ગુજરાત પોલીસની વધુ એક ગૌરવ સિદ્ધિ, i3C ને નેશનલ ઇ-ગર્વનન્સ ગોલ્ડ એવોર્ડ પ્રાપ્ત થયો
મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલને(Bhupendra Patel)કેબિનેટ બેઠકમાં ગૃહ રાજ્યમંત્રીશ્રી હર્ષ સંઘવી(Harsh Sanghvi) એ એવોર્ડ અર્પણ કર્યો. ગુજરાત પોલીસ (Gujarat Police) દળના VISWAS પ્રોજેકટ અંતર્ગત કાર્યરત કરાયેલા ત્રિનેત્ર-ઇન્ટીગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર (i3C) ને ભારત સરકારના નેશનલ ઇ-ગર્વનન્સ ગોલ્ડ એવોર્ડનું ગૌરવ સન્માન મળ્યું છે જમ્મુ ખાતે યોજાયેલી રપમી નેશનલ કોન્ફરન્સ ઓન ઇ-ગર્વનન્સમાં ગુજરાત પોલીસ દà
Advertisement
મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલને(Bhupendra Patel)કેબિનેટ બેઠકમાં ગૃહ રાજ્યમંત્રીશ્રી હર્ષ સંઘવી(Harsh Sanghvi) એ એવોર્ડ અર્પણ કર્યો. ગુજરાત પોલીસ (Gujarat Police) દળના VISWAS પ્રોજેકટ અંતર્ગત કાર્યરત કરાયેલા ત્રિનેત્ર-ઇન્ટીગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર (i3C) ને ભારત સરકારના નેશનલ ઇ-ગર્વનન્સ ગોલ્ડ એવોર્ડનું ગૌરવ સન્માન મળ્યું છે જમ્મુ ખાતે યોજાયેલી રપમી નેશનલ કોન્ફરન્સ ઓન ઇ-ગર્વનન્સમાં ગુજરાત પોલીસ દળને નેશનલ એવોર્ડ ફોર ઇ-ગર્વનન્સ સ્કીમ ર૦ર૧-રર અન્વયે એકસલન્સ ઇન એડોપ્ટીંગ ઇમર્જીંગ ટેક્નોલોજીસ કેટેગરીમાં આ એવોર્ડથી પુરસ્કૃત કરવામાં આવ્યા.
નેત્રમ’ ને ગાંધીનગર સ્થિત ત્રિનેત્ર સાથે ઇન્ટિગ્રટ કરવામાં આવ્યા
ત્યારે મુખ્યમંત્રીએ ગુજરાત પોલીસની ગૌરવગાથામાં આ વધુ એક સિદ્ધિ મેળવવા માટે પોલીસતંત્રની કર્તવ્યનિષ્ઠાને અભિનંદન પાઠવ્યા. VISWAS Project અંતર્ગત ૩૪-જિલ્લાના મુખ્ય મથકો, 6 -પવિત્ર યાત્રાધામો અને સ્ટેચ્યુ ઓફ યુનિટી, કેવડિયા મળી કુલ ૪૧-શહેરોમાં ટ્રાફિક જંકશન, એન્ટ્રી-એક્ઝિટ પોઇન્ટ અને અન્ય સ્ટ્રેટેજિક સ્થળોએ 7000 + CCTV કેમેરા લગાવી, સંબંધિત જિલ્લાના “નેત્રમ” (District Level Command & Control Centre) સાથે (point to point connectivity)થી જોડવામાં આવ્યા છે અને તમામ જિલ્લાઓના ‘નેત્રમ’ને ગાંધીનગર સ્થિત Trinetra સાથે integrate કરવામાં આવેલ છે. ઉપરાંત 684 -પોલીસ સ્ટેશનો ખાતે સ્થાપિત કરેલ 10,000 -બોડી વોર્ન કેમેરા અને ૧૫-ડ્રોન બેઇઝ્ડ કેમેરા સિસ્ટમને પણ ત્રિનેત્ર સાથે ઇન્ટીગ્રેટ કરવામાં આવેલા છે. એટલું જ નહિ, ત્રિનેત્ર ખાતે સી.સી.ટીવી કેમેરા, બોડી વોર્ન કેમેરા તથા ડ્રોન કેમેરાની લાઇવ વિડીયો ફીડ જોઇ શકાય છે.
અગાઉ પણ મળ્યો હતો એવોર્ડ
ત્રિનેત્ર અને ૩૪ નેત્રમ ખાતે ર૬૬ સિનિયર અને જુનિયર ઇજનેરો તથા તાલીમ મેળવેલા પોલીસ અધિકારીઓને તૈનાત કરી તેમને વિવિધ કામગીરી માટે SOP આપવામાં આવેલી છે. ત્રિનેત્રને આ અગાઉ 2022 માં પોલીસ એન્ડ સેફ્ટી કેટેગરીમાં સ્કોચ ગોલ્ડ એવોર્ડ,2021 માં પ્રોજેક્ટ ઓફ ધ ઇયર કેટેગરીમાં પ્રોજેક્ટ મેનેજમેન્ટ ઇન્સ્ટીટયુટ યુ.એસ.એ નો રનર અપ એવોર્ડ તેમજ 2021 માં જ સેઇફ સિટી કેટેગરીનો સ્માર્ટ સિટીઝ ઇન્ડીયા એવોર્ડ પ્રાપ્ત થયેલો છે.આ ઉપરાંત 2020 માં ડિઝીટલ ટ્રાન્સફોર્મેશન એવોર્ડ કેટેગરીમાં ગર્વનન્સ નાઉ ઇન્ડીયા પોલીસ એવોર્ડ અને 2019 માં સ્કોચ ગોલ્ડ એવોર્ડ પણ ગુજરાત પોલીસને ત્રિનેત્ર માટે મળેલા છે
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.