Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ઝૂલન ગોસ્વામીની બાયોપિક માટે અનુષ્કા ખૂબ પરસેવો પાડી રહી છે, પ્રેક્ટિસનો વીડિયો શેર કર્યો

બોલિવૂડ અભિનેત્રી અનુષ્કા શર્મા ટૂંક સમયમાં ક્રિકેટર તરીકે સિલ્વર સ્ક્રીન પર જોવા મળશે. ભારતીય મહિલા ક્રિકેટ ટીમની ફાસ્ટ બોલર ઝૂલન ગોસ્વામીની બાયોપિક ફિલ્મમાં અનુષ્કા શર્મા મુખ્ય ભૂમિકા ભજવી રહી છે. અનુષ્કા શર્માએ ફિલ્મની તૈયારી શરૂ કરી દીધી છે અને ટ્રેનિંગનો વીડિયો ચાહકો સાથે શેર કર્યો છે. વીડિયોમાં અનુષ્કા શર્મા જમીન પર પરસેવો પાડતી જોઈ શકાય છે. વીડિયોમાં અનુષ્કા આકરી ટ્à
ઝૂલન ગોસ્વામીની બાયોપિક માટે અનુષ્કા ખૂબ પરસેવો પાડી રહી છે  પ્રેક્ટિસનો વીડિયો શેર કર્યો
બોલિવૂડ અભિનેત્રી અનુષ્કા શર્મા ટૂંક સમયમાં ક્રિકેટર તરીકે સિલ્વર સ્ક્રીન પર જોવા મળશે. ભારતીય મહિલા ક્રિકેટ ટીમની ફાસ્ટ બોલર ઝૂલન ગોસ્વામીની બાયોપિક ફિલ્મમાં અનુષ્કા શર્મા મુખ્ય ભૂમિકા ભજવી રહી છે. અનુષ્કા શર્માએ ફિલ્મની તૈયારી શરૂ કરી દીધી છે અને ટ્રેનિંગનો વીડિયો ચાહકો સાથે શેર કર્યો છે. વીડિયોમાં અનુષ્કા શર્મા જમીન પર પરસેવો પાડતી જોઈ શકાય છે. વીડિયોમાં અનુષ્કા આકરી ટ્રેનિંગ કરતી જોવા મળી રહી છે.
 

શેર કર્યો ઝૂલણનો વીડિયો 
આ વીડિયોમાં ઝુલન ન્યૂઝીલેન્ડના તોફાની બેટ્સમેન માર્ટિનની વિકેટ લેતી જોવા મળી રહી છે. વિડિયો શેર કરતા અનુષ્કા શર્માએ લખ્યું, "આઈસીસી વર્લ્ડ કપના ઈતિહાસમાં સૌથી વધુ વિકેટ લેવાના રેકોર્ડની બરાબરી કરવા બદલ ઝુલન ગોસ્વામીને અભિનંદન." ઓસ્ટ્રેલિયાની લિન ફુલસ્ટોને ICC મહિલા વર્લ્ડ કપમાં 39 વિકેટ લીધી છે, જેની બરાબરી ઝૂલણે કરી હતી. 
 
ખૂબ પરસેવો પાડ્યો હતો
વીડીયોમાં અનુષ્કા શર્મા ખૂબ પરસેવો પાડી રહી છે. વિડિયો શેર કરતાં અનુષ્કા શર્માએ લખ્યું, 'ગેટ-સ્વેટ-ગો! #ChakdaXpress તૈયારી વધુને વધુ મુશ્કેલ બની રહી છે અને દરરોજ ગણતરી કરવી પડે છે.' આ વીડિયોમાં તમે અનુષ્કા શર્માને બેટિંગ અને બોલિંગ બંનેની પ્રેક્ટિસ કરતી જોઈ શકો છો. ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલીની પત્ની પહેલીવાર ક્રિકેટરની ભૂમિકા ભજવવા જઈ રહી છે.
Advertisement
Tags :
Advertisement

.