Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

'વડાપ્રધાનનું નિવેદન ચાર વર્ષ પહેલા આવ્યું હોત તો બોલિવુડને ચોક્કસ ફાયદો થયો હોત'

શાહરૂખ ખાનની ફિલ્મ 'પઠાણ'ના વિવાદ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ( Narendra Modi)એ પોતાની પાર્ટીના નેતાઓને ફિલ્મો પર બિનજરૂરી નિવેદનો ના કરવાની સલાહ આપી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે ફિલ્મ 'પઠાણ'ની રિલીઝ નજીક આવી રહી છે. નિર્દેશક અનુરાગ કશ્યપ (Anurag Kashyap)ની નવી ફિલ્મ 'અલમોસ્ટ પ્યાર વિથ ડીજે મોહબ્બત'ના ટ્રેલરનું ગુરુવારે મુંબઈમાં લોન્ચ કરવામાં આવ્યું હતું, જà«
 વડાપ્રધાનનું નિવેદન ચાર વર્ષ પહેલા આવ્યું હોત તો બોલિવુડને ચોક્કસ ફાયદો થયો હોત
શાહરૂખ ખાનની ફિલ્મ 'પઠાણ'ના વિવાદ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ( Narendra Modi)એ પોતાની પાર્ટીના નેતાઓને ફિલ્મો પર બિનજરૂરી નિવેદનો ના કરવાની સલાહ આપી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે ફિલ્મ 'પઠાણ'ની રિલીઝ નજીક આવી રહી છે. નિર્દેશક અનુરાગ કશ્યપ (Anurag Kashyap)ની નવી ફિલ્મ 'અલમોસ્ટ પ્યાર વિથ ડીજે મોહબ્બત'ના ટ્રેલરનું ગુરુવારે મુંબઈમાં લોન્ચ કરવામાં આવ્યું હતું, જ્યારે વડા પ્રધાન નરેન્દ્ર મોદી શહેર માટે રૂ. 38,000 કરોડના વિકાસ પ્રોજેક્ટ સાથે મુંબઈ મેટ્રોનું ઉદ્ઘાટન કરી રહ્યા હતા અને  લોકાર્પણ થઈ રહ્યું હતું. સિનેમા પરના રાજકારણની વચ્ચે રાજકારણ પર પણ સિનેમા ચાલતું હતું. અનુરાગે  વડાપ્રધાનના આ નિવેદનને ચાર વર્ષ પછી આવેલું નિવેદન ગણાવ્યું અને કહ્યું કે હવે તેનો કોઈ ફાયદો થવાનો નથી.
મને નથી લાગતું કે હવે તેનો કોઈ ફાયદો થશે.
અનુરાગ કશ્યપને પૂછવામાં આવ્યું હતું કે શું વડાપ્રધાનના નિવેદન બાદ બૉયકોટ બૉલીવુડના ટ્રેન્ડની અસર ઓછી થશે અને લોકો વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વાતને ગંભીરતાથી લેશે. અનુરાગ કશ્યપે કહ્યું, 'જો આ વાત ચાર વર્ષ પહેલા કહી દેવામાં આવી હોત તો ચોક્કસ ફાયદો થાત, હવે વસ્તુઓ હાથમાંથી નીકળી ગઈ છે, મને નથી લાગતું કે હવે તેનો કોઈ ફાયદો થશે.'
આજની જનરેશન ઘણી એડવાન્સ છે.
અનુરાગ કશ્યપ  કહે છે, 'હું આવી પ્રેમ કથાઓમાં વિશ્વાસ નથી કરતો કે છોકરો અને છોકરી પ્રેમમાં હોય અને તેમના પ્રેમની વચ્ચે કોઈ વિલન આવે કે ન આવે. હું સંબંધોની શોધ કરું છું, પછી તે 'દેવ ડી' દ્વારા હોય કે 'મનમર્ઝિયાં' દ્વારા. આજે આપણે એવી પેઢીમાં છીએ જ્યાં આપણે આપણી જાતને શોધી શકતા નથી. આજના સમયમાં આપણને એવું લાગે છે કે આપણે બધું જાણીએ છીએ અને આપણે આપણાં બાળકોને કાબૂમાં રાખી શકીએ છીએ પણ એવું નથી, આજની જનરેશન ઘણી એડવાન્સ છે.
ફિલ્મનું ચાલવું કે ન ચાલવું એ અલગ કારણ હોઈ શકે
અનુરાગ કશ્યપે  દરેક શૈલીની ફિલ્મો બનાવી છે. પછી તે 'બ્લેક ફ્રાઈડે' હોય, 'ગેંગ્સ ઓફ વાસેપુર' હોય કે પછી 'ગુલાલ' જેવી ફિલ્મો. અનુરાગ કશ્યપ કહે છે, 'મેં બોલિવૂડના બાકીના નિર્માતા નિર્દેશકોની જેમ સુરક્ષિત વર્તુળમાં રહીને ક્યારેય કોઈ ફિલ્મ કરી નથી. જેમ અહીંના ફિલ્મમેકર્સ સામાન્ય રીતે કરે છે, જો કોઈ વિષય હિટ થઈ જાય તો તે જ વિષય પર ફિલ્મો બનાવે છે. જ્યારે હું બધું છોડીને મુંબઈ આવ્યો ત્યારે મારા મનમાં એક જ પ્રશ્ન હતો કે હું અહીં કેમ આવ્યો છું? મેં મારી જાતને ક્યારેય સલામત ઝોનમાં મૂકી નથી. જો હું આજે 'ગેંગ્સ ઓફ વાસેપુર 3'ની જાહેરાત કરીશ, તો ઘણા લોકોને તેમાં રોકાણ કરવા માટે તૈયાર થઈ જશે, પરંતુ હું હવે તે ફિલ્મ કરવા માંગતો નથી. હું જે પણ કરું છું, હું મારા હૃદયથી વધુ સારું કરવાનો પ્રયાસ કરું છું. ફિલ્મનું ચાલવું કે ન ચાલવું એ અલગ કારણ હોઈ શકે છે, પરંતુ મેં મારા કામ સાથે ક્યારેય બાંધછોડ કરી નથી.

અલમોસ્ટ પ્યાર વિથ ડીજે મોહબ્બત' ત્રીજી ફિલ્મ
'જવાની જાનેમન' અને 'ફ્રેડી' પછી, પૂજા બેદી ની પુત્રી આલિયા એફ ની 'અલમોસ્ટ પ્યાર વિથ ડીજે મોહબ્બત' ત્રીજી ફિલ્મ હશે જે 3 ફેબ્રુઆરી 2023ના રોજ રિલીઝ થઈ રહી છે. અલાયા એફ એ કહ્યું, 'પહેલા મેં વર્ષ 2017માં 'અલમોસ્ટ પ્યાર વિથ ડીજે મોહબ્બત' સાઈન કર્યું હતું. જ્યારે હું અનુરાગ સરને મળવા ગઈ ત્યારે મેં સાત મિનિટની રીલ બનાવીને લીધી હતી, જે જોઈને અનુરાગ સરે મને આ ફિલ્મ માટે ફાઈનલ કરી હતી. અનુરાગ કશ્યપે કહ્યું, 'મને ફિલ્મ બનાવવાની કોઈ ઉતાવળ નહોતી. મેં વર્ષ 2016માં જ ફિલ્મના લીડ એક્ટર કરણ મહેતા ને ફાઈનલ કર્યા હતા અને ફિમેલ લીડની શોધ વર્ષ 2017માં પૂરી થઈ હતી. હું માનું છું કે કામ શરૂ કરવાથી કાફલો પોતાની મેળે જ બનતો જશે.

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ
Advertisement
Tags :
Advertisement

.