Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ખાખીની માનવતાનો વધુ એક રંગ છલકાયો

સુરત(Surat)પોલીસનો (Police)માનવીય ચહેરો સામે આવ્યો છે.ડ્રગ્સ કેસમાં વોન્ટેડ આરોપીની(Wanted    accused) શોધમાં તેના ઘેર પહોંચેલા બે પોલીસ કર્મીઓએ એવું તો શું જોયું કે તેઓ ચોકી ગયા હતા અને બંને પોલીસ કર્મીઓની આંખો ભીની થઈ ગઈ હતી.સુરત શહેરના છેવાડે આવ્યું છે સચીન પોલીસ સ્ટેશન અને ત્યાં આ બે પોલીસ કર્મી હાલમાં ફરજ બજાવી રહ્યા છે,સચિન GIDC પોલીસ સ્ટેશન માં એમડી ડ્રગ્સના કેસમાં વોન્ટેડ આરોપીને પકડવા માટે
ખાખીની માનવતાનો વધુ એક રંગ છલકાયો
સુરત(Surat)પોલીસનો (Police)માનવીય ચહેરો સામે આવ્યો છે.ડ્રગ્સ કેસમાં વોન્ટેડ આરોપીની(Wanted    accused) શોધમાં તેના ઘેર પહોંચેલા બે પોલીસ કર્મીઓએ એવું તો શું જોયું કે તેઓ ચોકી ગયા હતા અને બંને પોલીસ કર્મીઓની આંખો ભીની થઈ ગઈ હતી.
સુરત શહેરના છેવાડે આવ્યું છે સચીન પોલીસ સ્ટેશન અને ત્યાં આ બે પોલીસ કર્મી હાલમાં ફરજ બજાવી રહ્યા છે,સચિન GIDC પોલીસ સ્ટેશન માં એમડી ડ્રગ્સના કેસમાં વોન્ટેડ આરોપીને પકડવા માટે પોલીસની ટીમ તેના ઘરે પહોંચી હતી. આરોપી ફરાર હતો પણ તેના પિતા દોઢેક મહિનાથી ઘરમાં પથારીવશ હાલતમાં પડેલા હતા, હાલમાં તો આ દાદા સારી પરિસ્થિતિ માં દેખાય રહ્યા છે,આ દાદાની દયનિય હાલત જોઈને પોલીસે સમાજ સેવક ધર્મેશ ગામી ને જાણ કરી હતી,ત્યાર બાદ જયારે સામજિક સંસ્થા ના તરુણ ભાઈની ટીમ દાદા ને લઈ ને ગઈ હતી ત્યારે એમની હાલત કંઈક જુદી હતી, અને હાલ દાદા નવું જીવન જીવી રહ્યા હોય એવું દેખાઈ આવે છે.
સમાજ સેવક ધર્મેશ ગામીએ આ બાબતે એક સંસ્થાને જાણ કરી હતી અને વૃદ્ધને આશ્રમમાં સોંપ્યા હતા,ડ્રગ્સના રવાડે ચડેલા પુત્રને તેના પરિવારની પણ પડી નથી હોતી તેનો જીવંત કિસ્સો આજે સુરતમાં જોવા મળ્યો હતો. ડ્રગ્સ કઈ હદ સુધી યુવાનોને હેવાન બનાવી શકે છે તેનો આ દાખલો આ દાદા ની હાલત છે, સુરત પોલીસના ચોપડે મોસ્ટ વોન્ટેડ આરોપી પપ્પુને ઉર્ફે પ્રવિણ વખારેને શોધવા સચિન પોલીસના એએસઆઈ કીશોર પાટીલ અને સહદેવસિંહ ઉધના ખાતે શક્તિ નગર, પ્લોટ નંબર  74 માં તેની શોધખોળ કરવા ગયા હતા, ત્યારે દરવાજાને બહારથી આંકડો હતો અને અંદરથી દુર્ગંધ આવતી હતી.પોલીસે અંદર જઈને જોતા આરોપીના પિતા ૭૦ વર્ષય રામલાલ કાંતિલાલ વખારે કફોડી સ્થિતિમાં પથારીવસ પડેલા હતા.
સચીન પોલીસ સ્ટેશનના બંને પોલીસ કર્મીઓ ની વોન્ટેડ આરોપી ના ઘરના અંદરના દ્રશ્યો જોઈને આંખો પહોળી થઈ ગઈ હતી ,ખાખીની અંદર રહેલા ક્રમીઓનું કાળજું કંપી ગયું હતું,,આ વૃદ્ધ અંદર પથારીવસ હતા, તેમની આજુબાજુ કીડા ચાલતા હતા, તેઓ ચાલી નહીં શકતા હોવાથી આસપાસ ટોયલેટ અને શૌચ પડેલું હતું,અને વૃદ્ધ શરીર ઉપર પણ કીડા ચાલતા હોવાનું સચિન પી આઇ આર આર દેસાઈ એ જણાવાયું હતું,
ઘરની અંદર ની હાલત ખુબ જ ખરાબ અને દુર્ગંધ મારતી હતી.આ જોઈને સચિન ટાઉન પોલીસ સ્ટેશનના એએસઆઈ કિશોરભાઈ પાટીલ અને હેડ કોન્સ્ટેબલ સહદેવસિંહે તાત્કાલિક વૃદ્ધને આ જગ્યાથી ખસેડવા માટે મન બનાવી લીધું હતું અને વૃદ્ધ ને પરવટ પાટિયા સ્થિત સંસ્થા સુધી પોહચાડવાનો સંકલ્પ લઈ લીધો હતો,આ અંગે દાદા રામલાલ એ જણાવ્યું હતું કે બે ઓફિસર આવી આ સંસ્થાને મને સોંપયો અને ત્યાં મને નવું જીવન મળ્યું,દાદા ને સંસ્થામાં સ્વસ્થ જીવન અપાયું રહ્યું છે એ આ દ્રશ્યો જ બોલી રહ્યા છે.કે વૃદ્ધ જાણે હવે શ્વાસ લઈ રહ્યા છે.
સુરત પોલીસનો માનવીય ચહેરો સામે આવ્યો છે. ડ્રગ કેસમાં વોન્ટેડ આરોપીની શોધમાં તેના ઘેર પહોંચેલા પોલીસ કર્મીઓએ દયનીય સ્થિતિમાં આવી ગયા હતા, પોતાની ફરજ માટે ગયેલા કામ બાદ માનવીય ધર્મ પણ નિભાવી ગયા સચિન પોલીસ ના કિશોર અને સહદેવ, સાથે જ એનજીઓ અને સમાજસેવક એ પણ પોલીસ ની મદદ થી વૃદ્ધને મોતના મુખમાંથી બચાવ્યાં છે,આમ ખાખીનો વધુ એક માનવતાનો રંગ આજે જોવા મળ્યો હતો.

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.