ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

સ્ક્રીન પર માત્ર પસંદ કરેલા પાત્રોને જીવંત કરે છે, 200 સ્ક્રિપ્ટ વાંચ્યા પછી, ફક્ત પાંચ જ પસંદ કરી

નવાઝુદ્દીન સિદ્દીકી બોલિવૂડ ઈન્ડસ્ટ્રીનું જાણીતું નામ છે. નવાઝે પોતાના પરફોર્મન્સના જોરે આજે બોલિવુડમાં નવાઝ તરીકની પોતાની એક આગલી ઓળખ બનાવી છે. આટલા સફળ થયા પછી પણ તે સતત જમીન સાથે જોડાયેલો જ રહે છે. અને બોલિવુડમાં ખૂબ જ સરળ અભિનેતા તરીકેની છાપ ધરાવે છે. બોલિવૂડ ઈન્ડસ્ટ્રીના મોટા અભિનેતા હોવાના કારણે તે સતત કામમાં વ્યસ્ત રહે તે સ્વાભાવિક છે. પરંતુ નવાઝ તેની કારકિર્દીમાં ખૂબ à
09:10 AM Apr 01, 2022 IST | Vipul Pandya

નવાઝુદ્દીન સિદ્દીકી બોલિવૂડ ઈન્ડસ્ટ્રીનું જાણીતું નામ છે. નવાઝે પોતાના પરફોર્મન્સના જોરે આજે બોલિવુડમાં નવાઝ તરીકની પોતાની એક આગલી ઓળખ બનાવી છે. આટલા સફળ થયા પછી પણ તે સતત જમીન સાથે જોડાયેલો જ રહે છે. અને બોલિવુડમાં ખૂબ જ સરળ અભિનેતા તરીકેની છાપ ધરાવે છે. 

બોલિવૂડ ઈન્ડસ્ટ્રીના મોટા અભિનેતા હોવાના કારણે તે સતત કામમાં વ્યસ્ત રહે તે સ્વાભાવિક છે. પરંતુ નવાઝ તેની કારકિર્દીમાં ખૂબ જ પસંદગીની ફિલ્મો કરવા માટે પણ જાણીતા છે. 
નવાઝુદ્દીને મિડીયા સાથેની વાતચીતમાં કહ્યું કે તેને પ્રસિદ્ધિ અને પૈસા પાછળ દોડવાનું પસંદ નથી. તેણે કહ્યું કે મેં પસંદ કરેલા તમામ પ્રોજેક્ટ પ્રયોગો માટે યોગ્ય હતા. ફિલ્મોની પસંદગી અંગે તેણે કહ્યું- મેં 200માંથી માત્ર પાંચ જ સ્ક્રિપ્ટ પસંદ કરી, ત્યારે મને મારા આ નિર્ણય પહેલા પૂછવામાં આવ્યું કે  શું મેં આખી સ્ક્રિપ્ટ ખરેખર વાંચી તો છે કે પછી જોયા વગર જ નિર્ણય લીધો છે .
નવાઝુદ્દીન સિદ્દીકીએ આગળ કહ્યું - કોઈપણ ફિલ્મમાં પાત્ર મજબૂત હોવું જોઈએ, પછી ભલે તેમાં કન્ટેન્ટ નામનું કંઈ ન હોય. આવું એટલા માટે કારણ કે જો એવું ન થાય તો ફિલ્મમાં મારું પાત્ર નિભાવવામાં મને અસ્વસ્થતા અનુભવાય છે. તેથા હું ખૂબ ગંભીરતાથી મારો રોલ પસંદ કરું છે. 
કોઈપણ ફિલ્મની પ્રક્રિયા અંગે નવાઝ વધુમાં કહે છે કે મને કોઈ પણ ફિલ્મમાં મારા પાત્ર વિશે માત્ર એક લાઈનમાં સાંભળવું ગમે છે. જો મને તે ગમતું હોય તો હું મારા  આસિસ્ટનને કહું છું કે મને વાર્તા વિશે વિગતવાર જણાવો અથવા ફિલ્મના નિર્માતાઓએ મારી પાસે આવીને મને સમજાવવા પણ કહું છું.  
જો નવાઝની લાઇફ સ્ટાઇલની વાત કરવામાં આવે તો નવનવાઝુદ્દીન સિદ્દીકીને અન્ય ફિલ્મ સ્ટાર્સની જેમ વિદેશમાં રજાઓ ગાળવાનું પસંદ નથી. તેઓ કહે છે કે મને મારા કામમાં આરામ મળે છે. નવાઝુદ્દીને કહ્યું- કેટલાક લોકો શોખથી આરામ કરવા માટે મુસાફરી કરે છે, પરંતુ હું સેટ પર પણ આરામદાયક ફીલ કરુ છું. તેમણે વધુમાં કહ્યું કે હું એવો વ્યક્તિ નથી કે જેને શાંતિ માટે પહાડો કે બીજે ક્યાંય જવાની જરૂર હોય. જો હું બહાર જાઉં તો પણ મને નથી લાગતું કે હું આરામ કરી શકીશ કારણ કે હું મારા કામનો આનંદ માણું છું.
Tags :
BollywoodFilmBollywoodNewsGujaratFirstnavajfilmsnavazudinsdikqi
Next Article