Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

અંજારના સુપ્રસિદ્ધ મકલેશ્વર મહાદેવ મંદિરની ચોરીનો ભેદ અંતે ઉકેલાયો

અંજાર (Anjar) શહેરના સુપ્રસિદ્ધ મકલેશ્વર મહાદેવ મંદિરમાં ચોરી થતાં ભાવિકોની લાગણી દુભાઈ હતી. એક વર્ષના ટૂંકા ગાળામાં હાઈવે પર આવેલ આ મંદિરમાં બીજીવખત ચોરીનો બનાવ બન્યો હતો. જેથી પોલીસે તપાસ કરતાં આંતરરાજ્ય ગેંગની કડી ખુલ્લી હતી. ઉત્તરપ્રદેશના (Uttarpradesh) બે શખ્સોની ધરપકડ કરવામાં આવી છે. જયારે વધુ બે નામ ખુલવા પામ્યા છે.ટીમો બનાવી તપાસનો ધમધમાટઆ બાબતે જાણવા મળતી માહિતી પ્રમાણે મકલેશ્વàª
અંજારના સુપ્રસિદ્ધ મકલેશ્વર મહાદેવ મંદિરની ચોરીનો ભેદ અંતે ઉકેલાયો
અંજાર (Anjar) શહેરના સુપ્રસિદ્ધ મકલેશ્વર મહાદેવ મંદિરમાં ચોરી થતાં ભાવિકોની લાગણી દુભાઈ હતી. એક વર્ષના ટૂંકા ગાળામાં હાઈવે પર આવેલ આ મંદિરમાં બીજીવખત ચોરીનો બનાવ બન્યો હતો. જેથી પોલીસે તપાસ કરતાં આંતરરાજ્ય ગેંગની કડી ખુલ્લી હતી. ઉત્તરપ્રદેશના (Uttarpradesh) બે શખ્સોની ધરપકડ કરવામાં આવી છે. જયારે વધુ બે નામ ખુલવા પામ્યા છે.
ટીમો બનાવી તપાસનો ધમધમાટ
આ બાબતે જાણવા મળતી માહિતી પ્રમાણે મકલેશ્વર મહાદેવ મંદિરમાં થયેલી ચોરી બાબતે અલગ અલગ ટીમો બનાવી હ્યુમન સોર્શિસ અને સીસીટીવી ફૂટેઝ એનાલિસીસના આધારે તપાસ કરવામાં આવતા આંતર રાજ્ય ગેંગનો હાથ હોવાની શકયતાના આધારે એ દિશામાં તપાસ કરવામાં આવતા કડી મળી આવી છે.
ઉત્તરપ્રદેશના બે શખ્સો ઝડપાયા
ઉત્તરપ્રદેશના અને હાલે આદિપુર રહેતા મહેશ કરિયા ચૌહાણ અને શિવકુમાર બુદ્ધરામ ચૌહાણની અટક કરવામાં આવી છે. જયારે પુછપરછમાં હનુમાન નનકે ચૌહાણ અને તવલા ચૌહાણનું નામ ખુલ્યું હતું. આરોપીઓ પાસેથી જર્મન સિલ્વરની 2 હજારની છત્તર, 500ની પંચવટી, 50 હજારની બાઈક, લોખંડની કટર, કટર મશીન, કોશ જેવા સાધનો કબ્જે કરવામાં આવ્યા હતા.
આવી રીતે કરતા રેકી
આરોપીઓ અંજાર, આદિપુર, ગાંધીધામ જેવા વિસ્તારોમાં બાગ બગીચાઓમાં માળી તરીકે કામ રાખી વિસ્તારમાં રોડ પર આવેલા મંદિરોની અગાઉના દિવસોમાં દર્શન કરી બાઈકથી રેકી કરીને ગુનાને અંજામ આપતા હતા. આરોપી શિવકુમાર સામે ઉત્તરપ્રદેશના બિશેશ્વરગંજ અને રહેરાબજાર પોલીસ સ્ટેશનમાં ગુના નોંધાયેલા હોવાનું પીઆઈ એસ.ડી. સિસોદિયાએ જણાવ્યું હતું.
પશ્ચિમ કચ્છની મંદિર ચોરીના  ભેદ હવે ક્યારે ઉકેલાશે?
પૂર્વ કચ્છમાં તાજેતરમાં મકલેશ્વર મહાદેવ મંદિરમાં થયેલી ચોરીમાં અંજાર પોલીસે યુપીના બે શખ્સોને પકડ્યા છે.  આ પૂર્વે પણ ગાંધીધામમાં પ્રોબેશનર આઈપીએસ અધિકારી આલોકકુમારના નેતૃત્વમાં મંદિર ચોરી કરતી ગેંગને ઉત્તર ગુજરાતમાંથી ઝડપી લેવાઈ હતી.  આ સિવાય અવાર નવાર વાગડ વિસ્તારમાં મંદિર ચોરી થતી રહે છે, જેમાં ગણતરીના દિવસોમાં સ્થાનિક પોલીસ જ મુદ્દામાલ સાથે આરોપીઓને ઝડપી લે છે. પણ પશ્ચિમ કચ્છ પોલીસ જિલ્લામાં મંદિર ચોરીની ઘટનાઓ બનવા છતાં પોલીસે આરોપીઓ પકડ્યા જ નથી. ભુજ તાલુકાના લોરિયા ગામે ગત તા. પ ફેબ્રુઆરીના 8.58 લાખના ઘરેણા સહિત પરમેશ્વર દાદાની મૂર્તિ પણ ચોરાઈ ગઈ હતી. જેને એક વર્ષ થવા છતાં આરોપીઓ સુધી હાથ પહોચ્યા નથી.
લોકમાંગ
અગાઉ ભાનુશાલી સમાજે આરોપીઓની બાતમી આપનારને 51 હજારનું ઈનામ જાહેર કર્યું હતું. તો ચૂંટણીનો બહિષ્કારની પણ ચીમકી અપાઈ હતી.  પ્રસિદ્ધ રૂદ્રાણી જાગીર ખાતે પણ દાન પેટીના તાળા તોડીને અડધા લાખથી વધુની રોકડ તફડાવાઈ હતી. આ તરફ મહિના પૂર્વે લખપત તાલુકાના લાખાપર ગામે આવેલા રામદેવપીર બાબાના મંદિરમાંથી પણ 8 લાખથી વધુની ચોરી થઈ હતી. આટલી મોટી મતા સાથે મંદિરોના તાળા તુટી રહ્યા છે અને ઘરફોડ ચોરીનું પ્રમાણ પણ વધુ છે. તેમ છતાં પશ્ચિમ કચ્છની સ્થાનિક પોલીસ અને એલસીબી સહિતની એજન્સીઓ માત્ર કેબલ ચોર પકડીને સંતોષ માનતી હોવાનો બળાપો પણ લોકોએ ઠાલવી તાકીદના ધોરણે મંદિરોમાં ચોરી કરતી ગેંગનો પર્દાફાશ થાય તેવી માંગણી કરવામાં આવી  છે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.