Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

બોલિવૂડના આ સ્ટારે 'ના ના કરતા' તમાકુની કરી જાહેરાત, આ સ્ટાર્સે ઠુકરાવી છે ઓફર

બોલિવૂડના કલાકારોએ હવે ધીમે ધીમે તમાકુની જાહેરાત કરવાની શરૂઆત કરી છે. ટીવીમાં આવતા મુખ્ય પ્રોગ્રામો દરમિયાન ઘણીવાર તમે જોતા હશો કે તમારા ફેવરિટ સ્ટાર તમાકુની જાહેરાત કરતા જોવા મળે છે. તમાકુની જાહેરાતમાં હાલમાં સૌથી વધુ જો કોઇ જાહેરાત જોવા મળતી હોય તો તે વિમલની છે. જેમા સૌથી પહેલા અજય દેવગન માત્ર જોવા મળતો હતો. પરંતુ હવે બીજા બે બોલિવૂડ સ્ટાર આ જાહેરાતમાં સાથે જોવા મળ્યા છે. અક્à
બોલિવૂડના આ સ્ટારે  ના ના કરતા  તમાકુની કરી જાહેરાત  આ સ્ટાર્સે ઠુકરાવી છે ઓફર
બોલિવૂડના કલાકારોએ હવે ધીમે ધીમે તમાકુની જાહેરાત કરવાની શરૂઆત કરી છે. ટીવીમાં આવતા મુખ્ય પ્રોગ્રામો દરમિયાન ઘણીવાર તમે જોતા હશો કે તમારા ફેવરિટ સ્ટાર તમાકુની જાહેરાત કરતા જોવા મળે છે. તમાકુની જાહેરાતમાં હાલમાં સૌથી વધુ જો કોઇ જાહેરાત જોવા મળતી હોય તો તે વિમલની છે. જેમા સૌથી પહેલા અજય દેવગન માત્ર જોવા મળતો હતો. પરંતુ હવે બીજા બે બોલિવૂડ સ્ટાર આ જાહેરાતમાં સાથે જોવા મળ્યા છે. 
અક્ષય કુમાર વિમલ પાન-મસાલાની જાહેરાતમાં
કહેવાય છે કે, જે તમે વિચારો છો તે જ તમારા વાણી વર્તનમાં પણ સ્પષ્ટપણે જોવા મળે છે. પરંતુ આ વખતે અમે તમને જે વ્યક્તિની વાત કરવા જઇ રહ્યા છીએ તેણે અગાઉ જે કહ્યું હતું તેનાથી વિપરીત આજે તેઓ કરી રહ્યા છે. અહીં વાત અમે અક્ષય કુમારની કરીએ છીએ જેણે અગાઉ તમાકુની જાહેરાત કરવાની જાહેર મંચ પરથી ના પાડી હતી. પરંતુ આજે અક્ષય કુમારે પોતાની જ વાતને ફગાવી દીધી છે. બોલો જુબાન કેસરી... જીહા, તમે વિમલ પાન મસાલાની જાહેરાત જોઈ જ હશે. સુપરસ્ટાર અજય દેવગન આ જાહેરાતનો હિસ્સો બન્યો અને તે પછી લોકોએ તેને સોશિયલ મીડિયા પર ખરાબ રીતે ટ્રોલ કર્યો. આ પછી આ લિસ્ટમાં કિંગ ખાન શાહરૂખ ખાનની એન્ટ્રી થઈ અને તેના ચાહકો સમજી શક્યા નહીં કે આવું કેમ કરવામાં આવ્યું છે. લોકોએ કહ્યું કે, લોકો સુપરસ્ટારને ફોલો કરે છે, પરંતુ હવે જે બન્યું છે તે તમને આઘાત પહોંચાડવા માટે પૂરતું છે. 
સોશિયલ મીડિયા પર મીમ થયા વાયરલ
લોકપ્રિય તમાકુ બ્રાન્ડ વિમલની જાહેરાતોમાં અક્ષય કુમારનું નામ પણ સામેલ છે. આ બ્રાન્ડ સાથે અક્ષય કુમારનું નામ જોડાતા જ સોશિયલ મીડિયા યુઝર્સે તેને ટ્રોલ કરવાનું શરૂ કરી દીધું છે. એક તરફ જ્યાં અક્ષય લોકોને ફિલ્મ શરૂ થાય તે પહેલા થિયેટર્સમાં ધૂમ્રપાન ન કરવાની અને મહિલાઓ માટે સેનિટરી નેપ્કિન્સ ખરીદવાની સલાહ આપે છે, ત્યાં તેનો નવો પ્રોજેક્ટ લોકોના નિશાના પર આવી ગયો છે. અક્ષય કુમાર જેવો સ્ટાર વિમલ જેવી એડ સાથે જોડાય તે તેના ફેન્સને થોડું વિચિક્ષ લાગ્યું છે. જે ખેલાડી કુમાર તરીકે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ઓળખાય છે. જે હંમેશા લોકોને ફિટ રહેવાની સલાહ આપે છે, તે સ્ટાર આજે એક તમાકુની એડ કરતો જોવા મળી રહ્યો છે, જે ફેન્સ માટે આઘાટ પહોંચાડતા જ સમાચાર છે. આ જ કારણ છે કે, સોશિયલ મીડિયા પર એકથી વધુ મીમ વાયરલ થઈ રહ્યા છે. 
Advertisement

અક્ષય કુમાર પોતાની જ વાતથી ફરી ગયો
મહત્વનું છે કે, થોડા વર્ષો પહેલા તમાકુ ઉત્પાદનોના એન્ડોર્સમેન્ટ પર અક્ષયે કહ્યું હતું કે, જે ખોટું છે તે ખોટું છે. હું મારા સાથીદારોને પણ કહીશ કે આવા ઉત્પાદનોને સમર્થન ન આપો. હવે અક્ષયનો આ વિડીયો ઘણો શેર થઈ રહ્યો છે અને લોકો કહી રહ્યા છે કે અક્ષય પોતાની વાત ભૂલી ગયો લાગે છે.
આ સ્ટાર્સે ઠુકરાવી છે આ ઓફર

જોન અબ્રાહમ
ફિટનેસ ફ્રીક તરીકે લોકપ્રિય જોન અબ્રાહમે અનેક પ્રસંગોએ આલ્કોહોલ અને તમાકુની નિંદા કરી છે. આથી, જોન અબ્રાહમે તમાકુ અને આલ્કોહોલની વધુ ચૂકવણી કરતી જાહેરાતોનો ઇનકાર કર્યો હતો. તેમાં કોઈ શંકા નથી કે જોન અબ્રાહમ બોલિવૂડ ઈન્ડસ્ટ્રીની સૌથી હોટ મેલ સેલિબ્રિટીમાંથી એક છે. તે એવી વ્યક્તિ છે જે તેના શરીરની કાળજી રાખે છે અને તેના માટે તેણે વધુ પૈસા ખર્ચ્યા અને તેના શરીરના અંગનો વીમો કરાવ્યો છે.
સાઈ પલ્લવી
દક્ષિણ ભારતીય અભિનેત્રી સાઈ પલ્લવી, મલયાલમ ફિલ્મ 'પ્રેમમ' માં શિક્ષક- 'મલાર' ની ભૂમિકા ભજવીને ચર્ચામાં આવી હતી, જે 2015 માં તેની પ્રથમ ફિલ્મ હતી. દક્ષિણ ભારતીય અભિનેત્રીએ રૂ.2 કરોડની ફેરનેસ ક્રીમ બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ ડીલને નકારી કાઢી હતી. સામાન્ય રીતે અભિનેત્રીઓ શ્રીમંત બનવા માટે આવા સોદાઓને ઝડપી લે છે, પરંતુ સાઈ પલ્લવીએ નમ્રતાથી તે વિશાળ ફેરનેસ ક્રીમ બ્રાન્ડને નકારી કાઢી હતી જેણે જાહેરાત માટે તેનો સંપર્ક કર્યો હતો.
કંગના રનૌત
કંગનાનો ફેરનેસ ક્રીમની જાહેરાત માટે સંપર્ક કરવામાં આવ્યો હતો. જાહેરાતોથી તેને મોટી રકમ મળવાની હતી. જોકે, તેણીએ કહ્યું કે ના, તેના મતે, તે કાળી ત્વચાવાળા લોકો માટે અનાદર કહેવાશે.
કરીના કપૂર
કરીનાએ ચિકન ઉત્પાદનોને પ્રમોટ કરવાની ઓફર ઠુકરાવી દીધી કારણ કે તે શાકાહારી છે અને તે માંસાહારી ખોરાકનો વિરોધ કરે છે.
આમિર ખાન
આમિર ખાનને કંપનીની પ્રોડક્ટ્સની જાહેરાતો પસંદ નથી આવી રહી. આથી, તેણે અનેક જાહેરાતના સોદાનો ઇનકાર કર્યો હતો. જોકે, મિસ્ટર પરફેક્શનિસ્ટ સામાજિક જાગૃતિને પ્રોત્સાહન આપવામાં રસ ધરાવે છે.
અમિતાભ બચ્ચન
બોલિવૂડના મેગાસ્ટાર, અમિતાભ બચ્ચને સોફ્ટ ડ્રિંક બ્રાન્ડ્સની જાહેરાત કરવાનો ઇનકાર કર્યો હતો જ્યારે તેનો સામનો એક સ્કૂલની છોકરી સાથે થયો હતો જેણે તેમને પૂછ્યું હતું કે, તે નકામી વસ્તુને શા માટે પ્રમોટ કરે છે જેને તેના શાળાના શિક્ષક "ઝેર" કહે છે. આ પછી, તેમણે અન્ય સેલિબ્રિટીઓને પણ વિનંતી કરી કે તેઓ બ્રાન્ડને સમર્થન આપતા પહેલા તેને સારી રીતે સમજે. બિગ બીએ ચેરિટી પ્રોજેક્ટ માટે પૈસા આપવાનું પણ વચન આપ્યું છે. ઉપરાંત, સામાજિક કાર્યમાં તેમના પુષ્કળ યોગદાન માટે તેમની ઘણી વખત પ્રશંસા કરવામાં આવે છે. તેમણે એકવાર કહ્યું હતું કે, સેલિબ્રિટીઓ કરતાં સામાજિક કાર્યકરોની વધુ પ્રશંસા થવી જોઈએ કારણ કે તેઓ સમાજની સુધારણા માટે પોતાને માનવીય કલ્પનાથી આગળ ધકેલી દે છે.
Tags :
Advertisement

.