Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ઈલેક્ટ્રિક વાહનમાં આગ લાગવાની વધુ એક ઘટના, ચાર્જિંગ સમયે વાહનમાં થયો વિસ્ફોટ

દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ વધતા સામાન્ય નાગરિકો હવે ઈલેક્ટ્રિક વાહનો તરફ પ્રયાણ કરી રહ્યા છે. દેશમાં છેલ્લે પાંચ રાજ્યોની ચૂંટણી યોજાઇ હતી તેના પરિણામ બાદ જ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થયો અને સામાન્ય નાગરિક ત્રાહિમામ પોકારવા લાગ્યો. જોકે, હવે તેણે પેટ્રોલ અને ડીઝલનો વિકલ્પ પણ શોધી લીધો છે. પરંતુ બીજી તરફ હવે એક મોટી સમસ્યાએ પણ સૌ કોઇનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યુ છે. ઈલેàª
ઈલેક્ટ્રિક વાહનમાં આગ લાગવાની વધુ એક ઘટના  ચાર્જિંગ સમયે વાહનમાં થયો વિસ્ફોટ
દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ વધતા સામાન્ય નાગરિકો હવે ઈલેક્ટ્રિક વાહનો તરફ પ્રયાણ કરી રહ્યા છે. દેશમાં છેલ્લે પાંચ રાજ્યોની ચૂંટણી યોજાઇ હતી તેના પરિણામ બાદ જ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થયો અને સામાન્ય નાગરિક ત્રાહિમામ પોકારવા લાગ્યો. જોકે, હવે તેણે પેટ્રોલ અને ડીઝલનો વિકલ્પ પણ શોધી લીધો છે. પરંતુ બીજી તરફ હવે એક મોટી સમસ્યાએ પણ સૌ કોઇનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યુ છે. 
ઈલેક્ટ્રિક વાહનો પેટ્રોલ અને ડીઝલના વાહનોની સરખામણીએ સામાન્ય નાગરિકોને ઘણા સસ્તા પડી રહ્યા છે. હા, જોકે, તેની ખરીદ કિંમત વધારે હોય છે પરંતુ તેને રેગ્યુલર ઉપયોગ કરવામાં તે ઘણુ સસ્તુુ સાબિત થાય છે. પરંતુ હવે આ વાહનોને લઇને પણ એક મોટી સમસ્યા સામે આવી છે. તમે છેલ્લા ઘણા દિવસોથી જોયું જ હશે કે ઈલેક્ટ્રિક વાહનોમાં આગ લાગી જાય છે. તાજેતરમાં, સરકાર દ્વારા રચવામાં આવેલી તપાસ સમિતિના પ્રાથમિક તપાસ અહેવાલમાં જાણવા મળ્યું છે કે ઇલેક્ટ્રિક સ્કૂટરમાં વપરાતી બેટરી સેલમાં કેટલીક ખામીઓને કારણે તેમા આગની ઘટનાઓ બની રહી છે. તાજેતરમાં પણ આવી જ એક ઘટના સામે આવી છે. સમગ્ર મામલો તેલંગાણાના કરીમનગર જિલ્લાના રામચંદ્રપુર ગામનો છે.  
PTI ના અહેવાલ મુજબ, કરીમનગર જિલ્લાના રામદુગુ મંડલ વિસ્તારમાં ચાર્જ કરતી વખતે ઇલેક્ટ્રિક સ્કૂટરની બેટરી ફાટી ગઈ હતી. આ ઘટના રવિવારે મોડી રાત્રે ઈવીના માલિકે ચાર્જિંગ માટે ઘરની બહાર ઇલેક્ટ્રિક સ્કૂટર રાખ્યું હતું ત્યારે બની હતી. જોકે, આ ઘટનામાં કોઈને ઈજા થઈ નથી. પોલીસે જણાવ્યું છે કે, વિસ્ફોટ બાદ વાહનના તમામ સ્પેરપાર્ટ્સ સળગી ગયા હતા. ઘટના સમયે આસપાસ કોઈ ન હોવાથી કોઈને ઈજા થઈ ન હતી. આ EVની બ્રાન્ડ વિશે કોઈ માહિતી ઉપલબ્ધ નથી. આ કાર ઓડેલુ નામના ખેડૂતની હતી. નોંધનીય છે કે, આ સ્કૂટર બે મહિના પહેલા જ ખરીદ્યું હતું. પોલીસે જણાવ્યું હતું કે, આ ઘટના અંગે હજુ સુધી કોઈ ફરિયાદ મળી નથી.
ઉલ્લેખનીય છે કે, 30 એપ્રિલના રોજ, તમિલનાડુના કૃષ્ણાગિરી જિલ્લાના ઔદ્યોગિક હબ હોસુરમાં ઓકિનાવાના ઈલેક્ટ્રિક સ્કૂટરમાં આગ લાગી હતી. આ ઘટનામાં સ્કૂટર સવાર સતીશ કુમારે સ્કૂટી પરથી કૂદીને પોતાનો બચાવ કર્યો હતો. રસ્તામાં અન્ય લોકોએ સ્કૂટરમાં લાગેલી આગને કાબૂમાં લેવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ત્યાં સુધીમાં આગથી સ્કૂટર સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગયું હતું. 26 એપ્રિલના રોજ, તમિલનાડુના રહેવાસી ડૉ. પૃથ્વીરાજે પોતાના OLA S1 Pro સ્કૂટરને પેટ્રોલ નાખીને આગ લગાડી હતી. પૃથ્વીરાજનું કહેવું છે કે, 44 કિલોમીટર ચાલ્યા પછી તેમના સ્કૂટરે કામ કરવાનું બંધ કરી દીધું હતું. આનાથી ગુસ્સે થઈને તેણે સ્કૂટી પર પેટ્રોલ નાખીને આગ લગાવી દીધી. આ ઘટના તમિલનાડુના અંબુર બાયપાસ રોડ પાસે બની હતી.
Advertisement
Tags :
Advertisement

.