Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

કાશ્મીરી એથ્લેટ દાનિશ મંઝૂરની વધુ એક સિદ્ધિ, કેન્દ્ર સરકારની આ યોજનાનો એમ્બેસેડર બન્યો

જમ્મુ અને કાશ્મીરના યુવા એથ્લેટ દાનિશ મંઝૂરને ભારત સરકારના ફિટ ઈન્ડિયા મૂવમેન્ટના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. આના કારણે ઈન્ટરનેશનલ ટેકવોન્ડો ઈવેન્ટમાં ભારતના પ્રતિનિધિ તરીકે જોડાયેલા કાશ્મીરના બારામુલાના રહેવાસી દાનિશ ખૂબ જ સન્માન અને ગર્વની લાગણી અનુભવી રહ્યા છે.ફિટ ઈન્ડિયા મૂવમેન્ટના એમ્બેસેડર બનવું એ ખરેખર દાનિશ માટે એક મોટી સિદ્ધિ છે. આ સિદ્ધિ
કાશ્મીરી એથ્લેટ દાનિશ મંઝૂરની વધુ એક સિદ્ધિ  કેન્દ્ર સરકારની આ યોજનાનો એમ્બેસેડર બન્યો
જમ્મુ અને કાશ્મીરના યુવા એથ્લેટ દાનિશ મંઝૂરને ભારત સરકારના ફિટ ઈન્ડિયા મૂવમેન્ટના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. આના કારણે ઈન્ટરનેશનલ ટેકવોન્ડો ઈવેન્ટમાં ભારતના પ્રતિનિધિ તરીકે જોડાયેલા કાશ્મીરના બારામુલાના રહેવાસી દાનિશ ખૂબ જ સન્માન અને ગર્વની લાગણી અનુભવી રહ્યા છે.
ફિટ ઈન્ડિયા મૂવમેન્ટના એમ્બેસેડર બનવું એ ખરેખર દાનિશ માટે એક મોટી સિદ્ધિ છે. આ સિદ્ધિ હાંસલ કરવા માટે તેઓ કેટલા ખુશ છે તેનો ઉલ્લેખ તેમની સોશિયલ મીડિયા પોસ્ટ્સમાં કરવામાં આવ્યો છે, જે તેમણે સ્વદેશી માઇક્રો-બ્લોગિંગ પ્લેટફોર્મ, કુ એપ દ્વારા વિશિષ્ટ રીતે શેર કરી હતી.
 'ફિટ ઈન્ડિયા મૂવમેન્ટ'ના એમ્બેસેડર દાનિશ મંઝૂર 12 થી 15 ઓગસ્ટ દરમિયાન આયોજિત ઓલિમ્પિક-રેન્કિંગ તાઈકવાન્ડો ઈવેન્ટમાં ભાગ લેવા ઈઝરાયેલના શહેર રામલા પહોંચ્યા હતા, જ્યાં તેમણે ઈવેન્ટમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું. વર્ષ 2021માં, દાનિશે પંજાબના રોપરમાં આયોજિત રાષ્ટ્રીય સ્તરની તાઈકવાન્ડો સ્પર્ધામાં સિલ્વર મેડલ જીત્યો હતો.
હરીફાઈમાં પ્રવેશતા પહેલા  દાનિશે રામલા જવા માટે સ્પોન્સરશિપ મેળવવા સોશિયલ મીડિયાનો ઉપયોગ કર્યો. દાનિશે પોતાની સમસ્યા કૂ એપ પર શેર કરીને સ્પોન્સરશિપ માંગી હતી, જે પછી તેને હેલ્પ ફાઉન્ડેશન નામની એનજીઓ દ્વારા મદદ કરવામાં આવી હતી. દાનિશે કોરોના વાયરસના કારણે લાગુ કરવામાં આવેલા લોકડાઉન દરમિયાન તાઈકવાન્ડોની તૈયારી શરૂ કરી દીધી હતી.
 આ પહેલા પ્રખ્યાત અભિનેતા સોનુ સૂદ, કુલદીપ હાંડુ, વુશુ કોચ અને કેન્દ્ર શાસિત પ્રદેશ જમ્મુ અને કાશ્મીરના પ્રથમ દ્રોણાચાર્ય પુરસ્કાર અને આંતરરાષ્ટ્રીય વુડબોલ ખેલાડી ડૉ. પ્રેમ પ્રકાશ મીણા પણ ફિટ ઈન્ડિયા મૂવમેન્ટના બ્રાન્ડ એમ્બેસેડર રહી ચૂક્યા છે.
29 ઓગસ્ટ 2019 ના રોજ માનનીય વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી દ્વારા ફિટ ઈન્ડિયા મૂવમેન્ટ શરૂ કરવામાં આવી હતી. તેનો હેતુ મુખ્યત્વે દેશના લોકોને સ્વાસ્થ્ય અને કસરત માટે જાગૃત અને પ્રોત્સાહિત કરવાનો છે. બ્રાંડ એમ્બેસેડર બન્યા બાદ યુવા એથ્લેટ દાનિશ મંજૂર પોતાના સ્વાસ્થ્ય અને વ્યાયામ પ્રત્યે વિશેષ સભાન બન્યો છે.
વડા પ્રધાનશ્રી દ્વારા ચલાવવામાં આવતી ફિટ ઈન્ડિયા મૂવમેન્ટ હેઠળ એ સુનિશ્ચિત કરવામાં આવે છે કે દરરોજ ઓછામાં ઓછી એક કલાક કસરત કરવી જોઈએ, જેથી સ્વસ્થ અને વધુ સારું ભારત બનાવી શકાય અને શારીરિક તંદુરસ્તીને જીવનનો માર્ગ બનાવી શકાય. આ મૂવમેન્ટનો આશય સરળ અને સારી જીવશૈલી માટે રોજ જીવનના શારીરિક રૂપે સક્રિય રીતે વ્યવહારમાં બદલાવ લાવવાનો છે.
Tags :
Advertisement

.