Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

સત્યેન્દ્ર જૈનનો જેલમાં મસાજ કરાવ્યા બાદ વધુ એક Video વાયરલ

છેલ્લા ઘણા દિવસોથી દિલ્હી સરકારના મંત્રી અને આમ આદમી પાર્ટીના નેતા સત્યેન્દ્ર જૈન સમાચારમાં છે. પહેલા મેસેજ કરાવતો વિડીયો વાયરલ થયો અને હવે વધુ એક વિડીયો વાયરલ થયો છે. વિડીયોમાં તે જમતા જોવા મળી રહ્યા છે અને અન્ય કોઈ તેમને ભોજન પીરસી રહ્યું છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ વિડીયોમાં સત્યેન્દ્ર જૈન હોટલનું ફૂડ ખાતા જોવા મળી રહ્યા છે.જેલમાં હોટલનું ફૂડ ખાતા જોવા મળ્યા સત્યેન્દà«
11:09 AM Nov 23, 2022 IST | Vipul Pandya
છેલ્લા ઘણા દિવસોથી દિલ્હી સરકારના મંત્રી અને આમ આદમી પાર્ટીના નેતા સત્યેન્દ્ર જૈન સમાચારમાં છે. પહેલા મેસેજ કરાવતો વિડીયો વાયરલ થયો અને હવે વધુ એક વિડીયો વાયરલ થયો છે. વિડીયોમાં તે જમતા જોવા મળી રહ્યા છે અને અન્ય કોઈ તેમને ભોજન પીરસી રહ્યું છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ વિડીયોમાં સત્યેન્દ્ર જૈન હોટલનું ફૂડ ખાતા જોવા મળી રહ્યા છે.
જેલમાં હોટલનું ફૂડ ખાતા જોવા મળ્યા સત્યેન્દ્ર જૈન
દિલ્હીની તિહાર જેલમાં બંધ AAP નેતા સત્યેન્દ્ર જૈનનો વધુ એક નવો વિડીયો સામે આવ્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે આ વિડીયો 13 સપ્ટેમ્બરનો છે. જણાવી દઈએ કે તિહાર જેલમાંથી સામે આવેલા વિડીયોમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન ભોજન લેતા જોવા મળી રહ્યા છે, જ્યારે સત્યેન્દ્ર જૈન તરફથી રાઉઝ એવન્યુ કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી હતી કે તેમણે છેલ્લા 6 મહિનાઓથી એક દાણો પણ ખાધો નથી. નવા વિડીયો સામે આવ્યા બાદ બુધવારે ભાજપે આ પ્રશ્ન ઉઠાવ્યો હતો. વિડીયોમાં દિલ્હીના મંત્રીને તે જ સેલમાં જોઈ શકાય છે જ્યાં તેઓ પહેલા મસાજ કરાવતા જોવા મળ્યા હતા. એક વ્યક્તિ બહારથી આવે છે અને તેમને ભોજન પીરસે છે અને તેમની પાસે ડસ્ટબિન પણ રાખે છે. પલંગ પર કેટલાક disposable boxes જોઈ શકાય છે.

ભાજપના પ્રવક્તાએ કર્યો કટાક્ષ
સમાચાર એજન્સી ANIએ તિહાર જેલના એક સૂત્રને ટાંકીને દાવો કર્યો છે કે, મંત્રીનું વજન જેલમાં 8 કિલો વધી ગયું છે, જ્યારે જૈનના વકીલે અગાઉ દાવો કર્યો હતો કે સત્યેન્દ્ર જૈનનું વજન 28 કિલો ઘટ્યું છે. સત્યેન્દ્ર જૈનનો વિડીયો શેર કરતાં ભાજપના પ્રવક્તા શહજાદ પૂનાવાલાએ કહ્યું કે, 'દુષ્કર્મી' પાસેથી 'મસાજ' કરાવી લીધા પછી, અન્ય એક વિડીયોમાં સત્યેન્દ્ર જૈનને હવે બહારનું ભોજન પીરસતા બતાવવામાં આવ્યું છે. મંત્રીને જાણે કોઈ રિસોર્ટ કે રેસ્ટોરન્ટમાં હોય તેમ બહારનું ભોજન પીરસવામાં આવે છે. મંત્રીની સામેના પલંગ પર વિવિધ વાનગીઓ દેખાય છે.
સત્યેન્દ્ર જૈનના વકીલે કોર્ટમાં શું કહ્યું?
જેલમાં બંધ દિલ્હીના મંત્રી સત્યેન્દ્ર જૈને મંગળવારે રાઉઝ એવન્યુ કોર્ટમાં અરજી દાખલ કરી, તિહાર સત્તાવાળાઓને વિનંતી કરી કે તેઓને તેમની ધાર્મિક માન્યતાઓ અનુસાર ખાદ્યપદાર્થો આપવાનો આદેશ આપે. બીજી તરફ સ્પેશિયલ જજ વિકાસ ઢલ સમક્ષ સત્યેન્દ્ર જૈનની અરજી પર સુનાવણી થવાની સંભાવના છે. અરજીમાં કહેવામાં આવ્યું છે કે, તિહાર જેલના અધિકારીઓને તાત્કાલિક મંત્રીની મેડિકલ તપાસ કરાવવાનો નિર્દેશ આપવા વિનંતી કરવામાં આવી છે. કોર્ટમાં જૈનના વકીલે કહ્યું કે જેલની અંદર જૈનને મૂળભૂત ભોજન અને તબીબી સુવિધાઓ પૂરી પાડવામાં આવી રહી નથી. તેમણે કહ્યું કે કસાબ પર પણ ન્યાયી સુનાવણી મળી રહી હતી. હું તેના કરતા ખરાબ નથી.
નોંધપાત્ર વાત એ છે કે, ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ, વર્ષ 2017 માં, AAPની સરકારમાં મંત્રી સત્યેન્દ્ર જૈન વિરુદ્ધ દાખલ કરવામાં આવેલી સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI) FIRના આધારે મની લોન્ડરિંગ કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. બીજી તરફ, 17 નવેમ્બરે, કોર્ટે આ કેસમાં મંત્રી જૈન અને અન્ય બેને જામીન આપવાનો ઇનકાર કર્યો હતો.
આ પણ વાંચો - વડાપ્રધાન મોદીને જાનથી મારી નાખવાની મળી ધમકી, મુંબઈ પોલીસને મળ્યો ધમકીભર્યો સંદેશ

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
FoodGujaratFirstJailMassageinJailSatyendraJainViralVideo
Next Article