Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ઉત્તરાખંડમાં આજે બીજી મોટી દુર્ઘટના, જાનૈયાઓ ભરેલી બસ ખીણમાં ખાબકી

ઉત્તરાખંડ(Uttarakhand)ના પૌરીમાં મંગળવારે એક મોટો માર્ગ અકસ્માત(Road Accident)થયો હતો . જણાવવામાં આવી રહ્યું છે કે હરિદ્વાર (Haridwar) હેઠળ લાલધાંગથી કારા તલ્લા જઈ રહેલી સરઘસથી ભરેલી બસ સિમડી ગામ પાસે બેકાબૂ થઈને ખાડામાં પડી ગઈ હતી. આ અકસ્માત બિરોનખાલના સીએમડી બેન્ડ પાસે થયો હતો. બસમાં 40થી વધુ લોકો  બસમાં  સવાર  હતા . અકસ્માતમાં 6 લગ્નના સરઘસના મૃતદેહ ખાડામાંથી બહાર કાઢવામાં આવ્યા છે. ઘટનાની જાણ થતાં સ્
ઉત્તરાખંડમાં આજે બીજી મોટી દુર્ઘટના  જાનૈયાઓ ભરેલી બસ ખીણમાં ખાબકી
ઉત્તરાખંડ(Uttarakhand)ના પૌરીમાં મંગળવારે એક મોટો માર્ગ અકસ્માત(Road Accident)થયો હતો . જણાવવામાં આવી રહ્યું છે કે હરિદ્વાર (Haridwar) હેઠળ લાલધાંગથી કારા તલ્લા જઈ રહેલી સરઘસથી ભરેલી બસ સિમડી ગામ પાસે બેકાબૂ થઈને ખાડામાં પડી ગઈ હતી. આ અકસ્માત બિરોનખાલના સીએમડી બેન્ડ પાસે થયો હતો. બસમાં 40થી વધુ લોકો  બસમાં  સવાર  હતા . અકસ્માતમાં 6 લગ્નના સરઘસના મૃતદેહ ખાડામાંથી બહાર કાઢવામાં આવ્યા છે. ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસથી લઈને ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા છે.
50 જાનૈયાઓ ભરેલી બસ ઊંધી પડી 
પૌડીના લાલધંગથી કારા તલ્લા જઈ રહેલી બારાતીઓથી ભરેલી બસ બેકાબૂ બની બિરોખલ નજીક ખીણમાં ખાબકી હતી. બસ એક લગ્ન પ્રસંગ પતાવીને આવી રહી હતી અને તેમાં 50 જાનૈયાઓ સવાર હતા.  ઘટના બાદ પોલીસના કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. ગામલોકોએ પણ સ્થળ પર જ મૃતદેહોની શોધખોળ માટે વહીવટી તંત્ર સાથે મળીને પણ કામ શરુ કર્યું હતું. અંધારાને કારણે બચાવ કામગીરીમાં વહીવટી તંત્રને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
Advertisement



સ્ટેટ મેનેજમેન્ટ ડિઝાસ્ટર સેન્ટર પહોંચ્યાં સીએમ ધામી 
ઘટનાની જાણકારી મળતા રાજ્યના મુખ્યમંત્રી ધામી સ્ટેટ મેનેજમેન્ટ ડિઝાસ્ટર સેન્ટર પહોંચ્યાં હતા અને ત્યાંથી રેસ્ક્યૂ ઓપરેશન પર નજર રાખી હતી.

Advertisement

Advertisement

ઉત્તરકાશીમાં બરફનું તોફાન, 10 ટ્રેકર્સના મોત 
ઉત્તરાખંડના દ્રૌપદીના દંડા-2 પર્વત ભારે બરફવર્ષના થતા ઓછામાં ઓછા 10 ટ્રેકર્સના મોત થયા હતા. દ્રૌપદીના દંડા-2 પર હિમસ્ખલનમાં ફસાયેલા પર્વતારોહીને બચાવી લેવા માટે પ્રશાસન દ્વારા તાબડતોબ રેસ્ક્યૂ ઓપરેશન શરુ કરવામાં આવ્યું હતું જેમાં અત્યાર સુધી 8 લોકોને બચાવી લેવામાં આવ્યાં છે. કારણ કે હાલમાં સેનાનું રેસ્ક્યૂ અભિયાન ચાલી રહયું છે. સેનાએ આઈટીબીપી સાથે મળીને ફસાયેલા પર્વતારાહીનું રેસ્ક્યૂ ઓપરેશન શરુ કરવામાં આવ્યું છે. ઈન્ડીયન એરફોર્સ બરફમાં ફસાયેલા પર્વતારોહીને બચાવી લેવા માટે ચીતા હેલિકોપ્ટરને કામે લગાડ્યાં છે.

Tags :
Advertisement

.