Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ભગતસિંહની પુણ્યતિથિ પર 23 માર્ચે પંજાબમાં રહેશે જાહેર રજા, સીએમ ભગવંત માનની વધુ એક જાહેરાત

પંજાબમાં આપ સરકાર બનતાની સાથે જ તાબડતોબ નિર્ણયો કરી રહી છે. ત્યારે આજે પણ પંજાબ સરકારે એક મહત્વની જાહેરાત કરી છે. પંજાબમાં હવે દર વર્ષે 23 માર્ચે શહીદ દિવસ પર રજા રહેશે. વિધાનસભા સત્રના છેલ્લા દિવસે મંગળવારે મુખ્યમંત્રી ભગવંત માને આ જાહેરાત કરી છે. મુખ્યમંત્રીએ શાળા-કોલેજોના બાળકોને અને તેમના શિક્ષકોને હુસૈનીવાલા અને ખટકરકલાં પહોંચીને ઈતિહાસની જાણકારી મેળવવા કહ્યું છે. કોંà
ભગતસિંહની પુણ્યતિથિ પર
23 માર્ચે પંજાબમાં રહેશે જાહેર રજા  સીએમ ભગવંત માનની વધુ એક જાહેરાત

પંજાબમાં આપ
સરકાર બનતાની સાથે જ તાબડતોબ નિર્ણયો કરી રહી છે. ત્યારે આજે પણ પંજાબ સરકારે એક
મહત્વની જાહેરાત કરી છે.
પંજાબમાં હવે દર વર્ષે 23 માર્ચે શહીદ દિવસ પર રજા રહેશે.
વિધાનસભા સત્રના છેલ્લા દિવસે મંગળવારે મુખ્યમંત્રી ભગવંત માને આ જાહેરાત કરી છે.
મુખ્યમંત્રીએ શાળા-કોલેજોના બાળકોને અને તેમના શિક્ષકોને હુસૈનીવાલા અને ખટકરકલાં
પહોંચીને ઈતિહાસની જાણકારી મેળવવા કહ્યું છે.

Advertisement


કોંગ્રેસના અમરિન્દર સિંહ રાજા
વાડિંગે
23 માર્ચની રજાને બિનજરૂરી ગણાવી ત્યારે મુખ્યમંત્રીએ તેમને પૂછ્યું
કે તમે કહી શકો કે શહીદ ભગત સિંહનો જન્મદિવસ ક્યારે છે
? જ્યારે રાજા વાડિંગ જવાબ ન આપી
શક્યા ત્યારે મુખ્યમંત્રીએ કહ્યું કે
, ભગત સિંહનો જન્મદિવસ 28 સપ્ટેમ્બરે છે. નવી પેઢીને
ઈતિહાસ સાથે જોડવા માટે જ આ નિર્ણય લેવામાં આવ્યો છે.

Advertisement

સીએમ ભગવંત માને વિધાનસભામાં
શહીદ-એ-આઝમ ભગત સિંહ અને બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાઓ સ્થાપિત કરવાનો પ્રસ્તાવ
મૂક્યો હતો
, જેને
ગૃહે મંજૂર કરી દીધો હતો. મહારાજા રણજીત સિંહજીની પ્રતિમા પણ વિધાનસભામાં લાગશે.
ગૃહમાં ધ્વનિ મત દ્વારા પ્રસ્તાવ પસાર કરવામાં આવ્યો છે. કોંગ્રેસના ધારાસભ્ય
પ્રતાપ બાજવાએ મહારાજા રણજીત સિંહજીની પ્રતિમા સ્થાપિત કરવાની માંગ કરી હતી.


Advertisement

પંજાબ વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી
પાર્ટીએ તમામ પક્ષોને હરાવીને ધમાકેદાર જીત મેળવી. ગત વખતની સરખામણીમાં આ વખતે
પાર્ટીએ શાનદાર પ્રદર્શન કર્યું. પંજાબમાં કુલ
117 બેઠકોમાંથી આમ આદમી પાર્ટીએ 92 બેઠકો જીતી છે. જ્યારે
કોંગ્રેસને
18, શિરોમણી અકાલી દળને ત્રણ, ભાજપ અને બસપાને એક-એક સીટ મળી
છે. આ સાથે એક સીટ પણ અપક્ષના ખાતામાં આવી છે.


શહીદ દિવસ 2 વિશેષ દિવસોમાં ઉજવવામાં આવે છે

શહીદ દિવસને લઈને ઘણીવાર લોકો
મૂંઝવણમાં હોય છે. હકીકતમાં
, તે વર્ષમાં બે વાર અલગ-અલગ તારીખે મોટા
પાયે ઉજવવામાં આવે છે. આ ઉપરાંત
, તે અન્ય કેટલાક કારણોસર પણ એક કે બે
દિવસ માટે ઉજવવામાં આવે છે. જેના કારણે તેમનામાં અસમંજસની સ્થિતિ છે. શહીદ દિવસના
દિવસે મુખ્યત્વે સ્વાતંત્ર્ય સેનાનીઓને યાદ કરીને અને તેમને શ્રદ્ધાંજલિ આપીને. સૌ
પ્રથમ
, મહાત્મા ગાંધીની યાદમાં ભારતમાં 30 જાન્યુઆરીએ શહીદ દિવસ ઉજવવામાં આવે છે. આ પછી, ભગત સિંહ, સુખદેવ અને રાજગુરુને શ્રદ્ધાંજલિ આપવા
માટે
23 માર્ચે શહીદ દિવસ ઉજવવામાં આવે છે.
ત્રણેયને એક જ દિવસે ફાંસીની સજા ફટકારવામાં આવી હતી. પંજાબ સરકારે આ શહીદ દિવસ પર
રજા જાહેર કરી છે.

આ ઉપરાંત, ભારતમાં અન્ય કેટલીક તારીખોએ, આપણે વિવિધ લોકોને યાદ કરીને શહીદ દિવસની ઉજવણી કરીએ છીએ. તેમાંથી
કેટલાક નીચે મુજબ છે.


• 13 જુલાઈ: 13 જુલાઈ 1931ના રોજ જમ્મુ અને કાશ્મીરમાં 22 લોકો શાહી સૈનિકો દ્વારા માર્યા ગયા જ્યારે
તેઓએ કાશ્મીરના મહારાજા હરિ સિંહ પાસે પ્રદર્શન કર્યું. તેમની યાદમાં આ દિવસને
શહીદ દિવસ તરીકે પણ ઉજવવામાં આવે છે.

નવેમ્બર 17: આ દિવસને લાલા લજપત રાયની પુણ્યતિથિ તરીકે ઉજવવામાં આવે છે. આ ખાસ
દિવસને ઓડિશામાં શહીદ દિવસ તરીકે ઉજવવામાં આવે છે.

• 19 નવેમ્બર: ઝાંસીના લોકો આ દિવસને શહીદ દિવસ
તરીકે ઉજવે છે. રાણી લક્ષ્મીબાઈનો જન્મ
19 નવેમ્બરે થયો
હતો. તેમણે
1857ના વિદ્રોહ દરમિયાન પોતાના જીવનનું
બલિદાન આપ્યું હતું.

• 21 ઓક્ટોબર, 1959ના રોજ લદ્દાખમાં ચીની સેનાના ઓચિંતા હુમલામાં
કેન્દ્રીય પોલીસ દળના સૈનિકો શહીદ થયા હતા. આ કારણોસર પોલીસ દ્વારા
21મી ઓક્ટોબરે શહીદ દિવસની ઉજવણી કરવામાં આવે છે.

Tags :
Advertisement

.