Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

રમત ગમત ક્ષેત્રના વિકાસ માટે રોડ મેપ તૈયાર કરાશે : અનુરાગ ઠાકુર

કેવડીયા ખાતે આજથી બે દિવસ માટે દેશની પ્રથમ યુવા બાબતો અને રમતગમતની ‘નેશનલ કોન્ફરન્સ’ શરુ થઇ છે. કેન્દ્રીય રમત ગમત મંત્રી અનુરાગ ઠાકુરે આ કોન્ફરન્સનું ઉદ્ધાટન કર્યું હતું. કોન્ફરન્સમાં દેશના વિવિધ રાજ્યોના ખેલ મંત્રીઓ તથા ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા. આ પ્રસંગે કેન્દ્રીય રમત ગમત મંત્રી અનુરાગ ઠાકુરે કહ્યું કે આવનારા વર્ષોમાં દેશનાં ખેલાડીઓ વૈશ્વિક સ્તરે શાનદાર પ્રદર્શન કરà«
રમત ગમત ક્ષેત્રના વિકાસ માટે રોડ મેપ તૈયાર કરાશે   અનુરાગ ઠાકુર
કેવડીયા ખાતે આજથી બે દિવસ માટે દેશની પ્રથમ યુવા બાબતો અને રમતગમતની ‘નેશનલ કોન્ફરન્સ’ શરુ થઇ છે. કેન્દ્રીય રમત ગમત મંત્રી અનુરાગ ઠાકુરે આ કોન્ફરન્સનું ઉદ્ધાટન કર્યું હતું. કોન્ફરન્સમાં દેશના વિવિધ રાજ્યોના ખેલ મંત્રીઓ તથા ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા. 
આ પ્રસંગે કેન્દ્રીય રમત ગમત મંત્રી અનુરાગ ઠાકુરે કહ્યું કે આવનારા વર્ષોમાં દેશનાં ખેલાડીઓ વૈશ્વિક સ્તરે શાનદાર પ્રદર્શન કરે તે માટેનો રોડમેપ તૈયાર કરવાનો છે. તમામ રાજ્યો ખેલાડીઓને આગળ વધાવવા વધુ શું કરી શકે તે માટે ચર્ચા કરવાની છે. તેમણે કહ્યું કે  સીમિત બજેટમાં પણ રમતગમત વિભાગ અને ખેલાડીઓ શ્રેષ્ઠ પ્રદર્શન કરી રહ્યા છે તે નોંધપાત્ર બાબત છે. 
કોન્ફરન્સમાં તેમણે કહ્યું કે   એક ભારત શ્રેષ્ઠ ભારતની કલ્પના સરદાર પટેલે કરી હતી તેથી કેવડિયામાં આ કોન્ફરન્સ યોજવા પાછળનો એક ઉદ્દેશ છે. જે પણ ખેલાડી દેશ માટે રમે છે તે નાત જાત નથી જોતો અને એક થઇ ખેલ ભાવનાથી રમે છે. 
તેમણે વધુમાં કહ્યું કે આપણી પાસે રમત માટે ઈન્ફ્રાસ્ટ્રક્ચર અન્ય દેશો કરતાં ખૂબ વધારે છે પણ તેનો યોગ્ય અને સફળ ઉપયોગ નથી. રમતગમત ક્ષેત્રે વિકાસ માટે આપણે ચર્ચા કરીએ અને આગામી 10 વર્ષનો રોડમેપ તૈયાર કરીએ તથા આપણાં કોચને પણ યોગ્ય વળતર મળે તે માટે નીતિ બનાવવી પડશે. 
 તેમણે એમ પણ કહ્યું કે પુર્વ ખેલાડીઓને ખેલો ઇન્ડિયા સેન્ટર સાથે જોડી શકીએ. દેશભરમાં 1000થી વધુ ખેલો ઇન્ડિયા સેન્ટર શરૂ થશે ખેલો ઇન્ડિયા યુથ અને ખેલો ઇન્ડિયા યુનિવર્સિટી ગેમની માફક ખેલો ઇન્ડિયા ટ્રાયબલ ગેમ પણ શરૂ કરવાની વિચારણા ચાલી રહી હોવાનું તેમણે જણાવ્યું હતું. 
 પોતાના સંબોધનમાં તેમણે કહ્યું કે રમતગમત ક્ષેત્રે ભારત વિશ્વનો સૌથી આગળપડતો દેશ બને તે આપણો લક્ષ્યાંક છે. 
જુલાઇ ઓગસ્ટમાં તમિલનાડુમાં યોજાનાર ચેસ ઓલ્યમપિયાડ યોજાશે જેનાથી દેશનું ગૌરવ વધશે. 
વિશ્વસ્તરે દેશનું નામ રોશન કરી મેડલ જીતી લાવનાર ખેલાડીને વર્ષ સુધી પોતાનાં કેશ રિવોર્ડ માટે રાહ જોવી પડે છે, તે ત્વરિત મળે તે માટે પ્રયાસ કરાશે તેમ જણાવીને અનુરાગ ઠાકુર કહ્યું કે  અન્ય ફિલ્ડની જેમ ખેલાડીઓ માટે પણ જોબ મેળો થવો જોઇએ. તેમણે એમ પણ કહ્યું કે  સ્કુલ ગેમ્સને લઇને આપણે ગંભીર નથી તે સૌથી મોટો ચિંતાનો વિષય છે. 
Tags :
Advertisement

.