Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

જનતા પર મોંઘવારીનો વધુ એક માર, દૂધ બાદ હવે કઠોળના ભાવ આસમાને

કોરોના મહામારીથી ભલે આપણે કઇક હદ સુધી રક્ષણ મેળવવામાં સફળ થયા હોઇએ પરંતુ આજે પણ મોંઘવારીના મોર્ચે રક્ષણ મેળવવામાં હજુ સમય લાગશે તેવું સ્પષ્ટપણે દેખાઇ રહ્યું છે. થોડા દિવસ પહેલા જ મધર ડેરી અને અમૂલ ડેરીએ દૂધના ભાવમાં વધારો કરી જનતાના ખિસ્સાને હળવું બનાવ્યું હતું. હવે કઠોળના ભાવમાં વધારો ઝીંકાયો છે. કોરોના મહામારીના કારણે છેલ્લા બે વર્ષ સમગ્ર દુનિયા માટે પડકારરૂપ રહ્યા હતા. આ દà
જનતા પર મોંઘવારીનો વધુ એક માર  દૂધ બાદ હવે કઠોળના ભાવ આસમાને
કોરોના મહામારીથી ભલે આપણે કઇક હદ સુધી રક્ષણ મેળવવામાં સફળ થયા હોઇએ પરંતુ આજે પણ મોંઘવારીના મોર્ચે રક્ષણ મેળવવામાં હજુ સમય લાગશે તેવું સ્પષ્ટપણે દેખાઇ રહ્યું છે. થોડા દિવસ પહેલા જ મધર ડેરી અને અમૂલ ડેરીએ દૂધના ભાવમાં વધારો કરી જનતાના ખિસ્સાને હળવું બનાવ્યું હતું. હવે કઠોળના ભાવમાં વધારો ઝીંકાયો છે. 
કોરોના મહામારીના કારણે છેલ્લા બે વર્ષ સમગ્ર દુનિયા માટે પડકારરૂપ રહ્યા હતા. આ દરમિયાન મોટી સંખ્યામાં લોકો બેરોજગાર થયા છે. તો વળી આ સાથે મોંઘવારીએ પણ લોકોની કમર તોડવામાં કોઇ કસર બાકી રાખી નથી. અનાજ અને કઠોળ સહિત રોજીંદી ખાધ્ય ચીજ વસ્તુઓના ભાવ વધતા જનતા ખૂબ પરેશાન થઇ ગઇ છે. ગરીબ અને મધ્યમ વર્ગના લોકોએ રોજીંદા ખોરાકમાંથી દાળ ખાવાની છોડી દેવી પડે તેવી પરિસ્થિત ઉભી થઇ ગઇ છે. જીવનજરૂરી ખાધ્ય વસ્તુઓમાં ભાવ વધારો થઇ રહ્યો છે. ત્યારે સામાન્ય જનતા પરેશાન થઇ ગઇ છે. જેના કારણે ગૃહિણીઓનુ બજેટ પણ અસ્તવ્યસ્ત થઇ ગયુ છે. છેલ્લા કેટલાક સમયથી દાળ, ખાદ્યતેલ, શાકભાજી બીજા ખાધ્ય પદાર્થોમાં તેમજ ખાવા-પીવાની તમામ ચીજવસ્તુઓ મોંઘી થઇ ગઇ છે. હાલમાં તમામ જીવનજરૂરી ચીજવસ્તુઓના ભાવોમાં વધારો થઇ રહ્યો છે. તાજેતરમાં મળી રહેલી માહિતી અનુસાર, કઠોળના ભાવમાં વધારો ઝીંકાયો છે. તમામ કઠોળના ભાવમાં આશરે 10 થી 20 ટકાનો ભાવ વધારો થયો છે. કઠોળના ભાવ વધતા ગૃહિણીઓનું આખું બજેટ ખોરવાયું છે. 
તમામ દાળના ભાવમાં પણ 10 થી 20 ટકાનો વધારો 
જોકે, એવું પણ નથી કે આપણા દેશમાં જ મોંઘવારીએ લોકોની કમર તોડી હોય. દુનિયાના ઘણા દેશ હાલમાં મોંઘવારીની ઝપટમાં આવી ગયા છે. જો આપણે પડોશી દેશ પાકિસ્તાનની વાત કરીએ તો અહીં સ્થિતિ સૌથી ભયાનક છે. પડોશી દેશ પાકિસ્તાન હાલના દિવસોમાં પૂરના સંકટનો સામનો કરી રહ્યું છે. સ્થિતિને જોતા પાકિસ્તાન સરકારે રાષ્ટ્રીય કટોકટી (National Emergency) જાહેર કરી દીધી છે અને પૂર અસરગ્રસ્ત વિસ્તારોમાં લોકોના પુનર્વસન માટે મદદ માંગી છે. આ તમામ વચ્ચે અહીં મોંઘવારીએ પણ લોકોની હાલત ખરાબ કરી દીધી છે. બલૂચિસ્તાન અને સિંધમાં પૂરના કારણે ટામેટા, ડુંગળી અને અન્ય શાકભાજીનો હજારો એકર પાક નાશ પામ્યો છે. એવી માહિતી મળી રહી છે કે પાકિસ્તાન સરકાર વાઘા બોર્ડર દ્વારા ભારતમાંથી ટામેટા અને ડુંગળીની આયાત કરવાનું વિચારી રહી છે. સિંધમાં ફળની ખેતીને પણ પૂરને કારણે નુકસાન થયું છે. બલૂચિસ્તાન અને અન્ય વિસ્તારોમાંથી સફરજનનો સપ્લાય પણ બંધ છે. આવી પરિસ્થિતિમાં ટામેટાનો ભાવ અહીં 500 રૂપિયે અને ડુંગળી 40 રૂપિયે કિલો પહોંચી ગઇ છે. 
Advertisement
Tags :
Advertisement

.