અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં આજે ફરી વિસ્ફોટ, મસ્જિદમાં નમાજ પઢતા 10 લોકોના મોત, 20 ઘાયલ
અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં શુક્રવારે ફરી એક વખત બોમ્બ વિસફોટ થયો છે. આ વખતે પણ આતંકીઓેએ એક મસ્જિદને જ નિશાન બનાવી છે. મસ્જિદમાં નમાજ દરમિયાન થયેલા આ આ વિસ્ફોટમાં 10 લોકોના મોત તથા 20 લોકો ગાયલ થયાના પ્રાથમિક સમાચાર સામે આવ્યા છે. મૃત્યુઆંક વધવાની સંભાવના છે તથા ઘણા ઘાયલોની સ્થિતિ પણ ગંભીર છે. તાલિબાની પ્રવકતાએ આ માહિતી આપી છે.સેંકડો લોકો નમાજ અદા કરવા માટે એકઠા થયા હતાઅફઘાનિસà«
અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં શુક્રવારે ફરી એક વખત બોમ્બ વિસફોટ થયો છે. આ વખતે પણ આતંકીઓેએ એક મસ્જિદને જ નિશાન બનાવી છે. મસ્જિદમાં નમાજ દરમિયાન થયેલા આ આ વિસ્ફોટમાં 10 લોકોના મોત તથા 20 લોકો ગાયલ થયાના પ્રાથમિક સમાચાર સામે આવ્યા છે. મૃત્યુઆંક વધવાની સંભાવના છે તથા ઘણા ઘાયલોની સ્થિતિ પણ ગંભીર છે. તાલિબાની પ્રવકતાએ આ માહિતી આપી છે.
સેંકડો લોકો નમાજ અદા કરવા માટે એકઠા થયા હતા
અફઘાનિસ્તાનના સ્થાનિક મીડિયાના અહવાલો મુજબ સ્થાનિક લોકોએ જણાવ્યું કે પવિત્ર રમઝાન મહિનાના છેલ્લા શુક્રવારે સેંકડો લોકો નમાજ અદા કરવા માટે એકઠા થયા હતા. કાબુલની ખલીફા આગા ગુલ જાન મસ્જિદ નમાજીઓથી ભરચક હતી. તેમણે કહ્યું કે ઘણા લોકોની હાલત નાજુક હોવાથી મૃતકોની સંખ્યામાં હજુ વધારો થવાની આશંકા છે. સ્થાનિક રહેવાસીઓએ જણાવ્યું હતું કે વિસ્ફોટ એટલો પ્રચંડ હતો કે મસ્જિદની આસપાસની ઇમારતો ધ્રૂજી ઊઠી હતી.
વિસ્ફોટની જવાબદારી કોઈ સંગઠને લીધી નથી
તાલિબાનના ગૃહ મંત્રાલયના પ્રવક્તા મોહમ્મદ નફી ટાકોરે કહ્યું હતું કે તાલિબાનના સુરક્ષા કર્મચારીઓએ વિસ્તારને ઘેરી લીધો છે. તેમણે કહ્યું કે વિસ્ફોટનો સ્ત્રોત તાત્કાલિક જાણી શકાયો નથી અને હજુ સુધી કોઈએ આ વિસ્ફોટની જવાબદારી લીધી નથી. વિસ્ફોટ બાદ એમ્બ્યુલન્સો સ્થળ તરફ પહોંચા હતી અને લોહીથી લથબથ લોકોને હોસ્પિટલ પહોંચાડ્યા હતા. ઉલ્લેખનીય છે કે આ મસ્જિદ અફઘાનિસ્તાનના બહુમતી સુન્ની મુસ્લિમોની છે.
ગુરુવારે પણ કાબુલમાં વિસ્ફોટ
આ પહેલા ગુરુવારે કાબુલમાં થોડી જ મિનિટોમાં સતત બે વિસ્ફોટ થયા હતા. આ બ્લાસ્ટમાં 9 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. જ્યારે ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, ત્યારે અન્ય એક ઘાયલ વ્યક્તિનું મૃત્યુ થયું હતું, જેના પછી મૃત્યુઆંક 10 પર પહોંચ્યો હતો.
અફઘાનિસ્તાનમાં તાજેતરમાં ઘણા વિસ્ફોટો થયા છે અને દેશના લઘુમતી શિયા મુસ્લિમોને નિશાન બનાવતી મસ્જિદો પર એકસમાન હુમલાઓ થઇ રહ્યા છે. જેમાંથી કેટલાક વિસ્ફોટોની જવાબદારી ઇસ્લામિક સ્ટેટ નામના આતંકી સંગઠને લીધી છે.
Advertisement