જમ્મુ કાશ્મીરમાં ફરી આતંકી હુમલો, એક નાગરિકનું મોત, ત્રણ ઈજાગ્રસ્ત
જમ્મુ-કાશ્મીરના બારામુલ્લામાં મંગળવારે આતંકવાદીઓએ જિલ્લામાં
દારૂની દુકાન પર ગ્રેનેડથી હુમલો કર્યો હતો. આતંકવાદીઓના આ હુમલામાં એક વ્યક્તિનું
મોત થયું હતું અને ત્રણ લોકો ઘાયલ થયા હોવાનું કહેવાય છે. બારામુલ્લામાં જે
વિસ્તારમાં આતંકવાદીઓએ દુકાન પર ગ્રેનેડથી હુમલો કર્યો તે વિસ્તાર ખૂબ જ સુરક્ષિત
વિસ્તાર માનવામાં આવે છે. અધિકારીઓએ જણાવ્યું કે આતંકવાદીઓએ કોર્ટ રોડ પર સ્થિત દારૂની દુકાન પર રાત્રે લગભગ 8:30 વાગ્યે ગ્રેનેડ ફેંક્યો જેમાં ત્રણ લોકો ઘાયલ થયા.
મળતી માહિતી અનુસાર ઘટના જિલ્લાના દિવાન બાગ વિસ્તારની છે. ઘટના બાદ તરત જ પોલીસે હાઈ
સિક્યોરિટી ઝોન વિસ્તારને કોર્ડન કરી લીધો હતો. બારામુલ્લાના ડીઆઈજી, એસએસપી અને સેનાના ટોચના અધિકારીઓની ઓફિસ પણ તે વિસ્તારની આસપાસ છે
જ્યાં આતંકવાદીઓએ દારૂની દુકાન પર ગ્રેનેડથી હુમલો કર્યો હતો. ઘટના અંગે વધુ વિગતો
બહાર આવવાની બાકી છે. ગયા રવિવારે જમ્મુ-કાશ્મીરના
શ્રીનગરના અમીરાકદલ માર્કેટમાં આતંકવાદીઓએ સુરક્ષા દળોને નિશાન બનાવીને ગ્રેનેડથી
હુમલો કર્યો હતો. આ ઘટનામાં લગભગ બે ડઝન લોકો ઘાયલ થયા છે. ઘાયલોમાં એક પોલીસકર્મી
પણ સામેલ છે.