Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

મુખ્યમંત્રી ધામીના આશ્વાસન બાદ અંતે અંકિતા ભંડારીના થયા અંતિમ સંસ્કાર

ઉત્તરાખંડ CM પુષ્કરસિંહ ધામીના (Pushkar Singh Dhami) આશ્વાસન બાદ અંકિતા ભંડારીનો પરિવાર તેના અંતિમ સંસ્કાર માટે તૈયાર થયો. અંકિતાના અંતિમ સંસ્કારક NIT ઘાટ પર કરવામાં આવ્યા. અંકિતાના ભાઈએ તેની ચિતાને મુખાગ્નિ આપી જ્યારે આ મામલે મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામીએ કહ્યું કે, આ કેસની સુનવણી ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કરવામાં આવશે.મુખ્યમંત્રીના આશ્વાસન બાદ અંતિમ સંસ્કારઉત્તરાખંડમાં (Uttarakhand) પૂર્વ મંત્રીના à
મુખ્યમંત્રી ધામીના આશ્વાસન બાદ અંતે અંકિતા ભંડારીના થયા અંતિમ સંસ્કાર
ઉત્તરાખંડ CM પુષ્કરસિંહ ધામીના (Pushkar Singh Dhami) આશ્વાસન બાદ અંકિતા ભંડારીનો પરિવાર તેના અંતિમ સંસ્કાર માટે તૈયાર થયો. અંકિતાના અંતિમ સંસ્કારક NIT ઘાટ પર કરવામાં આવ્યા. અંકિતાના ભાઈએ તેની ચિતાને મુખાગ્નિ આપી જ્યારે આ મામલે મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામીએ કહ્યું કે, આ કેસની સુનવણી ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કરવામાં આવશે.
મુખ્યમંત્રીના આશ્વાસન બાદ અંતિમ સંસ્કાર
ઉત્તરાખંડમાં (Uttarakhand) પૂર્વ મંત્રીના પુત્રના રિસોર્ટમાં રિસેપ્શનિસ્ટ અંકિતા ભંડારીના (Ankita Bhandari) મોતને લઈને લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. તંત્ર સાથેની લાંબી મથામણ બાદ અને મુખ્યમંત્રીના આશ્વાસન બાદ  અંકિતાનો પરિવાર અંતિમ સંસ્કાર માટે સંમત થયો હતો. જે પછી તેના મૃતદેહને શબગૃહમાંથી સ્મશાનગૃહમાં લઈ જવામાં આવ્યો હતો. મુખ્યમંત્રી ધામીએ અંકિતાના પરિવારને જણાવ્યું કે, તેમની તમામ માંગો મંજુર છે. કેસની સુનવણી ફાસ્ટ ટ્રેક કોર્ટમાં થશે અને તે માટે રાજ્યના ચીફ જસ્ટીસને પણ પત્ર લખ્યો છે તથા પોસ્ટમોર્ટમની ડિટેલ રિપોર્ટ પણ પરિવારને સોંપવામાં આવશે.


મોટી સંખ્યામાં લોકો ભેગા થયાં
લોકોના ભારે રોષ વચ્ચે મૃતદેહને લઈ જવામાં આવી રહ્યો હતો ત્યારે પ્રદર્શનકારીઓએ એમ્બ્યુલન્સને રોકવાનો પ્રયાસ કર્યો હતો. એક મહિલા એમ્બ્યુલન્સની સામે સૂઈ ગઈ હતી, જેને પોલીસે હટાવી હતી. અંકિતાના પિતાએ શબગૃહની બહાર એકઠા થયેલા લોકોને અપીલ કરવી પડી હતી અને તે પછીથી ભીડ વિખેરાઈ હતી.અલકનંદા નદીના કિનારે NIT ઘાટ ખાતે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. આ દરમિયાન મોટી સંખ્યામાં લોકો અંકિતાને શ્રદ્ધાંજલિ આપવા પહોંચ્યા હતા.
આરોપીને ફાંસી આપવા માંગ
પુત્રીની હત્યાથી નારાજ પિતાએ રવિવારે આરોપીને ફાંસીની સજાની માંગ કરી હતી. રિસોર્ટને તોડી પાડીને પુરાવાનો નાશ કરવામાં આવ્યો હોવાની પણ તેમને આશંકા વ્યક્ત કરતા પોલીસે તેમના આરોપોને ફગાવતા કહ્યું હતું કે, ઘટના સાથે જોડાયેલા તમામ પુરાવા એકત્ર કરી લેવામાં આવ્યા છે.
શું હતી ઘટના?
ઉત્તરાખંડના ઋષિકેશમાં (Rishikesh) પાંચ દિવસથી ગુમ થયેલી અંકિતા ભંડારીનો મૃતદેહ મળી આવ્યા બાદ પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી 3 આરોપીઓની ધરપકડ કરી લીધી હતી. કેસમાં રિસોર્ટના માલિક પુલકિત આર્ય (Pulkit Arya) મુખ્ય આરોપી છે. જે ભાજપના નેતા વિનોદ આર્યના પુત્ર છે. પૂછપરછમાં પુલકિતે પોલીસને ગેરમાર્ગે દોરવા ખોટી વિગતો આપતા જણાવ્યું હતું કે, અંકિતા રિસોર્ટમાં એક અલગ રૂમમાં રહેતી હતી. તે થોડા દિવસથી ડિપ્રેશનમાં હતી જેથી 18 સપ્ટેમ્બરે તેને ઋષિકેશ ફરવા લઈ ગયા હતા. રાત્રે પરત ફરી રિસોર્ટમાં અલગ-અલગ રૂમમાં બધા સૂવા જતા રહ્યા, પરંતુ 19 સપ્ટેમ્બરે અંકિતા પોતાના રૂમમાં નહોતી. પોલીસ તપાસમાં આ વાર્તા ખોટી હોવાનું જાણવા મળ્યું હતું.
બાદમાં ઉલટ તપાસમાં પોલીસે રિસોર્ટના સ્ટાફની પૂછપરછ કરી સામે આવ્યું હતું કે, ઋષિકેશ જતી વખતે અંકિતા આ લોકોની સાથે હતી, પરંતુ તે પરત નહોતી આવી. જે બાદથી ઋષિકેશ જવાના રસ્તે આવતા તમામ CCTV ચકાસતા સાબિત થયું કે, રિસોર્ટમાંથી બહાર નીકળતી વખતે કુલ 4 લોકો હતા, પરંતુ પરત 3 લોકો આવ્યા હતા. પુલકિતની વાત ખોટી નિકળતા પોલીસની શંકા વધુ ઘેરી બની અને કડક પૂછપરછ શરૂ થઈ અને સમગ્ર ઘટનાક્રમ સામે આવ્યો.
Advertisement

Tags :
Advertisement

.