Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

..અને અડધી રાત્રે PM MODIએ વિદેશ મંત્રીને ફોન કર્યો, જાણો શું કહ્યું

ભારતના વિદેશ મંત્રી (Foreign Minister) એસ. જયશંકર (S Jaishankar) હાલમાં સંયુક્ત રાષ્ટ્ર (United Nations)ની બેઠકમાં ભાગ લેવા ન્યૂયોર્કની મુલાકાતે છે. અહીં એક કાર્યક્રમને સંબોધતા, તેમણે ગયા વર્ષે તાલિબાનના કબજા પછી અફઘાનિસ્તાનમાંથી ભારતીયોને બહાર કાઢવાના મિશન પર વડા પ્રધાન નરેન્દ્ર મોદી ( Narendra Modi)સાથેની તેમની મધ્યરાત્રિની ચર્ચાનો ઉલ્લેખ કર્યો હતો. અડધી રાત્રે પીએમનો ફોન આવ્યોકાર્યક્રમને સંબોધતા જયશંકરે કહà
06:41 AM Sep 23, 2022 IST | Vipul Pandya
ભારતના વિદેશ મંત્રી (Foreign Minister) એસ. જયશંકર (S Jaishankar) હાલમાં સંયુક્ત રાષ્ટ્ર (United Nations)ની બેઠકમાં ભાગ લેવા ન્યૂયોર્કની મુલાકાતે છે. અહીં એક કાર્યક્રમને સંબોધતા, તેમણે ગયા વર્ષે તાલિબાનના કબજા પછી અફઘાનિસ્તાનમાંથી ભારતીયોને બહાર કાઢવાના મિશન પર વડા પ્રધાન નરેન્દ્ર મોદી ( Narendra Modi)સાથેની તેમની મધ્યરાત્રિની ચર્ચાનો ઉલ્લેખ કર્યો હતો. 
અડધી રાત્રે પીએમનો ફોન આવ્યો
કાર્યક્રમને સંબોધતા જયશંકરે કહ્યું કે મને યાદ છે કે ગયા વર્ષે અડધી રાત્રે અફઘાનિસ્તાનના મઝાર-એ-શરીફમાં અમારા વાણિજ્ય દૂતાવાસ પાસે હુમલો થયો હતો. અમે ઘટનાક્રમ પર નજર રાખી રહ્યા હતા અને ફોન દ્વારા ત્યાંના અધિકારીઓ સાથે સંપર્કમાં હતા. તે જ વખતે અડધી રાત્રે મારો ફોન રણક્યો. સામાન્ય રીતે જ્યારે વડાપ્રધાન ફોન કરે છે ત્યારે કોલર આઈડી પર નંબર દેખાતો નથી. મને થોડું આશ્ચર્ય થયું પણ મેં ફોન ઉપાડ્યો. ફોન વડાપ્રધાનનો હતો. મેં ફોન ઉપાડતાં જ તેમણે પહેલો પ્રશ્ન પૂછ્યો, તમે જાગો છો? રાતના 12.30 વાગ્યા હતા, મેં કહ્યું હા સાહેબ હું જાગું છું.
કામ પુરુ થાય એટલે ફોન કરો
જયશંકર કહે છે કે તેમણે  પૂછ્યું, શું તમે ટીવી જુઓ છો. ત્યાં (અફઘાનિસ્તાન) શું થઈ રહ્યું છે? મેં કહ્યું કે હુમલો થઈ રહ્યો છે, ભારતીયોને મદદ પહોંચાડવામાં આવી રહી છે. વડાપ્રધાને કહ્યું કે સારું, જ્યારે બધું કામ પુરુ થાય તો મને ફોન કરજો. મેં તેમને કહ્યું કે સાહેબ પુરુ થતાં તો હજુ બે-ત્રણ કલાક લાગશે. બધુ કામ પુરુ થશે તો  હું  PMOમાં કહી દઇશ. જો કે તેમણે કહ્યું કે મને ફોન કરજો.

વડાપ્રધાનમાં વિચક્ષણ ગુણ છે
વિદેશ મંત્રી જયશંકરે કહ્યું કે હું તમને આ બધું એટલા માટે કહી રહ્યો છું તેનાથી જાણી શકાશે કે સરકારમાં બેઠેલા જે લોકો છે, જેની સાથે તમે કામ કરો છો, તે કેટલા એક્ટિવ છે અથવા કેટલા સંવેદનશીલ છે. આપણા વડાપ્રધાનમાં આ વિચક્ષણ ગુણ છે તે સારા અને ખરાબ દરેક સમયમાં તૈયાર રહે છે. અમે કોવિડના સમયમાં પણ આ જોયું. સામાન્ય રીતે નેતાઓ સારા સમયમાં જ સાથે રહે છે.
વડાપ્રધાન હંમેશા તૈયાર રહે છે
તેમણે કહ્યું, તમે જોયું જ હશે કે વિશ્વના નેતાઓએ કોવિડના સમયે પરિસ્થિતિને કેવી રીતે સંભાળી. બધાએ આગળ વધીને કામ કરવાની હિંમત બતાવી નહીં. હું તેની જવાબદારી લઈશ એવું નથી કહ્યું. પરંતુ આપણા વડાપ્રધાનમાં આ અનન્ય ગુણ એ છે કે તેઓ હંમેશા તૈયાર રહે છે.

અફઘાનિસ્તાનમાં હુમલો થયો હતો
ગયા વર્ષે અફઘાનિસ્તાન પર તાલિબાનોના કબજા બાદ ભારત સરકારે ત્યાં ફસાયેલા ભારતીયોને તાત્કાલિક બહાર કાઢ્યા હતા. આ માટે ભારત સરકારે ઓપરેશન દેવશક્તિ શરૂ કર્યું હતું.

Tags :
GujaratFirstNarendraModisjaishankar
Next Article