Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

જનતાને વધુ એક ઝટકો, અમૂલ દૂધના ભાવમાં પ્રતિ લિટર 2 રૂપિયાનો થયો વધારો

સામાન્ય જનતા મોંઘવારીના ચક્રવ્યૂહમાં ફસાતી જઇ રહી હોય તેવું લાગી રહ્યું છે. પેટ્રોલ-ડીઝલના ભાવ પહેલાથી આસમાને પહોંચી ચુક્યા છે. જીવન જરૂરિયાતની લગભગ તમામ ચીજ-વસ્તુઓના ભાવ આજે આસમાને પહોંચી ગયા છે. ત્યારે હવે અમૂલે પણ દૂધના ભાવમાં વધારો કરી સામાન્ય જનતાને ઝટકો આપ્યો છે. જનતાને મોંઘવારીનો વધુ એક મોટો ફટકો પડ્યો છે. અમૂલ દૂધ પ્રતિ લિટર 2 રૂપિયા મોંઘુ થયું છે. વધેલા ભાવ અમદાવાદ અને àª
જનતાને વધુ એક ઝટકો  અમૂલ દૂધના ભાવમાં પ્રતિ લિટર 2 રૂપિયાનો થયો વધારો
સામાન્ય જનતા મોંઘવારીના ચક્રવ્યૂહમાં ફસાતી જઇ રહી હોય તેવું લાગી રહ્યું છે. પેટ્રોલ-ડીઝલના ભાવ પહેલાથી આસમાને પહોંચી ચુક્યા છે. જીવન જરૂરિયાતની લગભગ તમામ ચીજ-વસ્તુઓના ભાવ આજે આસમાને પહોંચી ગયા છે. ત્યારે હવે અમૂલે પણ દૂધના ભાવમાં વધારો કરી સામાન્ય જનતાને ઝટકો આપ્યો છે. 
જનતાને મોંઘવારીનો વધુ એક મોટો ફટકો પડ્યો છે. અમૂલ દૂધ પ્રતિ લિટર 2 રૂપિયા મોંઘુ થયું છે. વધેલા ભાવ અમદાવાદ અને ગુજરાતના સૌરાષ્ટ્ર પ્રદેશ, દિલ્હી-એનસીઆર, પશ્ચિમ બંગાળ અને દેશના અન્ય બજારોમાં લાગુ થશે જ્યાં અમૂલ દૂધનો પુરવઠો પહોંચે છે. અમૂલ દૂધના ભાવમાં વધારો કરવાનો નિર્ણય ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન દ્વારા લેવામાં આવ્યો છે, જે અમૂલ બ્રાન્ડ નામ હેઠળ દૂધ અને દૂધની બનાવટોનું ઉત્પાદન અને વેચાણ કરે છે. વધેલી કિંમતો બુધવાર, 17 ઓગસ્ટથી લાગુ થશે.
Advertisement

ડેરી બ્રાન્ડ દ્વારા જારી કરાયેલા નિવેદનો અનુસાર દૂધના ભાવમાં વધારો ખર્ચમાં વધારાને કારણે થયો છે. અમૂલ ડેરી દ્વારા જારી કરાયેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે અમદાવાદ અને સૌરાષ્ટ્રના બજારોમાં 500 ml માટેનું અમૂલ ગોલ્ડ હવે રૂ. 31, અમૂલ તાઝા રૂ. 25 અને અમૂલ શક્તિ રૂ. 28માં ઉપલબ્ધ થશે.
અહીં આપને જણાવી દઇએ કે, અમૂલ બાદ હવે મધર ડેરીએ પણ તેના ભાવમાં વધારો કર્યો છે. મધર ડેરી કંપનીએ કહ્યું કે, તે બુધવાર (17 ઓગસ્ટ, 2022) થી દૂધના ભાવમાં પ્રતિ લિટર રૂ. 2નો વધારો કરશે. ન્યૂઝ એજન્સી ANI અનુસાર, આ વધારો મધર ડેરીના તમામ પ્રકારના દૂધ (વેરિઅન્ટ્સ) પર લાગુ થશે. 

મધર ડેરી વતી એવું કહેવામાં આવ્યું છે કે, તેમના નવા ભાવ પ્રમાણે હવે ફુલ ક્રીમ દૂધની કિંમત 61 રૂપિયા પ્રતિ લિટર, ટોન્ડ દૂધની કિંમત 51 રૂપિયા અને ડબલ ટોન્ડ દૂધની કિંમત 45 રૂપિયા થશે. નોંધનીય છે કે, તાજેતરમાં દૂધના ભાવમાં વધારો કરવામાં આવ્યો હતો અને હવે ફરી એકવાર દૂધના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે.
Advertisement
Tags :
Advertisement

.