ભારત જોડો યાત્રામાં કોરોના પ્રોટોકોલના ભંગ પર અનુરાગ ઠાકુરે સાધ્યું નિશાન, કોંગ્રેસે આપી આ પ્રતિક્રિયા
દિલ્હીમાં ભારત જોડો યાત્રામાં (Bharat Jodo Yatra) પ્રવેશ્યા બાદ કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે (Anurag Thakur) કોંગ્રેસના (Congress) પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી (Rahul Gandhi) પર નિશાન સાધતા કહ્યું કે, રાહુલ ગાંધી અને કોંગ્રેસના નેતાઓ કોવિડ પ્રોટોકોલનો ભંગ કરી રહ્યા છે. તેમના માટે દેશના હિત અને દેશના લોકોની સુરક્ષાને બદલે એક પરિવારનું હિત અને ભ્રષ્ટાચારીઓને જોડવાનું વધુ મહત્વનું છે.અનુરાગ ઠાકુરના પ્àª
10:22 AM Dec 24, 2022 IST
|
Vipul Pandya
દિલ્હીમાં ભારત જોડો યાત્રામાં (Bharat Jodo Yatra) પ્રવેશ્યા બાદ કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે (Anurag Thakur) કોંગ્રેસના (Congress) પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી (Rahul Gandhi) પર નિશાન સાધતા કહ્યું કે, રાહુલ ગાંધી અને કોંગ્રેસના નેતાઓ કોવિડ પ્રોટોકોલનો ભંગ કરી રહ્યા છે. તેમના માટે દેશના હિત અને દેશના લોકોની સુરક્ષાને બદલે એક પરિવારનું હિત અને ભ્રષ્ટાચારીઓને જોડવાનું વધુ મહત્વનું છે.
અનુરાગ ઠાકુરના પ્રહાર
અનુરાગ ઠાકુરે (Anurag Thakur) પૂછ્યું કે, જો હિમાચલ પ્રદેશના મુખ્ય પ્રધાન કોવિડ પોઝિટિવ હોવાનું જણાયું, તો શું રાહુલ ગાંધીએ પોતાનો ટેસ્ટ કરાવ્યો અને શું તેમની સાથે પ્રવાસ કરી રહેલા અન્ય કોંગ્રેસી નેતાઓએ તેમની તપાસ કરાવી? તેવા સવાલો ઉભા કરાયા હતા.
તેમણે કહ્યું કે, ચીન, કોરિયા અને જાપાનમાં કોરોનાના લાખો કેસ સામે આવી રહ્યા છે, હોસ્પિટલોની બહાર લાંબી લાઈનો છે અને મૃતદેહોના ઢગલા છે. પરંતુ સંકટના આ સમયમાં પણ કોંગ્રેસ પોતાની જવાબદારીથી ભાગી રહી છે. કોઈને ચૂંટણી લડવાની વિરુદ્ધ નથી, પરંતુ દેશના લોકોના જીવને જોખમમાં નાખીને રાજકારણ ન કરવું જોઈએ. કોવિડ પ્રોટોકોલને અનુસરવાનો આ સમય છે અને તેઓ અપેક્ષા રાખે છે કે રાહુલ ગાંધી તેનું પાલન કરે.
કોંગ્રેસની પ્રતિક્રિયા
કોંગ્રેસ નેતા પી. ચિદમ્બરમે (P. Chidambaram) કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરના નિવેદન પર વળતોપ્રહાર કર્યો છે. તેમણે કહ્યું છે કે, અનુરાગ ઠાકુર કંઈક એવું કહે તો મને આશ્ચર્ય થશે નહીં જે તેણે થોડા સમય પહેલા કહ્યું હતું - 'ગોળી મારો...'. અમારી યાત્રાને મળેલા જબરદસ્ત પ્રતિસાદ અને લોકો જે રીતે ભેગા થઈ રહ્યા છે તે જુઓ... તેઓ મોટા મંત્રી છે, અમે નાના લોકો છીએ.
ભારત જોડો યાત્રા દિલ્હીમાં પ્રવેશી
કોંગ્રેસની ભારત જોડો યાત્રા હાલ દિલ્હીમાં (Delhi) છે. શનિવારે ભારત જોડો યાત્રા માટે દિલ્હીમાં પ્રવેશ કરતાની સાથે જ રાજકારણમાં ઠંડીની ઋતુમા ગરમાવો આવ્યો છે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Next Article