Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

હેરસ્ટાઈલ જોઈને અનુપમ ખેર આશ્ચર્યચકિત,પૂછ્યું કે આ ભાઇ કેવી રીતે ઉંધતા હશે?

અનુપમ ખેરે સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો છે જેમાં તેમની સાથે એક વ્યક્તિ જોવા મળી રહ્યો છે, તેની હેરસ્ટાઈલ અજીબોગરીબ છે. તે ખરેખર અસલી છે કે બનાવટી તે જાણવાનો અનુપમ ખેરે પ્રયત્ન પણ કર્યો. સોશિયલ મીડિયા પર તે ઘણું વાયરલ થઇ રહ્યો છે. વીડિયો જોઇને કોઇને પણ હસવું આવશેબોલિવૂડના ખ્યાતનામ કલાકારોમાંના એક અનુપમ ખેર સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. તેઓ દરેક મુદ્દે વાત કરતાં હોય
10:02 AM May 23, 2022 IST | Vipul Pandya
અનુપમ ખેરે સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો છે જેમાં તેમની સાથે એક વ્યક્તિ જોવા મળી રહ્યો છે, તેની હેરસ્ટાઈલ અજીબોગરીબ છે. તે ખરેખર અસલી છે કે બનાવટી તે જાણવાનો અનુપમ ખેરે પ્રયત્ન પણ કર્યો. સોશિયલ મીડિયા પર તે ઘણું વાયરલ થઇ રહ્યો છે.
 
વીડિયો જોઇને કોઇને પણ હસવું આવશે
બોલિવૂડના ખ્યાતનામ કલાકારોમાંના એક અનુપમ ખેર સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. તેઓ દરેક મુદ્દે વાત કરતાં હોય છે ભલે પછી તે ફિલ્મ, રાજકારણ કે સમાજ સાથે જોડાયેલો કેમ ન હોય, અનુપમ ખેર દરેક મુદ્દાના ઊંડાણમાં જઈને તેના વિશે વાત કરવાનું પસંદ કરે છે. જો કે અનુપમ ખેર તાજેતરમાં પોતાની ફિલ્મ ધ કાશ્મીર ફાઇલ્સને કારણે સોશિયલ મીડિયામાં ભારે ચર્ચામાં રહ્યા છે, પરંતુ હાલમાં અનુપમ ખેરનો વધુ એક વીડિયો સોશિયલ મીડિયા પર લોકોને હસવા માટે મજબૂર કરી રહ્યો છે. આ વીડિયોમાં અનુપમ ખેરને એક એવી વ્યક્તિ મળી છે જેની હેરસ્ટાઈલ ઘણી અજાબોગરીબ છે. 


હેરસ્ટાઈલ જોઈને તમે પણ ચોંકી જશો
આપણે બધા અનુપમ ખેરની હેરસ્ટાઈલથી તો વાકેફ જ છીએ, પરંતુ આ એક વીડિયોમાં તેમની સાથે ઉભેલી વ્યક્તિની હેરસ્ટાઈલ જોઈને તમે ચોક્કસપણે તમારી નજર હટાવી શકશો નહીં અનુપમ ખેરે સોશિયલ મીડિયા પર ખૂબ જ ફની વીડિયો શેર કર્યો છે. વીડિયોમાં અનુપમ ખેર સાથે એક વ્યક્તિ જોવા મળી રહ્યાં છે, જેની હેરસ્ટાઈલ જોઈને તમે પણ ચોંકી જશો. આ વીડિયો લોસ એન્જલસના એક શોપિંગ મોલનો છે, જ્યાં અનુપમ ખેર તે વ્યક્તિને મળે છે. તેનું નામ સઈદ છે અને તેના જાડા લાંબા વાળની વિચિત્ર હેરસ્ટાઇલ જોઈને અનુપમ ખેર પોતે પણ આશ્ચર્યચકિત થઈ ગયા હતા. વીડિયોની શરૂઆતમાં અનુપમ ખેર કહી રહ્યા છે કે, 'સઈદની હેરસ્ટાઈલ એવી છે કે જેના વિશે હું માત્ર સપના જ વિચારી શકું છું'. આ પછી સઈદે કહ્યું કે તેણે આ હેરસ્ટાઈલ માટે 12 વર્ષ સુધી અથાગ મહેનત કરી છે અને તેને દરરોજ મેન્ટેન કરવામાં 45 મિનિટ લાગે છે. અંતે, અનુપમ ખેર કહે છે કે 'હું ક્યારેય તમારા જેવી વ્યક્તિને મળ્યો નથી અને મને આશા છે કે કોઈ દિવસ મારા વાળ પણ તમારા જેવા હોય'.
 
ખરેખર કંઈ પણ થઈ શકે છે
અનુપમ ખેર માટે ચાહકોનો અતૂટ પ્રેમ આપણને કહે છે કે એકલા વાળ રાખવાએ જ સુંદરતાની નિશાની નથી. જો કે અનુપમ ખેરે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરેલો આ વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વીડિયો શેર કરતા અનુપમ ખેરે કેપ્શનમાં લખ્યું છે કે, 'હું સઈદને એલએમાં સુપરમાર્કેટમાં મળ્યો હતો, મને તેની અનોખી હેરસ્ટાઈલ વિશે વાત કરવાનો મોકો મળ્યો. શરૂઆતમાં મને લાગ્યું કે તે વિગ છે પરંતુ પછી ખબર પડી કે તે તેના અસલી વાળ છે. અદ્ભુત મિત્રો, આ ભાઈ કેવી રાત્રે રીતે ઉંધતા  હશે. ખરેખર કંઈ પણ થઈ શકે છે. અંતમાં અનુપમ ખેરે પોતાને બાલ્ડ અને આ વ્યક્તિને સુંદર ગણાવી. 
Tags :
AnupamKherdiffrenthairstyalGujaratFirstviralVidio
Next Article