Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

ઇન્સ્ટાગ્રામ પર 10 મિલિયન ફોલોઅર્સ ધરાવતી અંજલિ અરોરા એવું તો શું કરે છે, જુઓ વીડિયો

કંગના રનોતની ચર્ચિત શોની કન્ટેસ્ટન્ટ લોકઅપ સ્પર્ધક અંજલિ અરોરા હાલમાં ચર્ચામાં છે. અંજલી કોઈ ફિલ્મી સ્ટાર નથી પરંતુ તેના ઈન્સ્ટાગ્રામ પર કંગના રનૌત કરતાં વધુ ફોલોઅર્સ છે. અંજલિના ઈન્સ્ટાગ્રામ પ્રોફાઈલ પ્રમાણે તે એક એક્ટર છે. અંજલી મૂળ દિલ્હીની છે અને તેને ઈન્સ્ટા પર 10.9 મિલિયન લોકો ફોલો કરી રહ્યાં છે. કંગનાએ અંજલિને સવાલ પૂછ્યો કે, હું કેમ તને ફોલો કરું, તો તેણે પણ કંગનાને પોતાનà
08:05 AM Mar 06, 2022 IST | Vipul Pandya
કંગના રનોતની ચર્ચિત શોની કન્ટેસ્ટન્ટ લોકઅપ સ્પર્ધક અંજલિ અરોરા હાલમાં ચર્ચામાં છે. અંજલી કોઈ ફિલ્મી સ્ટાર નથી પરંતુ તેના ઈન્સ્ટાગ્રામ પર કંગના રનૌત કરતાં વધુ ફોલોઅર્સ છે. અંજલિના ઈન્સ્ટાગ્રામ પ્રોફાઈલ પ્રમાણે તે એક એક્ટર છે. અંજલી મૂળ દિલ્હીની છે અને તેને ઈન્સ્ટા પર 10.9 મિલિયન લોકો ફોલો કરી રહ્યાં છે. 
કંગનાએ અંજલિને સવાલ પૂછ્યો કે, હું કેમ તને ફોલો કરું, તો તેણે પણ કંગનાને પોતાનું ટેલેન્ટ બતાવ્યું. જો તમે હજુ સુધી અંજલિના વીડિયો જોયા નથી, તો તમે તેને અહીં જોઈ શકો છો.

અંજલિ અરોરા કંગના રનૌતના લોક અપની કેદી છે. તે એક મોડલ અને અભિનેત્રી છે. તે ઘણા પંજાબી વીડિયોમાં પણ  જોવા મળી છે. તે પહેલા ટિકટોક વીડિયો બનાવતી હતી, ત્યાં તે ઘણી લોકપ્રિય હતી. ટિકટોક પર પ્રતિબંધ મૂકાયા બાદ અંજલિ ઇન્સ્ટાગ્રામ પર તેના વીડિયો પોસ્ટ કરવાનું શરૂ કર્યું. ભૂતકાળમાં અંજલિએ કાચા બદનામ ગીત પર  રીલ બનાવી હતી. તેનો આ વીડિયો 1 મિલિયનથી વધુ વખત જોવામાં આવ્યો હતો.  ઇન્સ્ટા પર તેના 1 કરોડ ફોલોઅર્સ છે. જ્યારે  કંગનાના ફક્ત 7.9 મિલિયન ફોલોઅર્સ છે. આ મામલે કંગના રનૌત પણ સ્તબ્ધ થઈ ગઈ હતી.
કંગનાએ  શો માં આવતાની સાથે જ તેની ઇન્સલ્ટ કરી હતી
શોમાં એન્ટ્રી આપતી વખતે પણ કંગનાએ અંજલીને ઉશ્કેરવાનો પ્રયાસ કર્યો હતો. કંગનાએ તેનો વીડિયો સ્ક્રીન પર પ્લે કર્યો અને કહ્યું કે તે ન તો  આ ડાન્સ  છે, ન એક્ટિંગ છે અને ન તો કોઈ અભિવ્યક્તિ છે.  આખરે શું હોય છે અંજલિના વીડિયોમાં? જો તમારા મનમાં પણ આ પ્રશ્ન છે, તો તમે અહીં કેટલાક વીડિયો જોઈ શકો છો.

Tags :
anjsliaroraGujaratFirstkanganaranotLOCKUP
Next Article