Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

અંતે અંજારની યુવતીને હેરાન કરનારો પાસા હેઠળ જેલ હવાલે, યુવતીએ કહ્યું, - આભાર ગુજરાત ફર્સ્ટ

અંજારમાં (Anjar) એક કિસ્સો હચમચાવી દે તેવો છે પાગલ પ્રેમીએ યુવતીને હેરાન કરી તેનું જીવવાનું હરામ કરી દીધું છે છતાં તેની સામે કોઈ જ પગલાં લેવાયા ન હોવાનો આક્ષેપ કરાયો હતો આ પ્રકરણમાં પોલીસનું (Police) ધ્યાન દોરવામાં આવતા અંતે પોલીસે આજે આરોપીની પાસા તળે ધરપકડ કરી છે.યુવકના ત્રાસથી ભણતર છોડ્યુંઆ બનાવની મળતી વિગતો મુજબ યુવતીએ યુવકના ત્રાસના કારણે ભણતર પણ અધૂરું છોડ્યું અને લગ્ન કરી લીધા જ
અંતે અંજારની યુવતીને હેરાન કરનારો પાસા હેઠળ જેલ હવાલે  યુવતીએ કહ્યું    આભાર ગુજરાત ફર્સ્ટ
અંજારમાં (Anjar) એક કિસ્સો હચમચાવી દે તેવો છે પાગલ પ્રેમીએ યુવતીને હેરાન કરી તેનું જીવવાનું હરામ કરી દીધું છે છતાં તેની સામે કોઈ જ પગલાં લેવાયા ન હોવાનો આક્ષેપ કરાયો હતો આ પ્રકરણમાં પોલીસનું (Police) ધ્યાન દોરવામાં આવતા અંતે પોલીસે આજે આરોપીની પાસા તળે ધરપકડ કરી છે.
યુવકના ત્રાસથી ભણતર છોડ્યું
આ બનાવની મળતી વિગતો મુજબ યુવતીએ યુવકના ત્રાસના કારણે ભણતર પણ અધૂરું છોડ્યું અને લગ્ન કરી લીધા જો કે આ લગ્ન પણ પાંચ વર્ષમાં તૂટી ગયા 14 ,14 વખત પોલીસ ફરિયાદ કરી પણ આ લવરે તેનો પીછો ના છોડ્યો અને જામીન પર જેલ બહાર આવી સતત છેડતી કરતો રહ્યો આજે એક દાયકા કરતાં વધુ સમય પસાર થઈ ગયો હોવા છતાં પરિણામ શૂન્ય જોવા મળ્યું હતું
ગુજરાત ફર્સ્ટના અહેવાલ બાદ કાર્યવાહી
આજે સમગ્ર હકીકત ગુજરાત ફર્સ્ટ (Gujarat First) ન્યૂઝ સમક્ષ વર્ણવતા પોલીસનું આ બાબતે દયાન દોરવામાં આવ્યું હતું આ કેસમાં અગાઉ પાસાની દરખાસ્ત તૈયાર કરાઇ હતી આ  કામગીરી ઝડપભેર આગળ ધપાવવા ગુજરાત ફર્સ્ટ ન્યૂઝની ટીમે ધ્યાન દોરતા આજે આરોપીની પોલીસે ધરપકડ કરીને પાસા તળે સુરત જેલ હવાલે કર્યો છે
ગુજરાત ફર્સ્ટ ન્યૂઝનો દિલથી આભાર માન્યો
પોલીસ અને આગેવાનોને અનેક વખત રજુઆત કરી પણ તેમ છતાં કોઈ કડક પગલાં લેવાયા નહી પાસા અંગેની દરખાસ્ત જેતે વખતે પોલીસ દ્વારા કરાઈહતી પણ તેની અમલવારી તાત્કાલીક કરવામાં આવી નહોતી પણ આજે જ્યારે મારી વ્યથા ગુજરાત ફર્સ્ટ ન્યૂઝને વર્ણવી ત્યારે ગુજરાત ફર્સ્ટે આ વાતને સત્તાવાળાઓ સમક્ષ ધ્યાનદોરીને અમોને ન્યાય અપાવ્યો છે અને  આ આરોપીને પાસા તળે જેલહવાલે કર્યો છે ત્યારે ગુજરાત ફર્સ્ટ ન્યૂઝનો હું દિલથી આભાર માનું છું.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.