Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

મમતા બેનર્જીના વિમાન સામે આવ્યું બીજું વિમાન, પાયલોટની બુદ્ધિમતાના કારણે ટળી મોટી દુર્ઘટના

સોમવારે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ તેમની સાથે ઘટેલી એક ઘટના અંગે જણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે, તેમના ખાનગી વિમાનમાં 'મુશ્કેલી' આવી હતી. બે દિવસ પહેલા તેમના વિમાનની બિલકુલ સામે બીજું વિમાન આવ્યું હતું અને પાયલોટની સમય સૂચકતાના કારણે મોટી દુર્ઘટના ટળી હતી. પશ્ચિમ બંગાળ સરકારે શનિવારે બેનર્જીના વિમાનમાં ઉડાન દરમિયાન સમસ્યા સર્જાયા બાદ નાગરિક ઉડ્ડયન નિર્દે
મમતા બેનર્જીના વિમાન સામે આવ્યું બીજું વિમાન  પાયલોટની બુદ્ધિમતાના કારણે ટળી મોટી દુર્ઘટના
સોમવારે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ તેમની સાથે ઘટેલી એક ઘટના અંગે જણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે, તેમના ખાનગી વિમાનમાં "મુશ્કેલી" આવી હતી. બે દિવસ પહેલા તેમના વિમાનની બિલકુલ સામે બીજું વિમાન આવ્યું હતું અને પાયલોટની સમય સૂચકતાના કારણે મોટી દુર્ઘટના ટળી હતી. 
પશ્ચિમ બંગાળ સરકારે શનિવારે બેનર્જીના વિમાનમાં ઉડાન દરમિયાન સમસ્યા સર્જાયા બાદ નાગરિક ઉડ્ડયન નિર્દેશાલય (DGCA) પાસેથી રિપોર્ટ મંગાવ્યો હતો. આ ઘટનામાં બેનર્જીને પીઠ અને છાતીમાં ઈજાઓ થઈ હતી. રાજ્ય સરકારે DGCA પાસેથી એ પણ જાણવાની માંગ કરી હતી કે, શું બેનર્જીના ખાનગી પ્લેન માટેના માર્ગને પરવાનગી આપવામાં આવી હતી કે નહીં. આ ઘટના ત્રણ દિવસ પહેલા બની હતી જ્યારે TMC સુપ્રીમો ઉત્તર પ્રદેશમાં સમાજવાદી પાર્ટી માટે પ્રચાર કરીને રાજ્ય પરત ફરી રહ્યા હતા.
Advertisement

તેમણે એસેમ્બલીમાં પત્રકારોને કહ્યું કે, "અચાનક મારા પ્લેનની સામે બીજું પ્લેન આવ્યું. જો 10 સેકન્ડ સુધી સ્થિતિ એવી જ રહી હોત તો બંને વિમાનો અથડાયા હોત. પાયલોટની બુદ્ધિમતાના કારણે હું બચી છું. વિમાન છ હજાર ફૂટ નીચે આવી ગયું હતું. મને મારી પીઠ અને છાતીમાં ઈજા થઈ છે. હું હજુ પણ પીડા અનુભવી રહી છું." બેનર્જીએ એવો પણ દાવો કર્યો હતો કે તેમનું વિમાન કોઈ એર પોકેટમાં ઉતર્યું નથી.
પાયલોટે વિમાનને નેતાજી સુભાષ ચંદ્ર બોઝ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર સુરક્ષિત રીતે લેન્ડ કરાવવામાં સફળતા મેળવી હતી. મુખ્યમંત્રી દસોલ્ટ ફાલ્કન 2000 પર સવાર હતા, જે બે ફ્લાઇટ એટેન્ડન્ટ્સ સહિત વધુમાં વધુ 19 લોકોને લઈ જવાની ક્ષમતા ધરાવતું 10.3-ટન વજનનું લાઇટ એરક્રાફ્ટ હતું.
Tags :
Advertisement

.