ગુજરાતના મુખ્ય પ્રધાનના મુખ્ય અગ્રસચિવ તરીકે ફરી કે.કૈલાસનાથનની નિયુક્તિ
ગુજરાતના મુખ્ય મંત્રીના મુખ્ય અગ્રસચિવ તરીકે ફરી કે.કૈલાસનાથનની નિયુક્તિ કરવામાં આવી છે. તેવો ઓગસ્ટ 2006થી એપ્રિલ 2008 સુધી મુખ્યમંત્રીશ્રી નરેન્દ્ર મોદીના અગ્ર સચિવ તરીકે રહ્યા. ઓક્ટોબર 2010થી મે 2013 સુધી ફરી મુખ્યમંત્રી મોદીના અધિક મુખ્ય સચિવ તરીકે નિયુક્તિ થઈ અને 31 મે 2013ના રોજ 33 વર્ષની ફરજ બજાવીને સેવાનિવૃત્ત થયા.નિવૃત્તિ બાદ જૂન 2013થી મે 2014 સુધી નરેન્દ્રભાઈ મોદીએ પોતાના કાર્યાલયમાં à
Advertisement
ગુજરાતના મુખ્ય મંત્રીના મુખ્ય અગ્રસચિવ તરીકે ફરી કે.કૈલાસનાથનની નિયુક્તિ કરવામાં આવી છે. તેવો ઓગસ્ટ 2006થી એપ્રિલ 2008 સુધી મુખ્યમંત્રીશ્રી નરેન્દ્ર મોદીના અગ્ર સચિવ તરીકે રહ્યા. ઓક્ટોબર 2010થી મે 2013 સુધી ફરી મુખ્યમંત્રી મોદીના અધિક મુખ્ય સચિવ તરીકે નિયુક્તિ થઈ અને 31 મે 2013ના રોજ 33 વર્ષની ફરજ બજાવીને સેવાનિવૃત્ત થયા.નિવૃત્તિ બાદ જૂન 2013થી મે 2014 સુધી નરેન્દ્રભાઈ મોદીએ પોતાના કાર્યાલયમાં વિશેષ દરજ્જો ઊભો કરી તેમને પોતાના મુખ્ય અગ્ર સચિવ તરીકે નિયુક્તિ કરવામાં આવી છે.
મે 2014માં લોકસભા ચૂંટણી બાદ આનંદીબેન પટેલે મુખ્યમંત્રી તરીકેનો પદભાર સંભાળ્યો અને કૈલાસનાથનને એક વર્ષ સુધી પોતાના અગ્ર મુખ્ય સચિવ પદે ચાલુ રાખ્યા. મે 2015થી ફરી એક વર્ષ માટે આનંદીબેને તેમને એક્સટેન્શન આપ્યું.આનંદીબેનના રાજીનામા બાદ વિજય રૂપાણી મુખ્યમંત્રીશ્રી બન્યા અને તેમણે પણ ઓગસ્ટ 2016થી પોતાના કાર્યકાળ સુધી કૈલાસનાથનને પોતાના અગ્ર મુખ્ય સચિવ તરીકે નિયુક્ત કર્યા.
2017ની વિધાનસભા ચૂંટણી બાદ ભાજપ વિજયી થયો અને ફરી એકવાર વિજય રૂપાણી મુખ્યમંત્રી બન્યા. આ સાથે જ તેમણે પોતાના કાર્યાલયમાં મુખ્ય અગ્ર સચિવ તરીકે કૈલાસનાથનને બે વર્ષનું એક્સટેન્શન આપ્યું જે ડિસેમ્બર 2019માં પૂર્ણ થવાનું હતું. આ એક્સટેન્શન પૂર્ણ થાય તે પહેલાં જ રૂપાણીએ વધુ બે વર્ષ એટલે ડિસેમ્બર 2021 સુધી તેમનો કાર્યકાળ લંબાવી દીધો હતો. CM ભૂપેન્દ્ર ભાઈ પટેલે 19 સપ્ટેમ્બરે 2021ના રોજ કે. કૈલાસનાથનની સતત 7મી વખત મુખ્યમંત્રીના ચીફ પ્રિન્સિપલ સેક્રેટરી તરીકે નિમણૂક કરી હતી.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.