Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

અરવલ્લી ભિલોડાના ધારાસભ્ય અનિલ જોશીયારાનો પાર્થિવ દેહ પંચમહાભૂતમાં વિલીન

રાજ્યમાં કોંગ્રેસના ધારાસભ્ય ડૉ.અનિલ જોશીયારાનું નિધન થયું છે. જે બાદ રાજ્યના નેતાઓ ડૉ.અનિલ જોશીયારાની આત્માને શાંતિ મળે તેમના પરિવારને આ દુઃખ સહન કરવાની પ્રાર્થના કરી રહ્યા છે. આજે એટલે કે મંગળવારના રોજ વહેલી સવારે અમદાવાદ ખાતે તેમનો પાર્થિવ દેહ પહોંચ્યો હતો. રાજ્યમાં કોંગ્રેસના દિગ્ગજ નેતા ડૉ. અનિલ જોશીયારાના પાર્થિવ દેહને આજે ચેન્નઇથી વહેલી સવારે અમદાવાદ ખાતે લાવવામાં àª
અરવલ્લી ભિલોડાના ધારાસભ્ય અનિલ જોશીયારાનો પાર્થિવ દેહ પંચમહાભૂતમાં વિલીન
રાજ્યમાં કોંગ્રેસના ધારાસભ્ય ડૉ.અનિલ જોશીયારાનું નિધન થયું છે. જે બાદ રાજ્યના નેતાઓ ડૉ.અનિલ જોશીયારાની આત્માને શાંતિ મળે તેમના પરિવારને આ દુઃખ સહન કરવાની પ્રાર્થના કરી રહ્યા છે. આજે એટલે કે મંગળવારના રોજ વહેલી સવારે અમદાવાદ ખાતે તેમનો પાર્થિવ દેહ પહોંચ્યો હતો. 
રાજ્યમાં કોંગ્રેસના દિગ્ગજ નેતા ડૉ. અનિલ જોશીયારાના પાર્થિવ દેહને આજે ચેન્નઇથી વહેલી સવારે અમદાવાદ ખાતે લાવવામાં આવ્યો હતો. દરમિયાન પરિવારના સભ્યો અને સ્થાનિક આગેવાનો ગમગીન જોવા મળ્યા હતા. CM ભુપેન્દ્ર પટેલ અંતિમ દર્શન માટે થોડી જ ક્ષણોમાં ભિલોડા પહોંચશે. જગદીશ ઠાકોર, રઘુ શર્મા, સુખરામ રાઠવા સહિતના કોંગ્રેસના નેતાઓ અંતિમયાત્રામાં જોડાશે. કોંગ્રેસના ધારાસભ્ય ડૉ.અનિલ જોશીયારાનું નિધનના સમાચાર કોંગ્રેસ પાર્ટી માટે એક આભ ભાટી નીકળ્યું હોય તે બરાબર છે. જાન્યુઆરીમાં તેમની તબિયત અચાનક લથડી જતા તેમને અમદાવાદની સિમ્સ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. પરંતુ ત્યારબાદ તેમને ચેન્નઇની હોસ્પિટલમાં સારવાર અર્થે ટ્રાન્સફર કરાયા હતા. 
અંદાજે 1 મહિનાથી તેઓ ચેન્નાઇની હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા. સુત્રોના જણાવ્યા અનુસાર તેમના મલ્ટીપલ ઓર્ગન ડેમેજ થયા હોવાના કારણે તેમનું નિધન થયું છે. સોમવારે બપોરે અનિલ જોશીયારાના નિધનના સમાચાર મળ્યા બાદ ગુજરાત વિધાનસભા ગૃહની કાર્યવાહી મુલતવી રાખવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, ડૉ. અનિલ જોશીયારા 1995થી સતત ભિલોડા બેઠક પરથી કોંગ્રેસના ધારાસભ્ય તરીકે ચૂંટાતા આવ્યા છે. તેઓ ઉત્તર ગુજરાતના અગ્રણી આદિવાસી નેતાઓમાંના એક હતા. 
Advertisement


ડૉ. અનિલ જોશીયારાના નિધન પર વડા પ્રધાન મોદીએ દુઃખ વ્યક્ત કરતા ટ્વીટ કર્યું અને લખ્યું કે, ભિલોડાના ધારાસભ્ય ડો. અનિલ જોશીયારાના અવસાનથી દુઃખ થયું. લોકસેવક તરીકે તેઓ સદાય યાદ રહેશે. સદ્ગતના આત્માની શાંતિ માટે પ્રાર્થના તથા શોકગ્રસ્ત પરિવારને સાંત્વના…।
ૐ શાંતિ…॥
ઉલ્લેખનીય છે કે, કોરોનાની ત્રીજી લહેર શરૂ થઇ ત્યારે ડૉ.અનિલ જોશીયારા સંક્રમિત થયા હતા. જે બાદથી તેમની ચેન્નઇ ખાતે સારવાર ચાલી રહી હતી. પરંતુ કહેવાય છે કે, તેમના મલ્ટિપલ ઓર્ગન ડેમેજ થઇ ગયા હોવાના કારણે તેમનું નિધન થયું હતું.
Tags :
Advertisement

.