Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

દિલ્હીમાં શ્રદ્ધા હત્યા કેસ જેવી વધુ એક ઘટના, પુત્રએ માતા સાથે મળી પિતાની કરી હત્યા અને પછી...

દિલ્હીમાં શ્રદ્ધા હત્યા કેસ જેવી વધુ એક ઘટનાપાંડવનગરમાં મૃતદેહના ટુકડા મળવા મુદ્દે ખુલાસોહત્યા બાદ ફ્રિજમાં રાખ્યા હતા મૃતદેહના ટુકડાપુત્રએ માતા સાથે મળી પિતાની હત્યા કરીદિલ્હી પોલીસે બંને આરોપીઓની કરી ધરપકડદિલ્હીમાં શ્રદ્ધા હત્યા કેસ જેવો વધુ એક હત્યાનો મામલો સામે આવ્યો છે. આ કેસના આરોપીઓ બીજું કોઈ નહીં પણ માતા-પુત્રની જોડી છે જેમણે હત્યાને અંજામ આપ્યો છે. આ કેસમાં ક્રાઈ
દિલ્હીમાં શ્રદ્ધા હત્યા કેસ જેવી વધુ એક ઘટના  પુત્રએ માતા સાથે મળી પિતાની કરી હત્યા અને પછી
  • દિલ્હીમાં શ્રદ્ધા હત્યા કેસ જેવી વધુ એક ઘટના
  • પાંડવનગરમાં મૃતદેહના ટુકડા મળવા મુદ્દે ખુલાસો
  • હત્યા બાદ ફ્રિજમાં રાખ્યા હતા મૃતદેહના ટુકડા
  • પુત્રએ માતા સાથે મળી પિતાની હત્યા કરી
  • દિલ્હી પોલીસે બંને આરોપીઓની કરી ધરપકડ
દિલ્હીમાં શ્રદ્ધા હત્યા કેસ જેવો વધુ એક હત્યાનો મામલો સામે આવ્યો છે. આ કેસના આરોપીઓ બીજું કોઈ નહીં પણ માતા-પુત્રની જોડી છે જેમણે હત્યાને અંજામ આપ્યો છે. આ કેસમાં ક્રાઈમ બ્રાન્ચે મહિલા અને તેના પુત્રની ધરપકડ કરી છે. કહેવામાં આવી રહ્યું છે કે, પુત્રએ માતા સાથે મળીને પિતાની હત્યા કરી અને પછી લાશના ટુકડા ક્યા અને બાદમાં તેને ફ્રિજમાં રાખ્યા હતા.
મૃતદેહના ટુકડા કરી ઘરના રેફ્રિજરેટરમાં રાખ્યા
દેશની રાજધાની દિલ્હી શ્રદ્ધા મર્ડર કેસને લઇને છેલ્લા ઘણા દિવસોથી ચર્ચામાં છે. ત્યારે હવે વધુ એક આવો જ કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. દિલ્હી પોલીસની ક્રાઈમ બ્રાન્ચે પૂર્વ દિલ્હીમાં મળી આવેલા માનવ શરીરના અંગોનો ભેદ ઉકેલ્યો છે. આ સાથે આ કેસમાં એક મહિલા અને તેના પુત્રની પણ ધરપકડ કરવામાં આવી છે. પાંડવ નગરના રહેવાસી અંજન દાસની આ વર્ષે જૂનમાં હત્યા કરવામાં આવી હતી, ત્યારબાદ તેના મૃતદેહના ટુકડા કરી ઘરના રેફ્રિજરેટરમાં રાખવામાં આવ્યા હતા. મહત્વનું છે કે, દિલ્હી પોલીસને શહેરના પૂર્વ ભાગમાં સમાન પ્રકારના ગુના તરફ ઈશારો કરતી કેટલીક કડીઓ મળી છે. શરીરના અંગોનું લોકેશન દર્શાવતા CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે. મળતી માહિતી મુજબ મહિલાએ તેના પુત્ર સાથે મળીને તેના પતિની હત્યા કરી હતી. જૂનમાં, પોલીસને પાંડવ નગરમાં મૃતદેહના કેટલાક ટુકડા મળ્યા હતા, પરંતુ સડી ગયેલી અવસ્થાને કારણે તેમની ઓળખ થઈ શકી ન હતી.
Advertisement

મૃતકના ગેરકાયદેસર સંબંધથી માતા અને પુત્ર હતા હેરાન
શ્રધ્ધા મર્ડર કેસ સામે આવ્યા બાદ જૂનમાં મળેલી ડેડ બોડીને શ્રદ્ધા હત્યા કેસ સાથે કોઇ સંબંધ છે કે કેમ તેની તપાસ કરવામાં આવી હતી. તપાસમાં જાણવા મળ્યું કે જૂનમાં મળેલી લાશ પાંડવ નગરના રહેવાસી અંજન દાસની હતી. પોલીસે જણાવ્યું હતું કે આરોપી પૂનમ અને તેના પુત્ર દીપકે જૂનમાં અંજન દાસની ગેરકાયદેસર સંબંધને લઈને હત્યા કરી હતી. મહત્વનું છે કે, જ્યાં આરોપી પૂનમ અંજન દાસની પત્ની છે, ત્યાં દીપક સાવકો પુત્ર છે. બંને પર અંજનની હત્યાનો આરોપ છે. સૂત્રોની માનીએ તો અંજન દાસના અનેક મહિલાઓ સાથે ગેરકાયદેસર સંબંધો હતા. તેને નશાની ગોળીઓ સાથે દારૂ ભેળવવામાં આવ્યો હતો, ત્યારબાદ ચાકુ વડે શરીરના ટુકડા કરી અનેક જગ્યાએ ફેંકી દેવામાં આવ્યા હતા. મળતી માહિતી મુજબ, પૂનમે પણ ઘણા લગ્ન કર્યા હતા.
પોલીસ અંજન દાસની DNA પ્રોફાઇલિંગ કરાવશે
સૂત્રોએ જણાવ્યું હતું કે, હત્યારાએ મૃતદેહના ટુકડા કરી અલગ-અલગ જગ્યાએ ફેંકી દીધા હતા. ડેડ બોડીને ફ્રિજમાં રાખવામાં આવી હતી જેથી તે બગડે નહીં. થોડા દિવસો પહેલા જ શ્રદ્ધાની હત્યાના સમાચારથી દિલ્હી હચમચી ગયું હતું. હવે આ નવી ઘટના પણ ચોંકાવનારી છે. કહેવામાં આવી રહ્યું છે કે પિતાની હરકતોથી માતા-પુત્ર પરેશાન રહેતા હતા. અહેવાલો અનુસાર, મૃતક અંજનના અન્ય મહિલાઓ સાથે સંબંધો હતા, જેના કારણે પરિવાર ચિંતિત હતો. મૃતકની દારૂની લતથી માતા-પુત્ર ખૂબ જ પરેશાન હતા. પોલીસ તપાસમાં ગત 30 મેના રોજ માનવ અંગો મળી આવ્યા હતા. આ કેસમાં પોલીસને કેટલાક CCTV ફૂટેજ મળ્યા હતા, જેના આધારે છ મહિનાની તપાસ બાદ બંને આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. હવે પોલીસ અંજન દાસની DNA પ્રોફાઇલિંગ કરાવશે.

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
Advertisement

.