વધુ એક ઇલેક્ટ્રિક સ્કૂટરમાં આગ, સીટ નીચેથી ધૂમાડો નીકળ્યો અને જોતજોતામાં ભડકે બળ્યું
દેશમાં એક તરફ સરકાર દ્વારા ઇલેક્ટ્રિક વાહનોને પ્રોત્સાહન મળે તે માટેના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે, તો બીજી તરફ છેલ્લા થોડા સમયથી છાશવાારે ઇલેક્ટ્રિક વાહનોમાં આગ લાગવાની ઘટના બની રહી છે. જેના કારણે લોકોમાં હવે ઇલેક્ટ્રિક બાઇકને લઇને ભય ઉભો થયો છે. આ અકસ્માતોને ગંભીરતાથી લેતા સરકારે નવા ઈલેક્ટ્રિક વાહનોના લોન્ચિંગ પર પણ પ્રતિબંધ મૂક્યો છે. ઈલેક્ટ્રિક સ્કૂટરમાં આગ લાગવાના બન
દેશમાં એક તરફ સરકાર દ્વારા ઇલેક્ટ્રિક વાહનોને પ્રોત્સાહન મળે તે માટેના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે, તો બીજી તરફ છેલ્લા થોડા સમયથી છાશવાારે ઇલેક્ટ્રિક વાહનોમાં આગ લાગવાની ઘટના બની રહી છે. જેના કારણે લોકોમાં હવે ઇલેક્ટ્રિક બાઇકને લઇને ભય ઉભો થયો છે. આ અકસ્માતોને ગંભીરતાથી લેતા સરકારે નવા ઈલેક્ટ્રિક વાહનોના લોન્ચિંગ પર પણ પ્રતિબંધ મૂક્યો છે. ઈલેક્ટ્રિક સ્કૂટરમાં આગ લાગવાના બનાવોની તપાસ ન થાય ત્યાં સુધી કોઈ નવું વાહન લોન્ચ કરવામાં આવશે નહીં. આ તમામ સ્થિતિ વચ્ચે વધુ એક ઇલેક્ટ્રિક સ્કૂટરમાં આગ લાગવાની ઘટના બની છે.
ઓકિનાવા સ્કૂટરમાં આગ
તમિલનાડુના કૃષ્ણાગિરી જિલ્લામાં આજે એટલે કે 30 એપ્રિલે ઇલેક્ટ્રિક સ્કૂટરમાં આગ લાગવાની એક ઘટના પ્રકાશમાં આવી છે. ઓકિનાવા કંપનીના સ્કૂટરમાં આગ લાગવાની આ પ્રથમ ઘટના છે. બેટરી સંબંધિત સમસ્યાઓના કારણે કંપનીએ તેના ઇલેક્ટ્રિક સ્કૂટરને પરત મંગાવ્યું છે.
સીટની નીચેથી ધુમાડો નીકળવા લાગ્યો
કૃષ્ણાગિરી જિલ્લાના હોસુરના રહેવાસી સતીષે ગયા વર્ષે ઓકિનાવા ઇલેક્ટ્રિક સ્કૂટર ખરીદ્યું હતું. શનિવારે સતીશ તેના ઇલેક્ટ્રિક સ્કૂટર પર ઓફિસ જવા નીકળ્યો હતો. થોડી જ વારમાં તેણે સીટની નીચેથી ધુમાડો નીકળતો જોયો. સીટ ઉંચી કર્યા બાદ તરત જ તેણે જોયું કે અંદર આગ લાગી છે. ત્યારબાદ તો તેનું સ્કબટર સંપૂર્ણ બળીને ખાખ થઇ ગયું. તાજેતરના સમયમાં આવી અનેક ઘટનાઓ બની છે. કેટલીક ઘટનાઓમાં લોકોએ જીવ પણ ગુમાવ્યો હતો.
કંપનીઓએ ઈ-સ્કૂટર પરત ખેંચ્યા
સૂત્રોના જણાવ્યા અનુસાર સરકારે આ દિશામાં કડક પગલું ભર્યું છે. સરકારે ઈ-વાહનોના લોન્ચિંગ પર પ્રતિબંધ મૂક્યો છે અને કંપનીઓને કહ્યું છે કે જે સ્કૂટરની બેચમાં આગ લાગવાની ઘટના બની હોય, તો તે આખી બેચને પરત ખેંચી લેવામાં આવે. આ જ ક્રમમાં ઓકિનાવા અને ઓલા જેવા ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર ઉત્પાદકોએ તેમના ઘણા વાહનો પરત બોલાવ્યા છે.
Advertisement