કોહલીના નામે વધુ એક વિરાટ રેકોર્ડ, સચિન તેંડુલકરને પણ છોડ્યા પાછળ
ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલીનું બેટ સતત રન બનાવી રહ્યું છે. ઓસ્ટ્રેલિયા સામે દિલ્હીમાં રમાઈ રહેલી બીજી ટેસ્ટ મેચ દરમિયાન પણ કંઈક આવું જ જોવા મળી રહ્યું છે. પ્રથમ ઇનિંગ દરમિયાન તે અમ્પાયરની ભૂલથી આઉટ થયો હતો. આ કારણે તે એક મોટો રેકોર્ડ બનાવવાથી ચૂકી ગયો હતો, પરંતુ બીજી ઇનિંગમાં તે આ રેકોર્ડ હાંસલ કરવામાં સફળ રહ્યો હતો. મહત્વની વાત એ છે કે તેના પહેલા માત્ર સચિન તેંડુલકર જ ભà
Advertisement
ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલીનું બેટ સતત રન બનાવી રહ્યું છે. ઓસ્ટ્રેલિયા સામે દિલ્હીમાં રમાઈ રહેલી બીજી ટેસ્ટ મેચ દરમિયાન પણ કંઈક આવું જ જોવા મળી રહ્યું છે. પ્રથમ ઇનિંગ દરમિયાન તે અમ્પાયરની ભૂલથી આઉટ થયો હતો. આ કારણે તે એક મોટો રેકોર્ડ બનાવવાથી ચૂકી ગયો હતો, પરંતુ બીજી ઇનિંગમાં તે આ રેકોર્ડ હાંસલ કરવામાં સફળ રહ્યો હતો. મહત્વની વાત એ છે કે તેના પહેલા માત્ર સચિન તેંડુલકર જ ભારત માટે આ રેકોર્ડ હાંસલ કરી શક્યો હતો.
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ રહેલી ટેસ્ટ શ્રેણીની બીજી મેચ દિલ્હીમાં રમાઈ રહી છે. આ મેચમાં વિરાટ કોહલીએ એક એવો રેકોર્ડ બનાવ્યો છે, જેને હાંસલ કરવામાં કોઈપણ સક્રિય ખેલાડીને વર્ષો લાગી જશે. જણાવી દઈએ કે વિરાટ કોહલીને રન મશીન કહેવામાં આવે છે. વિરાટ દરરોજ કોઈને કોઈ રેકોર્ડ તોડતો કે બનાવતો રહે છે. આ મેચની બીજી ઇનિંગમાં વિરાટ કોહલીએ પોતાના બેટથી 8 રન બનાવતાની સાથે જ આ સ્થાન હાંસલ કર્યું હતું. વિરાટ કોહલીએ પોતાના આંતરરાષ્ટ્રીય કરિયરમાં 25,000 રન પૂરા કર્યા છે. આવું કરનાર તે સક્રિય ખેલાડીઓમાં એકમાત્ર ખેલાડી છે. વિરાટ કોહલીએ નાથન લિયોનની બોલ પર ચોક્કો ફટકારીને આ રેકોર્ડ બનાવ્યો હતો.
વિરાટ કોહલી પછી જો રૂટ જે 7000 રન પાછળ
વિરાટ કોહલી માટે આ ક્ષણ ખૂબ જ ખાસ છે. સક્રિય ખેલાડીઓમાં વિરાટ કોહલી ઉપરાંત જો રૂટ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવવાના મામલે બીજા ક્રમે છે. જો રૂટે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં અત્યાર સુધીમાં કુલ 17,729 રન બનાવ્યા છે. તે વિરાટ કોહલી કરતા 7,000 રન પાછળ છે. જો રૂટને આટલા રન બનાવવામાં વર્ષો લાગશે. આ રેકોર્ડ વિરાટ કોહલીને વર્તમાન યુગનો સર્વશ્રેષ્ઠ ખેલાડી બનાવે છે. જો કે વિરાટ કોહલી ટેસ્ટ ક્રિકેટમાં મોટી ઇનિંગ્સ રમી શકતો નથી. પરંતુ એમ કહેવું ખોટું નહીં હોય કે વિરાટ કોહલીના આ રેકોર્ડને તોડવો વર્તમાન યુગના ખેલાડીઓ માટે આસાન કામ નહીં હોય.
આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવનાર
સચિન તેંડુલકર - 34,357
કુમાર સંગાકારા - 28,016
રિકી પોન્ટિંગ - 27,483
મહેલા જયવર્દને - 25,957
જેક્સ કાલિસ - 25,534
વિરાટ કોહલી - 25,012
સચિનનો રેકોર્ડ તોડ્યો
વિરાટ કોહલી સિવાય અન્ય પાંચ ખેલાડીઓએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 25,000 રન બનાવ્યા છે. સચિન તેંડુલકર, કુમાર સંગાકારા, રિકી પોન્ટિંગ, મહેલા જયવર્દને અને જેક કાલિસ આ માઈલસ્ટોન હાંસલ કરી ચૂક્યા છે. વિરાટ કોહલીએ આ મેચમાં સચિન તેંડુલકરનો રેકોર્ડ પણ તોડ્યો હતો, તે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી ઝડપી 25,000 રન બનાવનાર ખેલાડી બન્યો હતો. આ પહેલા આ રેકોર્ડ સચિન તેંડુલકરના નામે હતો, તેણે 577 ઇનિંગ્સમાં આ કારનામું કર્યું હતું. જેમાં વિરાટે 549 ઇનિંગ્સમાં આ સ્થાન હાંસલ કર્યું હતું.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement