Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ચાંદીની ચીજને ચમકાવવા તેના પર લગાવો આ ચીજ

ચાંદીની ચીજોના પવનના સંપર્કમાં આવવાથી તેની ચમક ઓછી પડી જાય છે. જો કે હવે તમારું ટેન્શન લેવાની કોઇ જરૂર નથી કારણકે આ ટીપ્સ ચાંદીની વસ્તુઓને ચમકાવી નાખશે...ચાંદીને સાફ કરવા માટે તમે ટૂથપેસ્ટ બેસ્ટ ગણાય છે. બ્રશની ઉપર ટૂથપેસ્ટ લગાવી ચાંદી પર ઘસો. ત્યારબાદ તેને ગરમ પાણીમાં 10 મિનિટ રાખી બહાર કાઢીને તેને લૂસી લો. આમ કરવાથી કાળી પડી ગયેલી ચાંદી એકદમ ઉજળી થઇ જશે.એક કપ સિરકામાં એક ચમચી મીઠુà
ચાંદીની ચીજને ચમકાવવા તેના પર લગાવો આ ચીજ
ચાંદીની ચીજોના પવનના સંપર્કમાં આવવાથી તેની ચમક ઓછી પડી જાય છે. જો કે હવે તમારું ટેન્શન લેવાની કોઇ જરૂર નથી કારણકે આ ટીપ્સ ચાંદીની વસ્તુઓને ચમકાવી નાખશે...
  • ચાંદીને સાફ કરવા માટે તમે ટૂથપેસ્ટ બેસ્ટ ગણાય છે. બ્રશની ઉપર ટૂથપેસ્ટ લગાવી ચાંદી પર ઘસો. ત્યારબાદ તેને ગરમ પાણીમાં 10 મિનિટ રાખી બહાર કાઢીને તેને લૂસી લો. આમ કરવાથી કાળી પડી ગયેલી ચાંદી એકદમ ઉજળી થઇ જશે.
  • એક કપ સિરકામાં એક ચમચી મીઠું નાખીને મિક્સ કરી આ લેપને ચાંદી ઉપર લગાવી 15 મિનિટ રાખી તેને ગરમ પાણીમાં ધોઈ મુલાયમ કપડાથી લૂસી લો.
  • બેંકિગ સોડાને ગરમ પાણીમાં મિક્સ કરી આ પેસ્ટથી ચાંદીને સાફ કરો. ચાંદીની વસ્તુઓ પરથી કાળાશ દૂર કરવા એક કપડા ઉપર બેંકિગ સોડા છાંટી તેને ચાંદીની વસ્તુઓ પર રગડો ત્યારબાદ પછી તેને ધોઈ સુકવી દો. કાળાશ દૂર થઇ જશે.
Gold plated cutlery WILKENS - Wilkens & Söhne Shop - Wilkens & Söhne Shop
  • એક પેનમાં ફાઈલ પેપરનો બેસ બનાવી ત્યારબાદ તેમાં 2-3 ગ્લાસ પાણી અને 1 ચમચી મીઠું મિક્સ કરી ઉકળવા દો. જે વસ્તુ સાફ કરવી હોય તેને પાણીમાં નાખી 2-3 મિનિટ ઉકાળો તેના પછી તેને પાણીમાંથી બહાર કાઢી મુલાયમ કપડાથી લૂંછી લો.
  • એક ઇંડાને ઉકાળી તેના પીળા ભાગને અલગ કરી તે પીળાભાગને એક પ્લાસ્ટિકના કંટેનરમાં નાખી તેના ઉપર એક વાયર રેક કે જાળી મૂકીને તેની પર ચાંદીની જ્વેલરી મૂકો. આ વાતની કાળજી રાખો કે જ્વેલરીનો કોઈ પણ ભાગ ઇંડાને લાગે નહી.
Advertisement
Tags :
Advertisement

.