા શરૂ કરવાની મંજૂરી આપી છે. ખાસ વાત એ છે કે આ તમામ એસેસરીઝ સ્વદેશી કંપનીઓ પાસેથી જ ખરીદવામાં આવશે. જેમાં આર્મી માટે ટેન્ક વિરોધી બખ્તરબંધ વાહનો, નૌકાદળ માટે આધુનિક યુદ્ધ જહાજો અને એરફોર્સ માટે એરક્રાફ્ટ એન્જિનનો સમાવેશ થાય છે. 
રક્ષા મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહની અધ્યક્ષતાવાળી ડિફેન્સ એક્વિઝિશન કાઉન્સિલ (ડીએસી) એ આ દરખાસ્તોને મંજૂરી આપી હતી. રક્ષા મંત્રાલયના આ નિર્ણયથી 'આત્મનિર્ભર ભારત' અભિયાનને વધુ બળ મળશે અને આપણા દેશની વ્યૂહાત્મક શક્તિ વધુ મજબૂત થશે. આધુનિક હથિયારો મળવાથી ભારતીય સેના વધુ મજબૂત બનશે. દેશ સતત 'આત્મનિર્ભર ભારત' બનવા તરફ આગળ વધી રહ્યો છે. અત્યાધુનિક શસ્ત્રોની ખરીદીમાં ભારત મોખરે છે. ગયા અઠવાડિયે પણ સંરક્ષણ મંત્રાલયે ભારત ડાયનેમિક્સ લિમિટેડ (BDL) સાથે એર-ટુ-એર મારક અસ્ત્ર Mk-I મિસાઇલો અને સંબંધિત સાધનોની ખરીદી માટે રૂ. 2,971 કરોડનો કરાર કર્યો હતો.
સેનાના કાફલામાં શું ઉમેરાશે?
સંરક્ષણ મંત્રાલયની ડિફેન્સ એક્વિઝિશન કાઉન્સિલ (DAC), જે દળોની ખરીદી પર નિર્ણય લેવા માટે રચવામાં આવી છે તેણે રૂ. 76,390 કરોડના સાધનોની ખરીદી માટે મંજૂરી આપી છે.  જે અંતર્ગત સેના માટે ઉબડ ખાબડ રસ્તા પર ચાલી શકે તેવા ખાસ ટ્રક, બ્રિજ બનાવવાની ટેન્ક, ટેન્ક વિરોધી મિસાઈલથી સજ્જ વ્હીલ માઉન્ટેડ બખ્તરબંધ વાહનો અને વેપન લોકેટિંગ રડાર ખરીદવામાં આવશે. તમામ સાધનો સ્વદેશી કંપનીઓ પાસેથી ખરીદવામાં આવશે અને સ્વદેશી ડિઝાઇનને પ્રાથમિકતા આપવામાં આવશે.
નેવી માટે રૂ. 36000 કરોડ
નૌકાદળ માટે રૂ. 36000 કરોડના ખર્ચે નેક્સ્ટ જનરેશન કોર્વેટ ખરીદવામાં આવશે. કોર્વેટ્સ એ યુદ્ધ જહાજો છે જેનો ઉપયોગ સર્વેલન્સ કરવા, વેપારી જહાજોનું રક્ષણ કરવા, દરિયાઈ હુમલામાં સૈનિકોને મદદ કરવા અને હુમલો કરવા માટે થઈ શકે છે. આ કોર્વેટ્સ નેવીની ડિઝાઇનના આધારે સ્વદેશી રીતે બનાવવામાં આવશે.
ડિજિટલ કોસ્ટ ગાર્ડ પ્રોજેક્ટને પણ મંજૂરી
વાયુસેના માટે હિન્દુસ્તાન એરોનોટિકલ લિમિટેડને ડોર્નિયર અને સુખોઈ એરક્રાફ્ટ માટે એન્જિન બનાવવાની મંજૂરી પણ મળી ગઈ છે. સમગ્ર દેશમાં દરિયાકિનારા પર દેખરેખ અને કાર્યવાહી માટે એક સુરક્ષિત નેટવર્ક બનાવવા માટે ડિજિટલ કોસ્ટ ગાર્ડ પ્રોજેક્ટને પણ મંજૂરી આપવામાં આવી છે.
Advertisement
Tags :
Advertisement

.