Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

નાયક ફિલ્મના અનિલ કપૂર બનવા માંગે છે Shakib Al Hasan, બોર્ડ પર કર્યો આ રીતે કટાક્ષ

બાંગ્લાદેશ ક્રિકેટ ટીમના કેપ્ટન શાકિબ અલ હસન (Shakib Al Hasan) પોતાના વર્તણૂકથી છેલ્લા ઘણા સમયથી ચર્ચામાં છે. ત્યારે હવે એકવાર ફરી તેણે એક એવું નિવેદન આપ્યું છે જે હાલમાં ખૂબ વાયરલ થઇ રહ્યું છે. મળી રહેલા સમાચાર અનુસાર, શાકિબે પોતાના ક્રિકેટ બોર્ડ પર સવાલો ઉઠાવતા કટાક્ષ કર્યો છે. શાકિબે પોતાના નિવેદનમાં બોલિવૂડ ફિલ્મ નાયકનો ઉલ્લેખ કર્યો છે.હું એકથી બે મહિનામાં BPLની આખી પ્રોફાઇલ બદલી નાખીà
નાયક ફિલ્મના અનિલ કપૂર બનવા માંગે છે shakib al hasan  બોર્ડ પર કર્યો આ રીતે કટાક્ષ
Advertisement
બાંગ્લાદેશ ક્રિકેટ ટીમના કેપ્ટન શાકિબ અલ હસન (Shakib Al Hasan) પોતાના વર્તણૂકથી છેલ્લા ઘણા સમયથી ચર્ચામાં છે. ત્યારે હવે એકવાર ફરી તેણે એક એવું નિવેદન આપ્યું છે જે હાલમાં ખૂબ વાયરલ થઇ રહ્યું છે. મળી રહેલા સમાચાર અનુસાર, શાકિબે પોતાના ક્રિકેટ બોર્ડ પર સવાલો ઉઠાવતા કટાક્ષ કર્યો છે. શાકિબે પોતાના નિવેદનમાં બોલિવૂડ ફિલ્મ નાયકનો ઉલ્લેખ કર્યો છે.
હું એકથી બે મહિનામાં BPLની આખી પ્રોફાઇલ બદલી નાખીશ : શાકિબ અલ હસન
તમે 2001 માં રિલીઝ થયેલી અનિલ કપૂર અને અમરીષ પૂરી જેવા દિગ્ગજ સ્ટારની ફિલ્મ  નાયક તો જોઇ જ હશે. આ ફિલ્મ તે સમયે ખૂબ જ ચર્ચામાં હતી. જોકે તાજેતરમાં એકવાર ફરી આ ફિલ્મ ચર્ચામાં આવી છે જેનું કારણ બાંગ્લાદેશી કેપ્ટન શાકિબ અલ હસન છે. જેણે તાજેતરમાં આ ફિલ્મનો ઉલ્લેખ કરતા બાંગ્લાદેશી ક્રિકેટ બોર્ડ પર મોટો કટાક્ષ કર્યો છે. મહત્વનુું છે કે, બાંગ્લાદેશ પ્રીમિયર લીગ 6 જાન્યુઆરીથી શરૂ થઈ રહી છે, આ દરમિયાન બાંગ્લાદેશના ઓલરાઉન્ડર શાકિબ અલ હસનના એક નિવેદનને કારણે સોશિયલ મીડિયા પર તેનો ખૂબ જ મજાક ઉડાવવામાં આવી રહ્યો છે. તાજેતરમાં, શાકિબ અલ હસને એક ઇન્ટરવ્યુંમાં કહ્યું હતું કે, “જો તેઓ મને BPLનો CEO બનાવશે તો હું એકથી બે મહિનામાં BPLની આખી પ્રોફાઇલ બદલી નાખીશ. અમે પણ અનિલ કપૂરની ફિલ્મ નાયક જોઈ છે. જો તમારે કંઈક કરવું હોય, તો તમારે તે એક દિવસ કરવું જ પડશે." બાંગ્લાદેશી ઓલરાઉન્ડરે વધુમાં કહ્યું, “હું સમયસર પ્લેયર ડ્રાફ્ટ અને હરાજી કરીશ અને ફ્રી સમયમાં BPLનું આયોજન કરીશ. અમારી પાસે તમામ આધુનિક ટેકનોલોજી હશે. સ્થાનિક અને વિદેશી દેશો માટે સારા બ્રોડકાસ્ટર્સ હશે."
જો યોગ્ય બનવાની ઇચ્છા હોય તો કોઇ આપણને રોકી શકશે નહીં : શાકિબ અલ હસન
શાકિબે વધુમાં કહ્યું કે, 'મને લાગે છે કે અમે ક્યારેય પ્રામાણિકપણે કંઈ કરવા માંગતા નથી. જો આપણી પાસે વસ્તુઓને યોગ્ય બનાવવાની ઈચ્છા હોય તો મને નથી લાગતું કે કોઇ આપણને રોકી શકે. જો અમે તૈયાર છીએ, તો મને ત્રણ મહિના અગાઉ ડીઆરએસ, ડ્રાફ્ટ અથવા હરાજી ન કરવા માટે કોઈ કારણ દેખાતું નથી. શાકિબે વધુમાં કહ્યું, 'ખેલાડીઓ માત્ર એક કે બે મેચ માટે જ ઉપલબ્ધ હોય છે. કોઈને ખરેખર ખબર નથી કે તેઓ કેટલા સમય માટે ઉપલબ્ધ છે. શાકિબે દક્ષિણ આફ્રિકાની T20 લીગ માટે ખેલાડીઓની તૈયારીઓ અંગે પણ નિરાશા વ્યક્ત કરી હતી. શાકિબે ભારત સામેની તાજેતરની બે મેચની ટેસ્ટ શ્રેણીમાં બાંગ્લાદેશની કેપ્ટનશિપ પણ કરી હતી.
શાકિબ અલ હસનની IPL કારકિર્દી
શાકિબ અલ હસન હાલમાં બાંગ્લાદેશ ટીમ માટે ઓલરાઉન્ડર તરીકે રમી રહ્યો છે અને તે બાંગ્લાદેશની ટેસ્ટ અને T20 ટીમનો નિયમિત કેપ્ટન પણ છે. તાજેતરમાં જ ભારતે બાંગ્લાદેશની ટીમને ટેસ્ટમાં 2-0થી હરાવ્યું હતું. અને આ વર્ષે IPLમાં શાકિબને કોલકાતા નાઈટ રાઈડર્સે 2 વર્ષ બાદ ખરીદ્યો છે. તેના IPLના આંકડા વિશે વાત કરીએ તો, શાકિબ અલ હસન (Shakib AL Hasan) 2011થી અત્યાર સુધી IPLમાં કુલ 71 મેચ રમ્યો છે, જેમાં તેણે 19.83ની એવરેજથી 793 રન બનાવ્યા છે, જેમાં બે અર્ધશતકનો સમાવેશ થાય છે, જ્યારે તેની બોલિંગની વાત કરીએ તો, અત્યાર સુધી તેણે 71 મેચોમાં 7.44ની ઇકોનોમીમાં 63 વિકેટ લીધી છે, જેમાં 3/17નું શ્રેષ્ઠ પ્રદર્શન સામેલ છે.
શાકિબ ડોમેસ્ટિક મેચમાં એમ્પાયરને ધમાકાવી ચુક્યા છે
ઉલ્લખનીય છે કે, શાકિબ અલ હસન પોતાના Aggressive સ્વભાવના કારણે જાણીતા છે. શાકિબે વર્ષ 2001માં ડોમેસ્ટિક T20 મેચ દરમિયાન મેદાન પર ખરાબ વર્તન કર્યું હતું. જેમાં તેણે સ્ટમ્પને લાત મારી હતી અને અમ્પાયરો સાથે અનાદરભર્યું વર્તન કર્યું હતું. બાદમાં તેણે તેને "માનવીય ભૂલ" ગણાવીને માફી પણ માંગી હતી. આ ઘટના ત્યારે બની જ્યારે અબહાની લિમિટેડ અને મોહમ્મડન સ્પોર્ટિંગ વચ્ચે મેચ ચાલી રહી હતી. મોહમ્મડન સ્પોર્ટિંગ તરફથી રમતા મેચની વચ્ચે શાકિબ પોતાનો ગુસ્સો કાબુમાં ન રાખી શક્યો અને તેણે સ્ટમ્પને લાત મારી ખરાબ વર્તન કર્યું હતું.

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
Advertisement

Related News

featured-img
video

Meerut Saurabh Case: સાયકો સાહિલે લખી ખુની સ્ક્રિપ્ટ! લાશનાં ટુકડા કરી ડ્રમમાં મૂક્યાં

featured-img
video

Bavaliyali Gopi Hudo Maharaas 2025 : 70 હજારથી વધુ મહિલાઓ હુડા રાસમાં ભાગ લીધો, CM રહ્યા ઉપસ્થિત

featured-img
video

Valsad: 21 વર્ષથી WANTED આરોપીને વલસાડ પોલીસે 1 હજાર કિમી દૂરથી આ રીતે ઝડપ્યો!

featured-img
video

Gondal : Rajkumar Jat કેસનાં પડઘા રાજસ્થાનથી રાજધાની સુધી પડ્યા!

featured-img
video

ભાજપના MLA Kumar Kanani ના પોલીસ પર ગંભીર આરોપ

featured-img
video

Sunita Williamsની વાપસી પર CM Bhupendra Patelએ વ્યક્ત કરી ગૌરવભરી લાગણી

×

Live Tv

Trending News

.

×