Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

સુરતમાં ફરી આગની ઘટના, ફાયર સેફ્ટીના સાધનો છતાં લાગી ભીષણ આગ

સુરત હવે ડાયમંડ સિટી જ નહીં પણ આગની ઘટનાઓનું કેન્દ્રબિંદુ બની ગયું છે. જીહા, સુરતમાં અવાર-નવાર આગની ઘટનાઓ સામે આવી રહી છે. હવે તો લોકો માટે આ એક સામાન્ય સમાચાર બની ગયા છે. આજે પણ શહેરમાં વહેલી સવારે આગની ઘટના સામે આવી છે. સુરતમાં વહેલી સવારે ઘોડદોડ રોડ ખાતે બેન્ક ઓફ બરોડામાં આગની ઘટના બની હતી. બેન્ક ઓફ બરોડા કે જે 7માં માળે છે ત્યા આગ લાગી હતી. આગની જાણ થતા ત્યા હાજર લોકોએ ફાયર વિભાગને à
સુરતમાં ફરી આગની ઘટના  ફાયર સેફ્ટીના સાધનો છતાં લાગી ભીષણ આગ
Advertisement
સુરત હવે ડાયમંડ સિટી જ નહીં પણ આગની ઘટનાઓનું કેન્દ્રબિંદુ બની ગયું છે. જીહા, સુરતમાં અવાર-નવાર આગની ઘટનાઓ સામે આવી રહી છે. હવે તો લોકો માટે આ એક સામાન્ય સમાચાર બની ગયા છે. આજે પણ શહેરમાં વહેલી સવારે આગની ઘટના સામે આવી છે. 
સુરતમાં વહેલી સવારે ઘોડદોડ રોડ ખાતે બેન્ક ઓફ બરોડામાં આગની ઘટના બની હતી. બેન્ક ઓફ બરોડા કે જે 7માં માળે છે ત્યા આગ લાગી હતી. આગની જાણ થતા ત્યા હાજર લોકોએ ફાયર વિભાગને આ સમાચાર આપ્યાં જે બાદ ફાયર વિભાગની 7 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઇ હતી અને આગ પર કાબૂ મેળવ્યો હતો. હાલમાં મળી રહેલી માહિતી અનુસાર, બેન્કમાં જ્યારે આગ લાગી ત્યારે કોઇ અંદર નહોતું. બેન્ક આ દરમિયાન બંધ હતી, અને આ જ કારણ છે કે કોઇ જાનહાની થઇ નથી. 
ઉલ્લેખનીય છે કે, આગની આ પહેલી ઘટના નથી. શહેરમાં આગની ઘટનાઓ હવે સામાન્ય બની ગઇ છે. તમને યાદ હશે 2019માં સુરતના તક્ષશિલા કોમ્પ્લેક્સમાં ભીષણ આગની ઘટના ઘટી હતી. જેમા 18 વિદ્યાર્થીઓના મોત થયા હતા. ફાયર સેફ્ટીની 18થી 19 ગાડીઓ આગને ઓલવવા માટે કામે લાગી હતી પરંતુ તેમ છતા આ આગમાં 16ના દાઝી જવાથી મોત થયા હતા. તે સમયથી સુરતમાં આગની ઘટનાઓ અવાર-નવાર સામે આવતી રહી છે. 
થોડા દિવસો પહેલા જ સુરતના પાંડેસરા GIDC વિસ્તારમાં આગની ઘટના બની હતી. આમીન ડાઇંગ પ્રિન્ટિંગ મિલમાં આગ ફાટી નીકળતા તાત્કાલિક ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી. મિલની ચારે તરફથી આગમાં ફાટી નીકળતા ફાયર દ્વારા બ્રિગેડ કોલ જાહેર કરી 25 થી વધુ ફાયર ગાડીઓ ઘટનાસ્થળે દોડી આવી હતી. આગ ફાયર બિગેડની 3 કલાકની મહેનત બાદ કાબુમાં આવી હતી. ત્યારે સમજી શકાય છે કે, સુરતમાં ફાયર સેફ્ટીને લઇને આજે પણ જાગૃતતા ના બરોબર છે. 
Tags :
Advertisement

.

×