Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ઓનલાઈન છેતરપિંડીનો ભોગ બન્યા અભિનેતા અનુ કપુર

બોલિવૂડ (Bollywood) ફિલ્મ અભિનેતા અનુ કપૂર (Anu Kapoor) સાથે છેતરપિંડી થઈ છે. અનુ કપૂરને એક પ્રાઈવેટ બેંકમાંથી કોલ આવ્યો, જ્યાં તેને એકાઉન્ટ સાથે જોડાયેલ KYC અપડેટ કરવાનું કહેવામાં આવ્યું. આ દરમિયાન તેના ખાતામાંથી 4.36 લાખ રૂપિયા ઉપડી ગયા હતા. અનુ કપૂરે પોલીસને આ જાણકારી આપી છે. અધિકારીઓએ માહિતી આપી કે પોલીસે અનુ કપૂર સાથે સંકલન કરીને તેમને પૈસા પરત મળી જશે તેવી ખાતરી આપી.ગુરૂવારે બેંકના એક કર્મચાàª
ઓનલાઈન છેતરપિંડીનો ભોગ બન્યા અભિનેતા અનુ કપુર
બોલિવૂડ (Bollywood) ફિલ્મ અભિનેતા અનુ કપૂર (Anu Kapoor) સાથે છેતરપિંડી થઈ છે. અનુ કપૂરને એક પ્રાઈવેટ બેંકમાંથી કોલ આવ્યો, જ્યાં તેને એકાઉન્ટ સાથે જોડાયેલ KYC અપડેટ કરવાનું કહેવામાં આવ્યું. આ દરમિયાન તેના ખાતામાંથી 4.36 લાખ રૂપિયા ઉપડી ગયા હતા. અનુ કપૂરે પોલીસને આ જાણકારી આપી છે. અધિકારીઓએ માહિતી આપી કે પોલીસે અનુ કપૂર સાથે સંકલન કરીને તેમને પૈસા પરત મળી જશે તેવી ખાતરી આપી.
ગુરૂવારે બેંકના એક કર્મચારીનો અનુ કપૂરને(Anu Kapoor) ફોન આવ્યો હતો. બેંક કર્મચારીએ અનુ કપૂરને કહ્યું કે, તેણે તે KYC અપડેટ કરવી પડશે બાદમાં અનુ કપૂરે તેની સાથે બેંકની વિગતો શેર કરી. આ સાથે અનુ કપૂરે તેમની સાથે OTP પણ શેર કર્યો હતો. અનુ કપૂરે ઓશિવારા પોલીસ સ્ટેશનમાં આ અંગેની સંપૂર્ણ માહિતી આપી હતી અને આ મામલે પોલીસ તપાસ કરી રહી છે.
બેંકે અનુ કપૂરના બંને એકાઉન્ટ ફ્રીઝ કરી દીધા છે. પોલીસ અનુ કપૂરને (Anu Kapoor) તેના પૈસા પરત મળી જાય તેવા પ્રયાસ કરી રહી છે. આ મામલે IPC અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજી એક્ટની જોગવાઈ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.
Advertisement
Tags :
Advertisement

.